­
­

નયે દૌરમેં લિખ્ખેગે મિલકર નઇ કહાની ... 31-12-13

2013ના વરસનો આ છેલ્લો દિવસ છે. નવા વરસની શરૂઆત નવી રીતે કરી શકાય. જીવવાનો અભિગમ બદલીને. દુનિયામાં ઘણી સ્ત્રીઓ  છે જે  વિપરીત પરિસ્થિતિમાં પણ પોતાના અવાજને મંદ નથી પડવા દેતી. એ અવાજને  લોકો સુધી પહોંચાડવા  માટે સ્ત્રીઓ આજે ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહી છે. દુનિયામાં લગભગ 120લાખ બ્લોગરો પોતાના અભિપ્રાયો સોશ્યલ નેટવર્કિગ ધ્વારા લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. તેમાં આજની નારી પાછળ નથી....

Continue Reading

પુરુષ અને સ્ત્રી , ઇટ્સ કોમ્પ્લિકેટેડ...31-12-13

વરસનો આજે અંતિમ દિન અને મને કોમ્પલિકેટેડ પ્રશ્ર્નો સૂઝી રહ્યા છે. પહેલાં મરઘી કે પહેલાં ઇંડું ? આ સવાલ જેટલો જ પેચીદો સવાલ છે શું પુરુષ અને સ્ત્રી ફક્ત મિત્ર બની શકે ? એટલે કે તેમની વચ્ચે પ્લેટોનિક મૈત્રી જેમાં સેક્સનો અણસાર ન હોય તેવી મિત્રતા.... જ્યારે પણ આ વાત નીકળે ત્યારે લાંબી ચર્ચાનો દોર શરૂ થઈ શકે. હાલમાં જ એક આર્ટીકલ અંગે...

Continue Reading

કશું પણ બદલી શકાય છે? 24-12-13

એકવીસમી સદીના 13 વરસ પુરા થવાની આડે ગણતરીના દિવસો છે. ત્યારે પાછલા વરસોમાં નજર નાખતા વિચાર આવે કે ખરેખર કશું પણ બદલાઈ શકે છે ખરું ? ગયા વરસે ડિસેમ્બરમાં દિલ્હીમાં ક્રૂર ઘટના ઘટી જેને કારણે લોકો આઘાત પામ્યા. એ આઘાત રોષ બની રેલીઓના રૂપે દરેક શહેરો, ગામોમાં વ્યક્ત થયો.  દિલ્હીમાં કડકડતી ઠંડીમાં પણ અનેક છોકરીઓ રસ્તા પર ઊતરી આવી. જાતિય ભેદભાવના અંચળામાંથી મુક્તિની...

Continue Reading

50 વરસ પહેલાંની અને આજની માતા 17-12-13

શાળાની બસ આવે તે પહેલાં કેટલીક આધુનિક માતાઓ વાત કરી રહી હતી. તેમની વાતનો સૂર કંઇક એવો હતો કે  તેમને ચાલવા જવું છે કે કસરત કરવી છે પણ  મરવાની ય ફુરસદ નથી હોતી બાળકો અને ઘરકામને લીધે. દરેકને આ બાબતે કંઇકને કંઇ ફરિયાદ હતી. અચાનક  વિષય બદલાયો તે પહોંચી વાત ટીવી પર ચાલતી સ્ત્રીઓમાં લોકપ્રિય ધારાવાહિક પર,  હિરોઇને પહેરેલા કપડાં અને તેના વિશેની...

Continue Reading

કામના સ્થળે જાતિય ભેદભાવ આજે ય છે 12-11-13

દિવાળી પછી નવા વરસની શુભેચ્છાના ફોન કોલ્સ થઈ રહ્યા હતા તે સમયે એક પત્રકાર મિત્રની સાથે વાત કરતાં મોંઘવારી વિશે ચર્ચા કરતાં કહેવાઇ ગયું કે મારે પણ નોકરી શોધી લેવી છે. ફ્રિલાન્સ નથી પોષાતું. તો કહે કે હવે મિડિયામાં વણલખ્યો નિયમ આવ્યો છે 40 પછી સ્ત્રીઓને નોકરીએ નહીં લેવાની.  મારાથી બોલાઈ ગયું કે , પણ તમે તો હમણાં જ નોકરી બદલી છે અને...

