ક્ષમા અને સ્વીકાર સિક્કાની બે બાજુ

09:35









 જૈન ધર્મની સંવત્સરી અને વિઘ્નહર્તાનું પર્વ બન્ને એક સાથે આવતું હોય છે. દરેક પર્વ આપણી આંતરિક ચેતનાને સક્ષમ બનાવવાનું પર્વ હોય છે. 






લેખની શરૂઆત પહેલાં સૌ વાચકોને મિછ્છામી  દુક્કડમ. લેખ દ્વારા મારો કોઈ ઈરાદો કોઈની પણ લાગણીને ઠેસ પહોંચાડવાનો નથી હોતો. તે છતાં જાણે અજાણે કોઈની લાગણી દુભાઈ હોય તો હું હૃદયપૂર્વક સૌની માફી માગું છું.  જૈન ધર્મની અદભૂત વાત છે ક્ષમાપના પર્વની. દ્વારા આપણને આપણી જાતને તપાસીને હૃદયપૂર્વક માફી માગવાનો મોકો મળે છે. ફક્ત કહેવા ખાતર શબ્દો બોલવાનો કોઈ અર્થ નથી હોતો તેથી પહેલાં પર્યુષણમાં તપ કરવામાં આવે છે. અંદર બહારથી આપણે તપ દ્વારા નિર્મળ થઈએ ત્યારબાદ જ્ઞાન થતું હોય છે. જ્ઞાન આપણને વિનમ્ર બનાવે છે.  નમ્રતા આવતા આપણામાં વિવેકબુદ્ધિનો ઉદય થાય છે. ત્યારે સમજાય છે કે આપણે અનેકવાર ખોટી રીતે વર્ત્યા છીએ. અનેકવાર આસપાસના સ્વજનો, સંબંધીઓને જાણેઅજાણે દુખ પહોંચાડ્યું છે તે બદલ આપણે માફી માગીએ છીએ નમ્રતાપૂર્વક અને વળી હળવા થઈએ છીએ મનના ભારમાંથી. 
ફક્ત રસમ નિભાવવા માટે વોટ્સ એપ્પ પર સંદેશો મોકલીને માફી માગવાથી  હળવા થવાની અનુભૂતિ નહીં આવે. કોઈ રૂટિન કામ નથી. તમે જ્યારે કોઈની હૃદયપૂર્વક માફી માગો છો ત્યારે તાણમાંથી મુક્ત થાઓ છો. જો સમજ આવી જાય પછી દર વરસે માફી માગવાની જરૂર પડે ખરી? પડે કારણ કે આપણે બદલાતા નથી કે પછી સૂક્ષ્મ હિંસાઓ સતત જીવાતા જીવનમાં આપણે કરતાં રહીએ છીએ. દર વરસે તેમાંથી ધીમે ધીમે બહાર આવીને આપણો  આંતરિક વિકાસ થાય એવી ભાવના હોય છે. બનતું નથી એટલે જીવનમાં તણાવ અને સતત અજંપો રહ્યા કરે. એમાંથી બહાર નીકળવાનો એક ઉપાય છે કે શ્રદ્ધાપૂર્વક માનવું કે જીવનમાં જે કંઈ પણ બને છે તે યોગ્ય છે કે પછી તેની પાછળ કોઈ કારણ હોય છે. 
પશ્ચિમના જાણીતા સાયકોલોજીસ્ટ ડૉ રાલ્ફ લેવિસ જણાવે છે કે તમે જ્યારે માનો છો કે જે કંઈ પણ તમારા જીવનમાં બને છે તેની પાછળ કોઈને કોઈ કારણ હોય છે ત્યારે તેના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે. રાલ્ફના કહેવા મુજબ તમારા જીવનમાં કોઈ પ્રસંગ બને કે જે તમારા માટે સ્વીકારવી સહેલી નથી હોતી. તમને કોઈ વ્યક્તિ તેને માટે જવાબદાર લાગે કે પછી કોઈ વ્યક્તિ તમારા જીવનમાંથી ચાલી જાય ત્યારે ગુસ્સો આવે કે દુખ લાગે અને જે વિચારો આવે તે હિંસક હોઈ શકે છે. પણ જો તેને સમતાપૂર્વક સ્વીકારી લેવામાં આવે તો મનમાં પણ હિંસા જન્મતી નથી. 
