સ્ત્રી જુઠ્ઠું બોલે ક્યારે ? ત્યારે ....!! 31-8-15

02:04


Image result for woman lies


છેલ્લા પાંચ દિવસથી આખું ય ભારત એક જ વાત કરી રહ્યું છે. મુખરજી પરિવારની. ટીવીના સમાચારો, અખબારોમાં દરેક સ્ત્રી પુરુષ વિગતે વાંચી રહ્યો છે. શીના બોરા મર્ડર મિસ્ટ્રી. શક્ય છે આ લેખ વાંચતા હશો તે સમયે એ કેસના દરેક રહસ્યોના પડળો ઉકલી ગયા હોય. પોલીસો સતત રહસ્યનો તાગ મેળવવા મથી રહ્યા છે તો સાથે મીડિયા પણ જીજ્ઞાસા સાથે રહસ્યોને ઉજાગર કરવાના પ્રયત્નો કરે છે. દરેકને જાણવી છે ખરી હકીકત. સત્ય જે પણ હોય પરંતુ, એક વાત તો નક્કી છે કે ઈન્દ્રાણી ઉર્ફે પોરી જુઠ્ઠું બોલવામાં માહેર છે. દરેક પુરુષને એક જ પ્રશ્ર્ન થઈ રહ્યો છે કે શું સ્ત્રીઓ આટલી હદે જુ ઠ્ઠું બોલી શકે અને પોતાની વાતને મનાવી શકે ?

