­
­

કાકાને કાકા કહેવાય!!! 29-9-19

‘કાકા જરા બાજુ હટશો...’ એક યુવાને સલુકાઈથી રેલ્વે પ્લેટફોર્મ પર ટિકિટની લાઈનમાં ઊભેલા એક સજ્જનને કહ્યું એવું જ પેલા કાકા સોરી સજ્જન ભડક્યા. ‘ કાકા કોને કહે છે ? જરા વાત કરતાં શીખો, ..અને આટલી બધી જગ્યા છે તે દેખાતી નથી ? ’ પેલા યુવાનની સાથે આ દૃશ્ય જોઈને અમને પણ નવાઈ લાગી. પેલા યુવાને સોરી કહીને વાત લાંબી થતી અટકાવી. આ જોઈને વરસો...

Continue Reading

ઝૂઠ બોલે કૌઆ કાટે...

ખોટું બોલવાથી કાગડો કરડે કે નહિ તે ખબર નથી પરંતુ, ખોટું બોલવાથી તબિયત જરૂર બગડે. કહેવત યાદ છે ને કે ચિંતા ચિતા સુધી પહોંચાડે. ચિંતા જેને આપણે અંગ્રેજીમાં સ્ટ્રેસ કહીએ છીએ. મોટાભાગની સ્ત્રીઓ સતત ફરિયાદ કરતી જોવા મળશે કે માથું દુખે છે, પગ દુખે છે કે કમર દુખે છે. વળી બ્લડ પ્રેશર, કોલસ્ટ્રોલ અને ડાયાબિટિશ ટાયપ ૨ જેવી બિમારી થવાનું મૂળ કારણ હોય...

Continue Reading

ફાઈલોમાં ઘુંટાતું રહસ્ય 23-9-15

(published in mumbai samachar) જય હિંદનો નારો આપનાર સુભાષચંદ્ર બોઝ સ્વતંત્ર ભારતમાં જીવીત હતા ? શીના બોરા મર્ડર કેસ કરતાં પણ વધારે હાઈ પ્રોફાઈલ અને 70 વરસથી વણઉકલેલું રહસ્ય આજે પણ રહસ્ય જ રહેશે કે ઉજાગર થશે ? હાલમાં મમતા બેનર્જીએ જે 64 ફાઈલ સુભાષચંદ્ર બોઝ વિશેની જાહેર કરી છે તેમાં એવું શું  છે કે તે અખબારોની હેડલાઈન બને ? એ જાણવા પહેલાં...

Continue Reading

ભૂકંપ અસ્તિત્વનો

૨૩ વર્ષીય મીના જેની પથરાયેલી આંખોમાં સૂનકાર વ્યાપેલો સ્પષ્ટ જોઈ શકાય છે. ધરતીકંપમાં તેનું ઘર ધરાશાયી થયું, પતિ ખોવાઈ ગયો. બાળક મૃત્યુ પામ્યું. બે મહિના બાદ તેને ભારતના એક શહેરમાં વેચી નાખવામાં આવી. તેની મરજી વિરુદ્ધ તેની પાસે દેહવ્યાપાર કરાવાયો. આવી અનેક દર્દભરી કહાનીઓ ભારતના શહેરોમાં આવેલા કોઠામાંથી બચાવી લેવામાં આવેલી નેપાળી સ્ત્રીઓની છે. નેપાળમાં આવેલા ધરતીકંપ બાદ અનેક લોકોના જીવન બદલાઈ ગયા હશે....

Continue Reading

પસંદ અપની અપની...

‘ ગર્વ સાથે જાહેરમાં કહેવા માગું  છું  કે હું ગે છું. ’ જ્યારે વરસ પહેલાં એપ્પલ જેવી વિશ્ર્વ પ્રસિદ્ધ કંપનીના સીઈઓ ટીમ કુકે કહ્યું ત્યારે આખાય વિશ્ર્વમાં હલચલ મચી ગઈ. દેશ હોય કે વિદેશ હોય સમલૈંગિક સંબંધોનો સ્વીકાર કર્યા છતાં છડેચોક કહેવાનું કોઈ પુરુષ માટે સહેલું નથી જ. તેમાંય પ્રતિષ્ઠિત કંપનીઓ પોતાના ઉચ્ચ હોદ્દાધારીઓ પાસેથી ક્લીન ઈમેજની અપેક્ષા રાખે છે. કારણ કે ગુડવીલને...

