­
­

સપનું સાકારવાનો સંઘર્ષ (mumbai samachar)

૨૮ વરસનો યુવાન હર્ષ પંડ્યા ૬ સપ્ટેમ્બરે લડાખ વિસ્તારના ખારડુંગલા ૧૮૦૦૦ ફિટની ઊંચાઈએ સાઈકલ ચલાવીને પહોંચ્યો ત્યારે તેની આંખમાં આંસુ હતા. આમ જોઈએ તો અનેક લોકો ખારડુંગલા સાઈકલ ચલાવીને પહોંચ્યા છે. અને હાઈએસ્ટ ઊંચાઈ પર આવેલો આ મોટરેબલ રોડ પર પહોંચવું દરેક માટે સહેલું તો ન જ હોય. જે પણ પહોંચે ત્યાં એને આનંદ તો થાય જ તો પછી હર્ષમાં એવું શું સ્પેશિયલ...

Continue Reading

સપનાં જુઓ અને તેને પૂરાં કરવા મહેનત કરો (mumbai samachar)

‘મેં સપનાં જોવાની હિંમત કરી એટલું જ નહીં તે પૂરાં થાય તે માટે મહેનત પણ કરી. મારા સપનાને મેં ઉત્કટપણે ચાહ્યા છે. તે સાથે જ મારા બાળકો અને ઘરને પણ સાચવ્યા છે’ આ શબ્દો છે દીપા મલિકના જેમણે હાલમાં જ રિઓમાં પેરાલિમ્પિકમાં ગોળા ફેંકમાં રજત ચંદ્રક મેળવ્યો છે. ૪૫ વર્ષીય દીપાનું કમરની નીચેનું અંગ પેરેલાઈઝડ છે. બે બાળકોની માતા દીપા છેલ્લાં ૧૭ વરસમાં...

Continue Reading

પીડાને બનાવી દો પાવર (mumbai samachar)

સમાજની વાસ્તવિકતા દર્શાવતી ફિલ્મ પિન્કમાં આધુનિક યુવતીઓના સંદર્ભે સમાજની માનસિકતા દર્શાવવામાં આવી છે. ટૂંકા કપડાં પહેરતી કે સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવતી સ્ત્રીને પિતૃસત્તાક માનસિકતા ધરાવતા પુરુષો અવેઈલેબલ સમજતા હોય છે, પણ માસૂમ બાળકીઓ પર જ્યારે બળાત્કાર કરવામાં આવે છે તેને શું કહીશું? એ બાળકીઓનો તો કોઈ વાંક હોતો નથી! હૈદરાબાદમાં રહીને ૪૫ વર્ષીય સુુનિથા ક્રિષ્નન દેહ વ્યાપારમાં ફસાયેલી બાળકીઓ અને સ્ત્રીઓને બચાવીને ફરીથી નવજીવન...

Continue Reading

શું તમે પુરુષ છો?

ફક્ત ઈન્દ્રિય વ્યક્તિને પુરુષ નથી બનાવતી. વ્યક્તિની માનસિકતા તેને પુરુષ કે હવાન બનાવે છે. અમિતાભ બચ્ચને પોતાની પૌત્રી અને દોહિત્રીને લખેલો પત્ર દરેક સ્ત્રી માટે યોગ્ય છે પણ એ પત્ર દરેક પુરુષે પણ વાંચવા અને સમજવા જેવો છે. જોકે એ પત્ર તેમની હાલમાં જ રજુ થયેલી ફિલ્મ પિન્કના પ્રમોશનના એક ભાગ રૂપે જ હતો. ખેર, પ્રમોશન હોય તે છતાં વાતમાં સચ્ચાઈ છે. કોઈપણ...

Continue Reading

શબ્દોના અર્થ કરી શકે છે અનર્થ (mumbai samachar)

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી સમયે આપણે વિચારતા નથી કે જાણે અજાણે તે પિતૃસત્તાક માનસિકતા ભરી રહ્યો છે. મોટાભાગનાને એમાં વાંધો નથી હોતો કારણ કે એ વિશેની સભાનતા નથી હોતી. એનું કારણ છે કે આપણને સ્વતંત્ર વિચારધારા આપવામાં આવી નથી. આપણો ઉછેર જે ઘરમાં કે સમાજમાં થાય છે તે રીતની આપણી વિચારધારા સહજતાથી આપણા મનમાં ઘડાતી હોય છે. સોશિયલ મીડિયામાં ફરતાં જોકમાં સ્ત્રીને ઉતારી...