તો વેલ્લ, સ્ત્રીઓ જુઠ્ઠું બોલવામાં માહેર હોય છે. હજી બે મહિના પહેલાં વિદેશની એક ઈન્સ્યુરન્સ કંપનીએ કરેલા સર્વે મુજબ સ્ત્રીઓ પુરુષો કરતાં બે ગણું વધુ જુઠ્ઠું  બોલે છે. તેમાં પણ એવરેજ ૪૬ વરસની વયના સ્ત્રી પુરુષો વધુ  પ્રમાણમાં જુઠ્ઠું બોલે છે. ઈન્દ્રાણી ૫૦ની આસપાસની હોવી જોઈએ. કેટલીક સ્ત્રીઓએ કબૂલ્યું છે કે તેઓ દિવસમાં લગભગ ૩૦ વાર જુઠ્ઠું બોલે  છે.  આમ તો મોટેભાગે દિવસમાં એકાદ વાર તો દરેક વ્યક્તિ જુઠ્ઠું  બોલતી હોય છે. કારણ કે આપણી લાઈફ સ્ટાઈલ આજકાલ એવી થઈ ગઈ છે. જો કે મોટેભાગે લોકો બીજાને સારું લગાવવા કે ખરાબ ન લાગે એટલા માટે જ જૂ ઠ્ઠું બોલતી હોય છે. સ્ત્રીઓ પણ મોટેભાગે બીજાને ખુશ રાખવા જ ખોટું બોલતી હોવાનું સર્વેમાં બહાર આવ્યું છે. સર્વે મુજબ ૫૫ ટકા જૂ ઠ્ઠું બીજાને સારું લગાડવા બોલાતું હોય છે. ૩૨ ટકા જૂઠ તકલીફથી બચવા બોલાતું હોય છે. જ્યારે થોડું ઘણું જૂઠ તો કંઈક છુપાવવા માટે કે કોઈ મોટિવ માટે કે લાઈફ ઈઝ કોમ્પ્લિકેટેડ હોવાથી બોલાય છે.
ઈન્દ્રાણી જેટલું જૂઠ્ઠું બોલનાર સ્ત્રીઓ ખૂબ મહત્ત્વાકાંક્ષી હોય છે. તેમણે કોઈપણ પ્રકારે આગળ વધવું હોય છે. ગમે કે ન ગમે પણ કહેવું પડે છે કે સ્ત્રીને ખબર હોય છે કે સ્ત્રીના ચાર્મથી પુરુષ અંજાઈ જાય છે. એટલે ચાર્મ વાપરીને સ્ત્રી પોતાની રમત રમી જાય છે. જો કે તેમાં અપવાદ પણ હોવાના જ. જેમ દરેક પુરુષ બળાત્કારી કે સ્ત્રીના શરીરનો લાભ ઊઠાવનાર જ નથી હોતો તેમ દરેક સ્ત્રી છેતરામણી પણ નથી હોતી.
તે છતાં સંબંધોમાં ખોટું બોલવું કોઈને ગમતું નથી. તે છતાં થોડાઘણા અંશે દરેક સંબંધોમાં ખોટું બોલાતું હોય છે. જો કે તે નુકશાનકારક નથી હોતું. એટલે તેને આપણે નજર અંદાજ કરતાં હોઈએ છીએ. પણ સતત ખોટું બોલાતું હોય, છેતરામણી થતી હોય તેવું લાગે છે.અને સંબંધો પરથી વિશ્ર્વાસ ઊઠી જાય છે. પીટર મુખરજીનો આંધળો પ્રેમ અને વિશ્ર્વાસ શીનાને બચાવી ન શક્યા. સ્ત્રીઓ ખૂબ સહજતાથી ખોટું બોલે છે ત્યારે તે પોતાની વિશ્ર્વાસુ મિત્રને પણ સાચી વાત નથી કહેતી. ક્યારેક તો તેમનું ખોટું બોલવું નજીકની વ્યક્તિઓને માટે પીડાદાયક હોઈ શકે છે. જો કે કેટલાક જૂઠ જ‚રી હોય છે. તેને નજર અંદાજ કરી શકાય છે પણ કેટલાક જૂઠ જે છેતરવાપિંડીના રસ્તે લઈ જતા હોય કે ખોટી આદત બની જતા હોય તો તેના માટે યોગ્ય પગલાં લેવા જ‚રી હોય છે.  કેટલાક જૂઠ અને તેને કઈ રીતે ડીલ કરાય તે જોઈએ.
* તમને દુખ નથી પહોંચાડવા માગતી - તમારી કેટલીક બાબતો હોય જે તેને ન ગમતી હોય પણ તમને ખોટું કે ખરાબ લાગશે એટલે તે ન કહે તેવું બની શકે છે. પણ જો  સ્ત્રી ક્યારેય પુરુષને ન કહે તેનો અર્થ એ પણ થાય કે તમારા સંબંધોમાં સહજ મૈત્રી નથી. એ સંબંધોમાં તિરાડ પડવાની શક્યતા વધુ હોય છે. તમે સ્ત્રીને સલામતીનો અહેસાસ કરાવો. તેના ગમાઅણગમાને સમજો, સાંભળો. તેની લાગણીને સમજવાનો પ્રયત્ન કરો.
* પોતાની જાતને વધુ સારી દર્શાવવા માગે છે. મહત્ત્વાકાંક્ષી સ્ત્રીઓ જેમ કે ઈન્દ્રાણી મુખરજી તેમની દરેક વાત ગ્લોરિફાઈ કરીને કહેવાતી હોય છે. તેઓ હંમેશાં સારી દેખાવા માગતી હોય છે. પોતાની સત્તા સ્થાપવા માગતી હોય અને પૈસો તે જ એનો પરમેશ્ર્વર હોય. એ તમારા વિશે પણ ગ્લોરિફાઈ કરીને બીજાને કહેશે. તમને સારું લાગે તેવી જ વાત કરશે. ક્યારેય તે ટીકા નહીં કરે. તમને ગમતી વાતો જ કરશે. આ બાબતે ચેતવું અઘરું છે. ખોટું પણ એટલી સરસ અને સુંદર રીતે બોલાય કે તમને ખ્યાલ જ ન આવે. આ હથોટી સ્ત્રીઓમાં સહજ  હોય છે.