Continue Reading

યે કહાં આ ગયે હમ...

               દુનિયાની મોટી લોકશાહી હોવા છતાં અને એકવીસમી સદીમાં પણ રેશનલ વિચાર ધરાવતા પૂણેના નરેન્દ્ર દાભોળકર, કોલ્હાપુરના પાનસરે, કર્ણાટકના લેખક એમ. એમ. કલબુર્ગીની હત્યા બાદ હાલમાં જ મૈસુર રહેતાં લેખક કે એસ ભગવાનને મારી નાખવાની ધમકી આપતો પત્ર મળ્યો છે. ત્યારે ગ્લોબલ વિલેજ બની રહેલા વિશ્ર્વમાં સંકુચિત માનસના યુગમાં આપણે પ્રવેશ્યા હોઈએ તેવું લાગે છે. ‘ પેરુમલ...

Continue Reading

વાત જખ્મી સૌંદર્યની....10-9-15

પંદરેક દિવસ પહેલાં ઈંગ્લેડની ફોટોગ્રાફર હેલેન એલરે પાડેલ  માતા અને ત્રણ દિવસના બાળકનો ફોટો ફેસબુક પર મૂક્યો અને તેને અધધધ ૭૦  લાખ લાઈક મળી અને હજારો લોકોએ તેને શેઅર કર્યો. માતાના પેટ પર પડેલો સિઝેરિયનનો કાપો દેખાય છે અને તેની નીચે ત્રણ દિવસનું બાળક સરસ રીતે શાંતિથી સૂતું છે. માતા અને બાળક બન્ને નગ્ન છે. ફોટોગ્રાફ જરાપણ  વલ્ગર  નથી . તે છતાં કેટલાય...

Continue Reading

કી મે જૂઠ બોલિયા ..... ! 8-9-15

હમણાં જ જેનો જન્મદિન ગયો એ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પણ ખોટું બોલતા હતા. પણ તેમનું ખોટું બોલવું વ્રજની દરેક ગોપીઓને ગમતું હતું, કારણ કે એ પ્રિય પુરુષ હતા, પરંતુ સ્ત્રીઓને તેમના પતિ કે પ્રેમી ખોટું બોલે તે ગમતું નથી. જો કે ક્યારેક ઝઘડાં ટાળવા કે કોઈને ખોટું ન લાગે તે રીતે  ખોટું બોલવું સ્વીકારવામાં આવે છે, પરંતુ તેની સીમા ક્યારે ઓળંગાઈ જાય તેનો...

Continue Reading

સ્ત્રી જ્યારે હિંસક બને... 03-9-15 mumbai samachar ladkii

છેલ્લા અઠવાડિયાથી ઈન્દ્રાણી મુખરજીની વાત ચોરેને ચૌટે ચર્ચાઈ રહી છે. દરેક સ્ત્રી -પુરુષો એક જ પ્રશ્ર્ન પૂછી રહ્યા છે કે સ્ત્રી આટલી હિંસક થઈ શકે ? પોતાની જ દીકરીનું ખૂન ઠંડે કલેજે કરી શકે ? માન્યામાં નથી આવતું...! પરંતુ, હકીકત છે કે સ્ત્રી પણ પુરુષ જેટલી હિંસક બની શકે છે ને  ક્યારેક તો પુરુષ કરતાં પણ વધુ હિંસક થઈ શકે છે. ૨૦૦૭ની સાલમાં...

Continue Reading

સ્ત્રી જુઠ્ઠું બોલે ક્યારે ? ત્યારે ....!! 31-8-15

છેલ્લા પાંચ દિવસથી આખું ય ભારત એક જ વાત કરી રહ્યું છે. મુખરજી પરિવારની. ટીવીના સમાચારો, અખબારોમાં દરેક સ્ત્રી પુરુષ વિગતે વાંચી રહ્યો છે. શીના બોરા મર્ડર મિસ્ટ્રી. શક્ય છે આ લેખ વાંચતા હશો તે સમયે એ કેસના દરેક રહસ્યોના પડળો ઉકલી ગયા હોય. પોલીસો સતત રહસ્યનો તાગ મેળવવા મથી રહ્યા છે તો સાથે મીડિયા પણ જીજ્ઞાસા સાથે રહસ્યોને ઉજાગર કરવાના પ્રયત્નો કરે...

Continue Reading