­
­

મૂછોની મરદાની વાતો (મુંબઈ સમાચાર)

મૂછ સાથેનો પુરુષ વારે વારે મૂછોને વળ દે ત્યારે એનો રૂઆબ જોવા જેવો હોય છે. મૂછોના ઈતિહાસ અને વર્તમાનની વાતો મૂછે વળ દઈને વાંચો.                             મૂછ પર લેખ લખવાનો વિચાર આવ્યો ઝિમ્બાબ્વેના પ્રમુખ મુગાબેના રાજીનામાના સમાચાર સાંભળીને ત્યાંની પ્રજા જે રીતે નાચી રહી હતી તે પરથી. મુગાબે અને હિટલરમાં એક સામ્ય હતું તેમની મૂંછો. વળી નવેમ્બર મહિનામાં અમેરિકામાં મૂછ રાખવાની સ્પર્ધા ય થાય...

Continue Reading

સૌંદર્ય, શરીર અને સન્માન (mumbai samachar)

 સમાજનું ગૌરવ સ્ત્રીના શરીરમાં જ હોય તો બળાત્કાર અને દહેજ માટેના અત્યાચારો બંધ કેમ નથી થતા ? ફિલ્મ પદ્માવતીનો વિવાદ જાણીતો છે. પદ્મિનીના ભાગ્યમાં જ વિવાદિત બની રહેવાનું લખાયું છે કદાચ. કેટલાય લોકોને ખબર નથી કે પદ્માવતી એક વાર્તા જ છે. તેના કોઈ ઐતિહાસિક પુરાવાઓ મળતાં નથી. પદ્માવતી હોય કે ભંવરીદેવી હોય બન્ને સ્ત્રી જ છે. કોઈ સ્ત્રીએ કઈ જાતિમાં જન્મવું તેની ચોઈસ...

Continue Reading

પોર્નોગ્રાફીનું પાગલપન (mumbais samacahar)

આમ તો બનારસ હિન્દુ યુનિવર્સિટી ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે, માલવિયાજી અને ગાંધીજીના કેટલાય અવિસ્મરણીય પ્રવચનો અહીં થયાં છે. કેટલાય વિદ્વાનો આ યુનિવર્સિટીએ આપ્યા છે. પણ છેલ્લા કેટલાક મહિનાથી તે જાતીય સતામણીના વિવાદોને લીધે ચર્ચામાં હતી. ખેર, પણ ગયા અઠવાડિયે જે સમાચાર આવ્યા તે વાંચીને વળી ચર્ચાનો વિષય બની છે. યુનિવર્સિટીના ન્યુરોલોજીના પ્રોફેસર ડૉ. વિજયનાથ મિશ્રાએ બેંગલુરુમાં કોઈ આઈટી પ્રોફેશનલ પાસે છ મહિના પહેલાં...

Continue Reading

ન્યાય કોઈએ જોયો છે? (mumbai samachar)

અનીતા હીલનું નામ કોઈને યાદ નથી. આજે ૬૧ વરસની અનીતાને સૌથી વધુ આનંદ થાય છે કે આખીય દુનિયામાંથી એકી સાથે લાખો સ્ત્રીઓ પોતાની સાથે થયેલી જાતીય સતામણી વિશે બોલી રહી છે. ૨૬ વરસ પહેલાં અનીતાએ એકલપંડે જાતીય સતામણીની લડત લડી હતી. તેણે અમેરિકાના સુપ્રીમ કોર્ટના વડાં ન્યાયાધીશ કે જેનું નામ ત્યારના અમેરિકન પ્રમુખ જ્યોર્જ બુશે સૂચવ્યું હતું તેની સામે જાતીય સતામણીની ફરિયાદ કરવાની...

Continue Reading

પાણીનું સંગીત, હવાની સુગંધ અને પ્રકૃતિનું નર્તન (saanj samachar)

 બાળક હજી બોલતાં શીખે તે પહેલાં તેને મોબાઈલ પર વાત કરતાં શીખવાડાય છે. તમારામાંથી કેટલાયે બદલાતી હવાની સુગંધથી શિયાળાને પારખ્યો હશે. સવારની હવાની સુગંધ અને રાતની હવાની સુગંધ જુદી હોય છે. તેમાંય શિયાળા, ઉનાળા અને ચોમાસાની ગંધ પણ જુદી હોય છે. ખળખળ વહેતું ઝરણું કે દરિયાના મોજાંનું સંગીત સુમધુર સુરાવલીઓ છેડતું હોય છે. વરસાદના પડતાં પાણીના અવાજમાં પણ ચિત્તને શાંત કરી દેતું સંગીત...