* તે એનો ભૂતકાળ છુપાવવા માગે છે- તે ક્યારેય પોતાના ભૂતકાળની વાત કરશે જ નહી. શક્ય છે તે નવેસરથી જીવન શ‚  કરવા માગતી હોય. અથવા ભૂતકાળના તેના અનુભવો સારા ન હોય. દુખદાયક હોય. જાતિય સતામણી કે મોલેસ્ટેશન છુપાવે કારણ કે તેને ડર હોય છે કે તમે એના વિશે ખોટું વિચારશો. તમને જો સમજાય કે તે ખોટું બોલે છે તો તેને સલામતીનો અહેસાસ કરાવો. નકારાત્મક વિધાનો ન કરો.

* તમે ચિંતા ન કરો એટલે તે કેટલીક બાબતો વિશે ખોટું બોલશે કે છુપાવશે. - જો તમે શંકાશીલ સ્વભાવના હશો તો ઓફિસના તેના પુરુષ સાથીદાર વિશે કશું જ નહીં કહે. કે પછી તેના મિત્રો વિશે પણ વાત નહીં કરે. તેનું એકલા બહાર જવું તમને પસંદ નહીં હોય તો તે જ્યારે બહાર જશે તો તમારી સામે ખોટું બોલશે. આમ જોઈએ તો આ બધી સામાન્ય બાબત છે. કોઈ છેતરપિંડીની વાત નથી હોતી પરંતુ, જેમ જેમ વિશ્ર્વાસ બેસતો જશે તેમ ખોટું બોલવાનું ઓછું થઈ જતું હોય છે.

*તમારા પર એને વિશ્ર્વાસ ન હોય.- તમારી સાથે  કોઈ ભૂતકાળની વાત શેઅર ન કરે. અથવા કોઈક સંબંધીને નુકસાન ન પહોંચાડવા માગતી હોય કે સંબંધો બચાવવા માટે ય  ખાનગી વાત તમારી સાથે ન કરવા માગતી હોય તે પણ શક્ય છે. પરંતુ, અગેઈન અહીં સંબંધોમાં વિશ્ર્વાસ પેદા કરવાનો હોય છે. તમને તમારી પત્ની પર વિશ્ર્વાસ હોવો જ‚રી છે. જો કે પિટર મુખરજીએ જે રીતે અંધ વિશ્ર્વાસ રાખ્યો હતો તેટલો અંધ વિશ્ર્વાસ રાખવાની જ ‚ર નથી.

* મેનિપ્યુલેટિવ - ગણતરીબાજ- જો કોઈ સ્ત્રી ફક્ત પોતાના જ સ્વાર્થ અંગે વિચારતી હોય દરેક નાની બાબતે પણ તે દલીલો જીતવા માટે ખોટું બોલતી હોય તો ખાસ ચેતવા જેવું છે. ગમે તે રીતે પોતે જ સાચી અને શ્રેષ્ઠ સાબિત કરવાની ઈચ્છા ધરાવતી હોય તો તેવી સ્ત્રીથી દૂર રહેવું સારું.કારણ કે ગણતરી કરીને ખોટું બોલનાર વ્યક્તિને પકડી પાડો તો તે બીજી રમત રમવાની શ‚ કરે છે.

કોઈના હિત માટે કે અહિત માટે ખોટું બોલવું  યોગ્ય તો નથી જ. પણ આજે સત્ય બોલવું જાણે શક્ય જ નથી એવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. સંબંધોનો પાયો વિશ્ર્વાસ પર જ ટકે છે અને વિશ્ર્વાસ સત્ય અને સમજદારીના મિશ્રણથી જ  શક્ય બને છે. અસત્યના પાયા પર સંબંધો ખોખલા સાબિત થાય છે. સંબંધ સાથે છેતરપિંડી કહેવાય. (આવતા અંકે વધુ વાત......)

You Might Also Like

0 comments