બાબત જેટલી સરળતાથી કહેવાય છે એટલી જીવનમાં ઉતારવી સહેલી નથી હોતી એટલે તપનું, ભક્તિનું મહાત્મ્ય આપણા ધર્મોમાં છે. સાયકોલોજી થેરેપિસ્ટ માઈકલ સ્ક્રેઈનર કહે છે કે ધાર્મિક વિધિ વિધાનમાં માનીને કે પછી સમજણથી પણ જીવનમાં બનતી ઘટનાઓનો સ્વીકાર થાય છે ત્યારે આપણે તેની જવાબદારી સ્વીકારીએ છીએ એટલે માફી પણ માગી શકીએ છીએ. તમે જ્યારે સ્વીકાર કરો છો ત્યારે ક્ષમા માગો છો કે ક્ષમા આપો છો એવું કર્યા બાદ જીવનની દરેક પરિસ્થિતિનો સામનો કરી શકવા સક્ષમ બનો છો. ગણેશજીનું માથું તેમના પિતા મહાદેવ દ્વારા ભૂલથી વિચ્છેદ કર્યા બાદ તેની જગ્યાએ હાથીનું માથું બેસાડ્યા બાદ પાર્વતીએ કે ગણેશજીએ તેનો સ્વીકાર કર્યો હોત અને સતત મહાદેવજીને અને જાતને કોસવાનું ચાલુ રાખ્યું હોત તો આજે આપણે ગણેશ ઉત્સવ ઉજવતાં હોત. સ્વીકાર અને ક્ષમા બન્ને સિક્કાની બે બાજુ છે. તમે જો પરિસ્થિતિનો સ્વીકાર કરો તો ક્ષમા આપી શકો કે ક્ષમા માગી શકો. 
પણ થાય છે શું કે આપણે માફી માગીએ છીએ કે માફી આપી દીધી એવું કહીએ છીએ ખરાં પણ હકિકતમાં તેને હૃદયપૂર્વક સ્વીકારતા નથી. એટલે સતત ઘર્ષણ ચાલ્યા કરે છે મનમાં અને જીવનમાં. ઘર્ષણમાંથી ઉત્પન્ન થાય છે હિંસા જે સતત તમને  પીડ્યા કરે છે, ત્યારબાદ તમે બીજાને પીડો છો. ભક્તિ અને તપ આપણામાં શ્રદ્ધા જન્માવે છે કે જે કંઈ પણ બને છે જીવનમાં તે કોઈ જગત નિયંતાનું આયોજન છે. તમે કોઈ મોટા પ્લાન- આયોજનના એક ભાગ છો. આખા વિશ્વ સાથે આપણી ચેતના સંકળાયેલી છે. ભગવાનમાં માનો કે માનો. જૈન ધર્મ હોય કે મુસ્લિમ ધર્મ હોય કે હિન્દુ ધર્મમાં તમે માનો પણ દરેક વ્યક્તિ આખીય સૃષ્ટિ સાથે સંકળાયેલી છે. વરસાદ પડે કે તડકો નીકળે કે હવા ચાલે તે કોઈ એક ધર્મ માટે કે કોઈ ખાસ વ્યક્તિ સમૂહ માટે નથી હોતું. તે દરેક વ્યક્તિ માટે એક સરખું હોય છે. હવા, ઉજાસ, પાણી કુદરત દ્વારા મફતમાં પૃથ્વી પર રહેતાં દરેક