­
­

બળાત્કારનો પણ બળાત્કાર 25-12-12

દિલ્હી પોલીસમાં કામ કરતા મોટાભાગના પોલીસો માને છે કે 70 ટકા બળાત્કારના કેસ સાચા હોતા નથી. સ્ત્રીઓ સહમતિથી સંભોગ કરીને પછી પસ્તાયા બાદ બળાત્કારની બૂમ પાડે છે. તો કેટલાક માને છે કે આજની મહિલાઓ ઉત્તેજક કપડાં પહેરે છે, દારુ પીવે છે, મોડી રાત સુધી બહાર ફરે છે એટલે તેમના પર બળાત્કાર થાય છે. આ આઘાતજનક હકિકત સાત મહિના પહેલા તહેલકા મેગેઝિને  કરેલા સ્ટિંગ...

Continue Reading

લુઝર ડાયરી - 4 12-12-12

ઉપપપસ... ગયું આખું અઠવાડિયું ચાલવા નથી જવાયું. છેલ્લા બે દિવસથી તો લુઝર ડાયરીમાં શું લખું તે વિચારતા થયું કે લખવાનું પણ માંડી વાળવું જોઇએ. પણ ના... વાદા કિયા તો નિભાના પડેગા... પણ તો પછી મારી જાત સાથેના વાયદામાં કેમ હારી જાઉં છું ? સારું છે અહીં માત્ર તમે મને વાંચી શકો છો. જોઇ શકતા હોત તો થાત કે અઠવાડિયામાં કેમ આટલો ફરક ......

Continue Reading

હું વ્યક્તિ છું સ્ત્રી જાતિ પછી--- રીટા બેનર્જી

“નારીવાદ સાથે મારી પ્રથમ ઓળખ 11 વરસની વયે થઈ. તે સમયે વર્ગમાં મને ગણિતમાં સૌથી વધુ માર્ક મળ્યા હતા. અમારા શિક્ષક જે પુરુષ હતા તેમણે છોકરાઓની સામે જોઇને કહ્યું કે તમને શરમ આવવી જોઇએ કે એક છોકરીએ તમને ગણિતમાં પાછળ રાખી દીધા.”  આજની નારીએ રીટા બેનર્જીને જાણવી જરુરી છે કારણ કે તેણે જેન્ડર - જાતિ સંબંધિત સંશોધનાત્મક કામ કર્યું છે. એક્ટિવિસ્ટ , લેખિકા,...

Continue Reading

બહાર નહીં અંદર શોધ કરો..5-12-12

શિક્ષણ વ્યવસ્થાને નામે આપણે રોજ બૂમો પાડીએ છીએ અને સાંભળીએ છીએ... પણ તેને માટે આપણે  શું કરીએ છીએ ? કશું જ નહીં. એ જ સિસ્ટમમાં આપણે તણાઈએ છીએ... જીવીએ છીએ..આપણામાં કોઇ પરિવર્તન આવતું નથી. પણ બંકર રોય નામની વ્યક્તિ કંઇક જુદી જ માટીમાંથી ઘડાઈ છે. તેમણે રાજસ્થાનમાં બેરફુટ કોલેજની સ્થાપના કરી જ્યાં ડિગ્રી ધારક શિક્ષકો નથી ભણાવતા. અને અહીં ભણનારને ડિગ્રીના કોઇ સર્ટિફિકેટ...

Continue Reading

લુઝર ડાયરી 3 5-12-12

ત્રણ મહિના સુધી ચાલવાની શિસ્ત અને એક્યુપંકચર તથા ભોજનની શિસ્ત પણ જળવાઈ... બે ,ત્રણ ,ચાર ,પાંચ ,છ,સાત, આઠ કિલો વજન ઓછું થતાં તન,મનમાં ધાર્યું હતો તેવો સ્ફુર્તિનો સંચાર જણાયો. ડાયાબિટિશ પણ કન્ટ્રોલમાં રહેવા લાગ્યો... પણ આ મન ક્યાં સુધી કન્ટ્રોલમાં રહેશે તેનો ભય રહેતો... સૌ પ્રથમ તો કબાટમાં કપડાં વધવા લાગ્યા...ખરીદાઇને નહીં પણ જુના જે કપડાં બે વરસથી હું તેમને ધારણ કરી શકું...