Continue Reading

મહત્વકાંક્ષી હોવું જોઇએ કે નહી 22-10-13

લીના મહેતા સરકારી સંસ્થા સાથે વરસોથી કામ કરે છે. તેની સાથેના અનેક પુરુષ કાર્યકરો પ્રમોશન લઈને બીજા શહેરમાં જતાં રહ્યા પણ લીનાને પ્રમોશન ઓછું મળે છે. તેનું કારણ છે કે લીના બીજા શહેરમાં શિફ્ટ થઇ શકે તેમ નથી. કારણ કે તેને પરિવાર છે.આમ જોઇએ તો પરિવારમાં એક બાળક અને પતિ છે. પણ તેનો પતિ નથી ઇચ્છતો કે તે બીજા શહેરમાં શિફ્ટ થાય. આ...

Continue Reading

પુરુષ આખરે આદમ છે. 26-11-13

ટાઇટલનું આ વાક્ય વિચિત્ર લાગતું હોવા છતાં તેનો અર્થ દરેકના મનમાં એક સરખો સ્પષ્ટ થાય છે. અહીં ઇવને પ્રેમ કરતાં આદમની વાત થઈ રહી છે. એ પુરુષને ન તો જાતિ કે ઉંમર હોય છે તે ઇવની હાજરીમાં આદમ હોય છે. હાલમાં જ સુચિત્રા કૃષ્ણમૂર્તિએ પોતાના જીવનની વાત ડ્રામા ક્વીન નામના પુસ્તકમાં પ્રગટ કરી. એ પુસ્તકના વિમોચન બાદ તેની પબ્લિસિટી પણ ડ્રામાક્વીનને શોભે તે...

Continue Reading

બળ્યું સ્ત્રીનો અવતાર જ નકામો---આજની નારી 15-10-13

                      બળ્યું સ્ત્રીનો અવતાર જ નકામો એક જુનો ને જાણીતો જોક છે દિવાળીમાં બહાર ભંગારવાળાએ બૂમ પાડી એ બહેન કોઇ ભંગાર હોય તો આપો... પત્નિએ અંદરથી જવાબ આપ્યો કાલે આવજે એ બહાર ગયા છે. આ જોકમાં પણ સમાજની માનસિકતા દેખાય છે. પતિને પૂછ્યા સિવાય ભંગાર પણ વેચી ન શકાય તેથી આવો જવાબ અપાય...

Continue Reading

ફેસબુક ડાયરી 14-9-13 હેટ્સ ઓફ્ફ અંબરિષ

જુહુનો દરિયા કિનારો ત્રણ જ કિલોમીટર દૂર હોવાથી ત્યાં સવારના મોર્નિંગ વોક માટે જવાનો લ્હાવો લઈ શકાય છે. મજાની વાત એ છે કે જુહુના લાંબા દરિયા કિનારે દરરોજ નવી અનુભૂતિ થાય એટલે ચાલવાનો કંટાળો ન આવે. એક તો કુદરત દરરોજ પોતાના કેનવાસ પર નવું દ્રશ્ય મૂકે તે જોઇને સવાર, દિવસ અને સ્વાસ્થય સુધરી જાય. તો ક્યારેક ભીની રેતી પર પડેલા પગલાંની છાપ જોઈને...

Continue Reading

જીવનની સમતુલા સફળતાનો પાયો બની શકે -નિરુપમા રાવ

અમેરિકાના આપણા ભારતીય એમ્બેસેડર ટ્રેન્ડી ફેન્ડી બેગ અને ક્રિસ્પી મૈસુર સિલ્કની સાડી પહેરેલા નિરુપમા રાવનું જીવન  આજની નારીના પ્રેરણામૂર્તિ બની રહે એવું છે. ટુંકા બોયકટ વાળ કપાળમાં બિંદી , ગળામાં મોતીની સેર, ચહેરા પર આછી લિપસ્ટીક , આંખમાં કાજલ અને ચહેરા પર સ્મિત સાથે ડિપ્લોમેટીક જવાબો આપવા પંકાયેલા નિરુપમા રાવ 62 વરસની ઉંમરે પણ ટ્વિટરનો ઉપયોગ સહજતાથી કરે છે. અને તેમના ખાસ્સા ફોલોઅર...

Continue Reading

વર્જિનીટી 3-9-13

દિલ્હી બાદ મુંબઈમાં ઓગષ્ટ માસમાં થયેલા ગેન્ગરેપના સમાચાર સાંભળીને આસપાસથી મળતા પ્રત્યાઘાતો  સ્ત્રી હોવું એટલે શું તેના વિચારો કરવા મજબૂર કરે છે. એવામાં જ એક વધુ સમાચાર વાંચવા મળ્યા ઇન્ડોનેશિયામાં એજ્યુકેશન ઓફિસરે એવો પ્રસ્તાવ મૂક્યો કે સિનિયર હાઈસ્કુલમાં ભણતી દરેક છોકરી કુંવારી છે કે નહીં તે ટેસ્ટ થવો જોઈએ. કારણ કે ત્રણેક વિદ્યાર્થીનીઓ હ્યુમન ટ્રાફિંકીગ કેસમાં પકડાઈ હતી. વાચકોની જાણ ખાતર ઇન્ડોનેશિયા મુસ્લિમ...