Continue Reading

દબંગ દંગલ (mumbai samachar)

                             ઉત્તર પ્રદેશમાં દંગલ શબ્દ ખૂબ પ્રખ્યાત છે. દંગલનો અર્થ થાય કુસ્તી. ઉત્તર પ્રદેશનાં ગામોમાં દંગલ લોકપ્રિય રમત છે. ઓલિમ્પિકમાં રમાય છે એવી ફ્રી સ્ટાઈલ કુસ્તી અહીં દંગલના નામે ઓળખાય છે. આસપાસનાં ચોવીસ ગામો ભેગા થઈને તેનું આયોજન કરતા હોવાથી તેને ચોબીસી પણ કહેવાય છે. આ દંગલોમાં જીતનારને ટ્રોફી ઉપરાંત...

Continue Reading

વાસ્તવિકતાને ફિલ્મમાં કંડારી શકાય?

                                          બારેક વરસનું બાળક સિરિયાની શેરીમાં રમી રહ્યું છે, આસપાસ બૉમ્બમારા અને રાઈફલ શૂટિંગથી ઘવાઈને ધ્વસ્ત થયેલા મકાનો શાંત છે. બાળકના હાથમાં એક ન ફૂટેલો બૉમ્બ આવી જાય છે. બોમ્બ વિશે અજાણ બાળક તેનાથી રમવા લાગે છે અને અનાયાસે બોમ્બની પીન ખુલી જતાં...

Continue Reading

ફરીને એ જ વાત પણ જરા જુદી રીતે વિચારીએ તો? (mumbai samachar)

સ્ત્રીઓના કપડાં વિશે થોડો સમય પહેલા વળી એક મંત્રીએ કોમેન્ટ કરી પણ આ વખતે જરા જુદી રીતે તેમણે કહ્યું કે વિદેશી સ્ત્રીઓએ ભારતમાં સ્કર્ટ પહેરીને ન ફરવું જોઈએ. તેને કારણે બળાત્કારના કિસ્સાઓ બને છે. તો બીજી તરફ તેનાથી તદ્દન વિપરીત વાત ફ્રાન્સમાં બુરકિની સામે વિરોધ હતો. જેમને ખબર ન હોય તેમની જાણ ખાતર બુરકિની એટલે ફક્ત ચહેરો દેખાય અને આખુંય શરીર ઢંકાય તેવો...

Continue Reading

કાશ્મીરનું આ ગામ આતંકવાદથી અભડાયું નથી (mumbai samachar)

જમ્મુથી ચાર કલાકના પ્રવાસ બાદ ચિનાબ નદીનો પુલ પાર કરી બ્રેસવાના ગામજવા માટે સાત કિલોમીટર ડુંગર પર ચાલીને કે ઘોડા પર ચઢ્યા બાદ એક માળનું લીલા રંગના છાપરાવાળું સ્કૂલનું મકાન દેખાય. નજીક પહોંચતા જ સુંદર કાશ્મીરી બાળકો રમતાં દેખાય. ત્યાં પહોંચો કે હાજી પબ્લિક સ્કૂલના જાજરમાન પ્રિન્સિપાલ તસનીમ હાજી અને તેમની દીકરી સબ્બાહ તમારું સુંદર હાસ્ય સાથે સ્વાગત કરે. ૩૪ વર્ષીય સબ્બાહ છેલ્લાં...

Continue Reading

ખોળાનો ખૂંદનાર કોણ દેશે ? રન્ના દે ....(mumbai samachar)

હાલમાં જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ કર્યો કે સરોગસીને નિયંત્રણ કરતો કાયદો રચો કારણ કે તે વ્યવસાય બની ગયો છે. સરોગસી એટલે જે દંપતીને બાળક ન થઈ શકતું હોય તે કૂખ ભાડે લે છે. એટલે કે બીજી મહિલા તેમને માટે ગર્ભ ધારણ કરે. કૂખ ભાડે આપનાર મહિલાના કોઈ ડીએનએ તે બાળકમાં ન હોય તે શક્ય છે. અનેક દેશોમાં સરોગસી બૅન છે તો...

Continue Reading