Continue Reading

માનવ થાઉં તો ઘણું..... 27-11-12

બસ એટલી  સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે- મરીઝ મરીઝનો આ શેર વાંચીને કે સાંભળીને દાદ દેવાનું મન જરુર થાય પરંતુ એ રીતે જીવવાનું શું શક્ય છે ખરું ? દુનિયામાં અબજો વ્યક્તિઓ છે અને તેમાંથી કેટલીક વ્યક્તિઓ પોતાનું જીવન જુદી રીતે જીવવાનો પ્રયત્ન કરે છે. આવી વ્યક્તિઓ આપણા જેવી સામાન્ય વ્યક્તિઓ જ હોય છે પણ તેઓ જીવનને...

Continue Reading

લુઝર ડાયરી -2

ડાયરીનું એક પ્રકરણ લખાયા બાદ મને અનેક જણાએ કહ્યું કે નકારાત્મક વિચારવાની આદત સારી નહીં. ફેસબુક ઉપર પણ મને મિત્રોએ સલાહ આપી યાત્રા મહત્ત્વની છે પડાવ નહીં. છેલ્લા બે વરસથી હું મારી જાત સામે હારી ગઇ હતી. બહારથી ગમે તેટલી ઉત્સાહીત રહેતી પણ શરીરથી હારી જતી હતી. બીજા કોઇને બતાવવા માટે નહીં કે લોકોની ચિંતાને કારણે પણ આવું નહોતી અનુભવતી. આપણને સૌદર્ય જોવું...

Continue Reading

મારો પ્રથમ હાસ્ય લેખ -પત્નિને પગાર મળશે

(ઉત્સવ 2012 દિવાળી અંક દિવ્ય ભાસ્કરમાં પ્રસિધ્ધ) રોજ સવારમાં છાપા આવે કે અમે પતિપત્ની અમને ગમતા સમાચારો વાંચવામાં ચા પીતા પીતા પરોવાઈ જઇએ. ક્યારેક આવે પત્ની પિડીત પતિઓની સંસ્થા વિશે તો પતિદેવ તરત જ એ સમાચાર મોટેથી વાંચે અને ટિપ્પણી કરે કે મારે ય આમાં સભ્ય થઈ જવું છે. આ સંસ્થાનો ફોન નંબર પછી ગોતી દેજે ને.... વાત સાંભળતા જ અમારું ડિફેન્સ મિકેનિઝમ...

Continue Reading

ઉદાસીમાં પરોવાયેલી યાદ....26-11-2008

26-11નો બોમ્બ બ્લાસ્ટની તસવીરો વારંવાર જોયા બાદ અને તે સમયે એ પરિસ્થિતિનું રિપોર્ટિગ કર્યા બાદ ફરીથી લખવાનું મન નહોતું થતું. પણ આજે યાદ આવે છે એ માહોલ, ભય અને પોતાની ગોળીઓના અવાજ,ગોળીના નિશાન... 26-11ના રાતના લોકોના એસએમએસ અને ફોનથી મુંબઇ એટેકના સમાચાર મળતા ટીવી ઓન કરી લાઇવ રિપોર્ટિંગ જોયું. હેમંત કરકરેના મૃત્યુની ઘટના અને કસાબને પકડવાની ઘટના ઊચ્ચક જીવે જોયા કર્યું. બીજા દિવસે...

Continue Reading

લુઝર ડાયરી - 1

વજનના કાંટા પર ચઢીને પ્રાર્થના કરવાનું મન થાય કે વધારે આગળ ન જાય.... પણ પ્રાર્થના કરવા માત્રથી દરેક બાબતનો ઉકેલ નથી આવતો. જ્યારે જ્યારે મને કોઇ કહે કે વજન વધારે તો નથી વધી ગયું ને ? ત્યારે થોડા દુખ સાથે કહેવાતું ના રે ના... ઊલ્ટાનું ઓછું થયું છે. પણ ખબર તો હોય જ કે આ બાબત સાચી નથી. જ્યારે આયનામાં જોઉં ત્યારે મને...

