કચ્છ એક્સપ્રેસમાં પ્રવાસ કરી શકાય ….

22:13






કચ્છ એક્સપ્રેસ જોતી સમયે લાગ્યું કે ગુજરાતી સિનેમા પોતાની ઘરેડમાંથી બહાર આવવાના પ્રયત્નો કરી રહ્યું છે.  પણ હજી ગાડીને દરેક રીતે એલાઈન્મેન્ટ ધ્વારા ગતિમાં લાવવાની જરૂર છે.  આખીય ફિલ્મ જોયા બાદ લાગ્યું કે ફિલ્મનું નામ કચ્છ એક્સપ્રેસ હોવું જોઈએ. સિસોટી કદાચ વધુ એપ્રોપ્રિએટ લાગત. બીજું, એક પાત્ર મેદાન મારી જાય છે તેના અભિનય અને ડાયલોગ એટલે કે સંવાદોથી. છે બાઈજી જેને રત્ના પાઠક ભજવી રહ્યા છે.  પાત્ર એટલું બળકટ બન્યું છે કે બીજા પાત્રો એની સામે ટકી શકે એવા નથી બન્યા. ધર્મેન્દ્ર ગોહિલ અને માનસી પારેખ સારા છે પણ તેમનું પાત્રાલેખન હજુ વધુ બળકટ બન્યું હોત તો મજા આવત. દર્શિલ સારો લાગે છેઅને અભિનય પણ કરી શકે છે. વાર્તા વિમેન એમ્પારમેન્ટ એટલે કે સ્ત્રીને શક્તિશાળી બનાવવાની વાત કરે છે. આજના સંદર્ભમાં પણ છેલ્લે ક્યાંક ગોથું ખાઈ જાય છે. વળી અહીં સ્ત્રીને બીડી પીતી બતાવીને તેને પુરુષપ્રધાન સમાજની સામે બળવો પોકારતી હોય તેવું મેટાફર વાપર્યું છે

અમને સ્ત્રીઓને પણ જાણે એવું લાગતું હોય છે  સિગરેટનો કસ  કે દારૂનો ગ્લાસ ઊંચકીએ તો જાણે ચળવળ આરંભી દીધી પિતૃસત્તાક માનસિકતા સામે. જાત અનુભવે કહું છું કે ના એવું નથી હોતું. પારંપરિક વિચારસરણીમાંથી બહાર નીકળવા માટે કશુંક કરવાની મહત્તવકાંક્ષા, સ્વમાન અને આત્મવિશ્વાસની વધુ જરૂર હોય છે. સિગરેટનો કસ લગાવતી સ્ત્રી આઉટ ઓફ વે જઈને વિચારી શકે એવું જરૂરી નથી. ફિલ્મ જોતાં રામ મોરીની વાર્તા પરથી બનેલી ફિલ્મ એકવીસમું ટિફિન યાદ આવી ગઈ. એમાં વધુ સારી રીતે સ્ત્રી એમ્પાવરમેન્ટની વાત કહેવાઈ હતી. 

વળી ફિલ્મની વાત કરીએ તો વાર્તામાં ઘણું બધું નાખવામાં ઘણું બધું રહી ગયું છે. જેમકે બાઈક ચલાવતી નાયિકા જરૂરી નહોતી. મરાઠી ફિલ્મ સૈરાટમાં નાયિકાને બાઈક ચલાવતી બતાવે છે તે એ પાત્ર માટે સહજ છે અને વાસ્તવિકતામાં એવું કાઠું ધરાવતી છોકરી ગામડાઓમાં બાઈક ચલાવે છે. સ્ત્રીઓમાં સ્પષ્ટતા હોય છે બાઈજી જેવી કે શું જોઈએ છે અને નથી જોઈતું. એ સિસોટીના એક ડાયલોગમાં આવી જાય છે. ભાયડા અને વાયડા અહીં નહીં જોઈએ.  કચ્છની સ્ત્રીઓ પાસે એમાં પણ નાયિકા પાસે ઘણા હુન્નર છેએને જરા વધુ સારી રીતે ઉજાગર થયા હોત તો ગમત. અહીં પ્રયત્ન થયો છે પણ કશુંક ખૂંટે છે. કદાચ soul. ચોથું પાત્ર મદનનું (વિરાફ પટેલ) સરસ છે. સ્ત્રીઓને ગમે એવું બન્યું છેકારણ કે સ્ત્રીને સ્પેસ આપે છે વિચારની, મુક્તિની. તે છતાં એક સ્ત્રી અને પુરુષના હોવાપણાને ઉજાગર કરી શકે છે. નાયક ધર્મેશની ઈન્ટેલિજન્સ અને પૌરુષીય આભા વધુ ઉજાગર નથી થતી કારણ કે તેની પાસે નથી સંવાદો કે સમજ. નાયિકાનું પાત્ર સામાન્ય મધ્યમવર્ગીય સ્ત્રીના પાત્રને ઉજાગર કરી શકે છે પણ અગેઈન soul ઓછો પડે છે. કારણ વાર્તામાં પાત્રાલેખનને હજુ અવકાશ રહે છે. બીજો ભાગ બનાવવા માટે ટ્વીસ્ટ સારી અપાઈ છે પણકચ્છ એક્સપ્રેસને હજુ વધુ બળની જરૂર હતી. કર્મશિયલ એન્ગલથી જોઈએ તો હિલ્લોળે ધિન તનાક ચઢાવે એવું સંગીત અને ગરબો જરૂરી હતો. સિસોટીની મિટિંગનું દ્શ્યમાં રત્ના પાઠકને જોતાં મિર્ચ મસાલા પણ ક્યાંક મનમાં ઝબકી ગયું.  દિગ્દર્શક વિરલ શાહમાં ઘણી શક્યતાઓ દેખાઈ રહી છે.  કીપ ઈટ અપ 


ઓવરઓલ એકવાર જોઈ શકાય કારણ ઈન્ટરટેઈનમેન્ટ જરૂરી છે.    

You Might Also Like

0 comments