વ્યક્તિ માટે હોય છે. વાડાબંધી અને જૂથ બંધી આપણે માણસોએ પેદા કરી છે. વરસાદ વધુ પડે તો દરેકને અસર થાય છે. દુકાળ આવે તો અનાજ પેદા થાય તો પણ દરેકને અસર થાય છે. પ્રદુષણ જે આપણે પેદા કરીએ છીેએ તેની અસર પણ દરેકને થાય છે. આપણે એમ કહી શકીએ કે જગત સાથે મારે કશી લેવા દેવા નથી. આખા વિશ્વ સાથે આપણું અસ્તિત્વ એક યા બીજી રીતે સંકળાયેલું છે. આપણે મેરેથોનમાં દોડવા જઈએ છીએ ત્યારે રેકોર્ડ ભલે વ્યક્તિગત હોય પણ જો સમૂહ સાથે દોડ્યા હોઈએ તો કોઈ રેકોર્ડ બનતો નથી. આપણે સમૂહના માણસ છીએ એટલે સમાજ વ્યવસ્થામાં જીવીએ છીએ. તે છતાં આપણે અંગત રીતે આપણી જાતને બદલી શકીએ. 
સુખી થવું કે સફળ થવું કે દુખી થવું દરેક બાબત અન્ય વ્યક્તિઓ સાથે સંકળાયેલું છે. તમે એકલા સુખી કે સફળ થઈ શકતા નથી. જો કે સફળતા અને સુખ સાપેક્ષ છે. તેનો અર્થ દરેક વ્યક્તિએ જુદો હોય છે. તેમાં હંમેશા સરખામણી હોય છે. એટલે ઘર્ષણ, દુખ અને હિંસા પેદા થાય છે. ગણેશજીની સ્થાપના ફક્ત ભક્તિ માટે આજે કેટલા લોકો કરતા હશે? કંઈકને કંઈક જોઈએ છીએ તેમની પાસેથી. માનતાના ગણપતિને સૌથી વધારે ધન ચઢાવાય છે. અને તેમના દર્શન માટે લાંબી લાઈનો લાગતી હોય છે. શું આપણા ઘરમાં બિરાજેલા ગણપતિ અને બીજા ગણપતિ જુદાં હોય શકે? ખેર, પણ વાત એક છે કે જીવનમાં સ્વીકાર આવે તો દરેક બાબતને આપણે જુદી રીતે જોઈ શકીએ છીએ. તપ અને ભક્તિ આપણને આપણી અંદર જોવાનો મોકો આપે છે. 
ડૉ એન્ના યુસિમ કહે છે કે જ્યારે આપણે બાહ્ય સંજોગો આપણને નવી ઊંચાઈએ લઈ જવા આવતા હોય છે. તેને આંતરિક ચેતના દ્વારા મુલવીએ તો દરેક સારીનરસી પરિસ્થિતિમાં આપણો પ્રતિભાવ બદલાય છે. તમે સ્વસ્થ ચિત્તે જ્યારે દરેક પરિસ્થિતિમાં વર્તો છો તો તમને તમારું સબળ પાસું જોવા મળે છે. બળ તમને તપ અને શ્રદ્ધા દ્વારા સહજતાથી પ્રાપ્ત થઈ શકે એવું આપણને ધર્મ દ્વારા આપણા સુધી પહોંચે છે. આપણે આપણી આંતરિક ચેતનાને તપ દ્વારા સબળ બનાવીએ અને શ્રદ્ધા દ્વારા તેને પોષીએ તો જીવનની ક્ષુલ્લક તકલીફો આપણને નડશે નહીં અને મોટા પરિબળો આપણને તોડી શકશે નહીં. ક્ષમા અને સ્વીકાર દ્વારા આપણે આપણને પૂર્વગ્રહોમાંથી મુક્ત કરીએ છીએ. 





You Might Also Like

0 comments