Continue Reading

નવી શરુઆત કરીએ....

આજે નવું વરસ દરેક વાચકમિત્રોને મારા સાલમુબારક...અને નવા વરસની શુભેચ્છાઓ...  આમ જોઈએ તો દરેક શ્વાસ આપણામાં નવો પ્રાણ પુરતો હોય છે. દરેક પળ નવી હોય છે પરંતુ, જીવનની ભાગદોડમાં દરેક નવો ઊગતો દિવસ આપણા માટે નવી શરુઆત લઈને નથી આવતો. ક્યારેક એક પળ જીવનમાં એવી આવે છે કે જીવન નવેસરથી શરુ થતું હોય તેવું લાગે છે. તોવળી  કેટલાક વ્યક્તિત્વો એવા હોય છે કે...

Continue Reading

પ્રેમ પર્યાવરણ માટે....

મનુષ્યનું ચિત્ત અથવા વિચાર જેવા બને છે  તેવા જ તેના પ્રાણ અથવા જીવન બને છે. ઋષિ પિપ્પલાદે પ્રશ્નોપનિષદ. આ વાક્ય હજારો વરસો પછી પણ આજે પણ એટલું જ અસરકારક જણાય છે. આજે કુદરતી જીવન જીવવાની વાત દૂર રહી આસપાસમાં કોઇ ઝાડ કપાય તો પણ આપણું રુંવાડું નથી ફરકતું. ત્યારે મુંબઈમાં જન્મેલો અને ઉછરેલો છોકરો બિક્રેશ સિંઘ મોટો થઇને ગ્રીન પીસ સંસ્થા સાથે જોડાય...

Continue Reading

થઈ શકે એટલું તો કરીએ...31-10-12

આપણે જે પરિસ્થિતિમાં જીવીએ છીએ તે જ સત્ય અને તે સિવાયની દુનિયા પ્રત્યે આપણે આંખઆડા કાન કરીએ તે યોગ્ય નથી. શાહમૃગની જેમ રેતીમાં માથું નાખી દેવાથી પરિસ્થિતિ બદલાતી નથી હોતી. આસપાસ જે ચાલે છે તેની સીધી કે આડકતરી અસરો આપણા સુધી વહેલા મોડા પહોંચતી જ હોય છે. આજે એ દુનિયાની વાત કરવાની છે જ્યાં બાળકોના હાથમાં પેન કે પેઇન્ટિંગ બ્રશની જગ્યાએ બંદુક કે...

Continue Reading

ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. 23-10-12

આજે દશેરા છે અભયનો ભય પર, સત્યનો અસત્ય પર અને અહિંસાનો હિંસા પર વિજયનો દિવસ છે. ત્યારે આપણે અહીં આંતકના રાક્ષશની સામે પોતાના સ્વાતંત્ર્ય અધિકાર માટે હિંમતપૂર્વક લડતી નાનકડી છોકરીની વાત કરવાની છે. જે તાલિબાનોના આતંકથી આખીય દુનિયા ડરતી હોય તેમને એક પંદર વરસની છોકરીનો ભય લાગે અને તેને મારી નાખવાની પેરવી કરે તે કેવું કહેવાય. પાકિસ્તાનની સ્વાત વેલીના મિંગોરા ગામમાં રહેતી ચૌદ...