Continue Reading

અણગમતા સ્પર્શનું બોડી પોલિટિક્સ (મુંબઈ સમાચાર)

ભારતમાં રહેનાર ભાગ્યે જ કોઈ એવી સ્ત્રી હશે જેને જાતીય સતામણીનો અનુભવ ન કર્યો હોય. પણ કેટલીક સ્ત્રીઓ બોલી શકે છે. સ્ત્રીના શરીરને અપમાનિત કરવાની કથા આપણે ત્યાં વારંવાર કહેવાઈ છે. દ્રૌપદીને વ્યક્તિ તરીકે નહીં પણ સ્ત્રીના શરીર તરીકે સભામાં ઘસડી લાવવામાં આવી. તેનું ચીર હરણ કરવામાં આવ્યું, પણ કહેવાતા માંધાતાઓ ચૂપ બેસી રહ્યા. સ્ત્રીનું શરીર નગ્ન કરીને અપમાનિત કરી શકાય એવી માનસિકતા...

Continue Reading

રાજા, રાજકારણ અને ચાણક્યનીતી (saanj samachar)

  મુત્સદ્દીપણું જ રાજકારણમાં વ્યક્તિને રાજાનો તાજ પહેરાવે અને ઉતરાવે. ફક્ત ત્રણ વરસના સમયના પ્રવાહ બાદ રાજકીય ક્ષેત્રે અનેક પ્રવાહો બદલાયા છે. બે વરસ પહેલાં અરવિંદ કેજરીવાલ ચર્ચામાં હતા. બે વરસ પહેલાં તેઓ રણમેદાન છોડનાર, ચિટર કહીને લોકો તેમને ધિક્કારતા હતા. તો  એ જ દિલ્હીવાળાઓએ 2015માં  તેમને સર્વાનુમતે ચૂંટીને ફરી રાજા ઘોષિત કર્યા છે. બિહારમાં લાલુ સાથે ગઠબંધન નિતિશકુમારે ભાજપને હરાવ્યું હતું તો આ...

Continue Reading

અઢારમી સદીનો પુરુષ અને આજનો પુરુષ (mumbai samachar)

અઢારમી સદીમાં લગભગ ૧૮૬૦ની આસપાસ કોલકાત્તાના ઠાકુરબારીની જોરાસાંકોની હવેલીમાં ઈતિહાસ રચાવા જઈ રહ્યો હતો. જ્યાં સૂરજ કે હવાની લહેરખીઓ પણ ઘરના મોભી પુરુષોને પૂછ્યા વિના આવન જાવન કરી ન શકે. ત્યાંથી એક શ્યામ પાતળી યુવતી ચાલીને વરંડાઓ પાર કરતી બહાર પોર્ચમાં ઊભી રાખેલી ઘોડાગાડીમાં પતિની બાજુમાં બેસે છે. આખા ઘરની સ્ત્રીઓ પરદાની આડશે સ્ત્રીને અચરજભરી જતી જોઈ રહે છે. બહારની ઓફિસના માણસો પણ...

Continue Reading

સિક્રેટ સુપરસ્ટાર (mumbai samachar)

ફિલ્મ પ્રેરિત આ ટાઈટલ ખરું પણ અહીં  ખરા સિક્રેટ સુપરસ્ટાર્સની વાત કરવી છે. જેઓ ગ્લેમરની દુનિયાથી જોજનો દૂર છે.  અખબારમાં બળાત્કાર, અકસ્માત, રાજકારણનો કાદવ ઉછાળ અને ગ્લેમર્સ સ્ત્રીઓના ફોટાઓ વચ્ચે ગયા અઠવાડિયે જે સમાચાર વાંચ્યા તો થયું કે આ જ તો છે જીવનના ખરાં સિક્રેટ સુપરસ્ટાર. વરસેક પહેલાં જ્યારે મહારાષ્ટ્રમાં દુકાળગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા હતા ત્યારે એક સવાલ થયો હતો કે...

Continue Reading