Continue Reading

અર્થ ટુ ઓરબીટ

પોતાનો વ્યવસાય કરવો એ કાચાપોચાનું કામ નથી. નાણાકિય અસ્થિરતાથી લઈને અનેક અડચણોને પહોંચી વળવાની હિંમત હોય તો જ પોતાનો વ્યવસાય કરવાનો વિચાર કોઇપણ સ્ત્રીએ કરવો જોઇએ. દરેક સ્ત્રીએ પોતાને જે કામ કરવામાં રસ હોય તે જ કામ કરવાનો વિચાર કરવો જોઇએ. આજની નારીને આ સલાહ આપનાર સુષ્મિતા મોહન્તીએ ભારતની પ્રથમ સ્પેસ કંપની શરુ કરી અર્થ ટુ ઓરબીટ જેમાં સેટેલાઈટ અને સ્પેસ અંગે સર્વિસ...

Continue Reading

ગૃહિણી કામ નથી કરતી 20-8-13

આ વાક્ય વાંચતા અનેક ગૃહિણીઓના ભવાં ખેંચાશે... સામે હોય તો સવાલો ય પૂછત કે બેન, મરવાની પણ ફુરસદ નથી હોતી અમને ઘરકામમાંથી અને કેમ કહો છો કે ગૃહિણી કામ નથી કરતી. આ વાક્ય અમે નથી કહેતા પણ ગર્વમેન્ટ નેશનલ સેમ્પલ સર્વે કહે છે. 1983ની સાલમાં ગ્રામ્ય વિસ્તારમાં 34 ટકા અને શહેરમાં 15.1 ટકા મહિલાઓ કામ કરતી હતી પણ 2011-2012માં આ ટકાવારી વધવાને બદલે...

Continue Reading

સુંદર વિકલ્પ 13-8-13

રોજ સવારે અખબારમાં અનેક ફરફરિયા આવે..... મોટાભાગે તો જોયા વિના જ સીધા આ ફરફરિયા કચરા ટોપલીમાં કે પસ્તીમાં જતાં રહે પરંતુ, ગ્લોસી રંગના એક ગુલાબી કાગળિયાને ફેંકતા પહેલાં વાંચવું પડ્યું.સુંદર ગ્રાફિકસ સાથે લખ્યુ હતું સ્ટે બ્યુટિફુલ યોર પ્લેસ યોર ટાઈમ. કોઇપણ આજની નારી માટે આ વાક્ય આકર્ષક હતું. તેમાંય મહાનગરમાં રહેતી, કામ કરતી સમયના અભાવમાં જીવતી નારીને માટે અહા... બોલાવી દે... આ વાક્ય....

Continue Reading

આનંદ ગાંધી -- ફેસબુક ડાયરી

લાંબા ગુંગરાળા વાળને એક હાથે સવારતો બીજા હાથ લાંબા કરીને ચારે તરફ અભિભૂત થઈ તેને સાંભળી રહેલા લોકો તરફ એકધારું બોલતા આનંદ ગાંધીના તરવરાટ રાતના બાર વાગ્યે પણ ગજબના છે. આનંદ ગાંધીને બે વાર મળવાનું બન્યું એક જ દિવસમાં .... 23 જુલાઈ મંગળવાર મુંબઈમાં સતત ભારે વરસાદની આગાહી સાચી પાડતો ભીનો માહોલ... દિવસભર રહ્યો. મુંબઈ લગભગ વરસાદ મય બંધ પાળી રહ્યું હતું. થયું...

Continue Reading

સમાજનો ચહેરો 6-8-13

એક દિવસ ઇમેઇલ બોક્સમાં મેઇલ હતો લક્ષ્મીનો...થેન્કયુ.. વી ડીડ ઈટ... લખેલો. પહેલાં નવાઈ લાગી કે આ કોણ લક્ષ્મી કોણ અને મને શું કામ થેન્કયુ કહે છે. મેઈલ ખોલીને જોતા ખ્યાલ આવ્યો કે દિલ્હીની લક્ષ્મીએ એસિડ ખુલ્લેઆમ ન વેચાય અને તેના પર પ્રતિબંધ આવે તે માટે કેસ લડી રહી હતી. તે સમયે તેણે ઓનલાઈન સહી સપોર્ટ માગ્યો હશે અને મેં સપોર્ટમાં સહી આપી હતી...

Continue Reading