Continue Reading

શાંતિની શોધમાં પદયાત્રા 17-10-12

ઉપભોક્તાવાદ અને સતત કશુંક પામવા માટે દોડતા આજના માનવીને જ્યારે ઠોકર વાગે છે ત્યારે ક્યાં તો તે જીવન ટુંકાવી દેવાના રસ્તા શોધે છે. અથવા તો તે જીવનના ખરા અર્થની શોધ શરુ કરી દે છે. આવો જ એક કિસ્સો છે કેનેડાના મોન્ટ્રિયલ શહેરના રહેવાશી જીન બેલીવ્યુનો. બાર વરસ પહેલાં એટલે કે 2000ની સાલમાં જીનના જીવનમાં ઉલ્કાપાત સર્જાયો જ્યારે તેનો નાનકડો નિયોન સાઈનનો વ્યવસાય પડી...

Continue Reading

બીજાને માટે જીવવામાં સાર્થકતા 10-10-12

રસ્તા પરથી પસાર થતાં આપણે અનેક ગરીબ કે ભિખારીઓને જોઇએ છીએ. ક્યારેક કોઇને તકલીફમાં પણ જોતા હોઇશું પરંતુ, તેમને આપણે નજર અંદાજ કરીને ચાલવા માંડીએ છીએ. કારણ કે આપણી પાસે કરવાના અનેક કામ હોય છે. નોકરી ,ધંધો હોય છે. આપણું સુંદર જીવન હોય છે તેમાં બીજાના દુખદર્દને જોવાની કે જાણવાની જરુર કે ફુરસદ આપણી પાસે નથી હોતા. આપણે કંઇ મધર ટેરેસા થોડા જ...

Continue Reading

ઇંગ્લીશ વિંગ્લીશ ફિલ્મ ભારતીય નારીની કથા ...

          થેક્યુ બલ્કી અને ગૌરી શિંદે... ભારતીય નારીની વ્યથા અને કથા પર અદભૂત ફિલ્મ બનાવવા માટે. આ ફિલ્મનો પ્રોમો જોઇએ તો લાગે કે ઊચ્ચ મધ્યમવર્ગિય ઘરની ગૃહિણી જે અંગ્રેજી માધ્યમમાં ભણી નથી તે મોટી ઊંમરે અંગ્રેજી શીખવાના વર્ગમાં જાય છે તેની કથા છે. પણ આખી ફિલ્મ જોયા પછી સમજાય કે આ અંગ્રેજી ભાષા અને અમેરિકાનો ઉપયોગ અહીં લેખક ડાયરેકટરે મુક્તિના...

Continue Reading

મારા બાપુજી મહાત્મા ગાંધી – તારાબહેન જસાણી

જુહુ સ્કિમના બેઠા ઘાટના એક મકાનમાં  તારાબહેન જસાણીએ થોડો સમય પહેલાં પોતાની ચાર દિકરીઓ સાથે 100 વરસની ઉજવણી કરી. બેઠી દડી, ગૌર વર્ણ ધરાવતા તારાબહેન પોતાના જમાના કરતા ઘણા આગળ હતા તેનો યશ તેઓ ગાંઘીજીને તથા પોતાના પિતાજી જેમનું નામ પણ મોહનભાઈ હતું તેમને આપે છે. હવે તેમનાથી ઉંમરને કારણે વધુ શ્રમ નથી લેવાતો પરંતુ, આજે પણ તેમણે વાંચનની આદત છોડી નથી.  કોઈ...

Continue Reading

તમારા વિચારો બદલો શાંતિ પ્રાપ્ત કરો. 26-9-12

હાવર્ડ મેડિકલ સ્કુલમાં મગજની રચના અને તેની કાર્ય પધ્ધતિ પર સંશોધન કરનાર ડૉ જીલ બોલ્ટે ટેલરને કલ્પના પણ નહોતી કે તેઓ મગજની રચનાને ફક્ત બહારથી જ નહીં પણ અંદરથી પણ સમજી શકશે. અનુભવી શકશે.વર્કોહોલિક , મગજના એક્સપર્ટ ડૉ જીલ બોલ્ટ ટેલરે એક સવારે પોતાના મગજને પોતાની વિરુધ્ધ વર્તતું જોયું ત્યારે એક એવા વિશ્વનો પરિચય થયો. જીલ ટેલર એ બાબતે પોતાને ભાગ્યશાળી માને છે...

Continue Reading