­
­

કહું છું સાંભળો છો...? 30-9-14

આ વાંચતા અને નહીં વાંચનાર દરેક પરણેલા પુરુષે કહું છું સાંભળો છો... ? સાદ સાંભળ્યો જ હશે. મોટાભાગે તો આવું સાંભળતાની સાથે જ દરેક પુરુષ મનમાં જ બોલી લે નથી સાંભળતો... કારણ કે મોટેથી બોલવાથી આવનારા પરિણામની તેમને ખબર હોય છે. જો કે સાંભળીને ય પરિણામ સારું જ હોય તે શક્યતા ઓછી છે. કારણ કે સાંભળો છો એ પ્રશ્ન ધ્યાન ખેંચવા માટે જ...

Continue Reading

ટેકનોલોજી દ્વારા જીવનનો ઉઘાડ 24-9-14

શિક્ષણ કેવું હોવું જોઇએ? તેમાંય ખાસ કરીને ટેકનોલોજીનું શિક્ષણ જે બહુજન સમાજને ઉપયોગી થવા માટે હોવું જોઇએ. પણ આસપાસ આઈઆઈટી કે ટેકનોલોજીનું શિક્ષણ લેતાં મોટાભાગના લોકો પૈસા કમાવાના સાધન તરીકે જ જોતાં હોય છે. જે ટેકનોલોજી ક્ષેત્રે પણ કારકૂન જેવા બનીને રહી જાય છે. એટલું જરૂર કે તેમનો પગાર વધુ હોય છે. પણ એવા ય કેટલાક હોય છે જે ટેકનોલોજીને સંશોધન અને સમાજોપયોગી...

Continue Reading

ઘરેલું હિંસાનો શિકાર પુરુષ પણ બની શકે

નટુભાઈને કિરીટભાઈના રૂમમાંથી જોર જોરથી અવાજ આવી રહ્યા હતા. લે લેતી જા, લેતી જા... અવાજ ન કરતી...વગેરે... સાથે તેની પત્નીનોય કણસતી હોય તેવો અવાજ આવી રહ્યો હતો. બાજુમાં રહેતા કિરીટભાઈના મિત્ર નટુભાઈથી ન રહેવાતાં તેમણે રૂમનું બારણું ખખડાવ્યું... કિરીટભાઈએ થોડીવારે બારણું ખોલ્યું એટલે નટુભાઈ ગુસ્સામાં બોલ્યા કિરીટ હવે કાયદા બહુ કડક થઈ ગયા છે. આમ બૈરાને ન મરાય... જેલમાં જાવું પડશે. આ સાંભળીને...

Continue Reading

જીવનની તકલીફોને આવકારો 17-9-14

રમતગમતના ક્ષેત્રે એક મહત્ત્વનો પાઠ ભણાવાય છે, તમે પડ્યા એ તો જ સ્વીકારી શકાય જો તમે તરત ઊભા થવાનો પ્રયત્ન કર્યો હોય. ફુટબોલ- બાસ્કેટ બોલ કે અન્ય  ખેલ માટે પણ સતત દોડવું મહત્ત્વનું હોય  છે. જીવનમાં વિપરીત સંજોગો આપણને પાડી દેતા હોય છે પણ તેમાંથી તરત જ ઊભા થવાનો પ્રયત્ન કરનાર જ જીવન જીવી શકતો હોય છે.   જીવનમાં તકલીફો તો આવ્યા જ કરતી...

Continue Reading

શું હિંસા પુરુષના જનીનમાં વણાયેલી છે? 16-9-14

દુનિયામાં દરેક જગ્યાએ ચાલતી હિંસાના કેન્દ્રમાં પુરુષો છે. સીરિયા, ઇરાક, ઇઝરાયલ, હમસ, રશિયા, યુક્રેન અને આફ્રિકાના કેટલાક પ્રદેશો પણ, દરેક જગ્યાએ હિંસાનું તાંડવ ચાલી રહ્યું છે. તેને ડામવા વળી અન્ય દેશો કાજી બનીને વળી હિંસાનો આશરો લેશે. યુદ્ધ માટેના કારણો અનેક હોઇ શકે... ધર્મઝનૂન, દેશપ્રેમ, કોમપ્રેમ, સત્તા માટે પણ એમાં જ્યારે સ્ત્રીઓ અને બાળકોનો ભોગ લેવાય. નિર્દોષ નાગરિકોનો તો કેટલે અંશે કોઇપણ કારણ...

Continue Reading

ગાયવાડી – ઘચ્ચકરન, ગોળો અને પાલખી ભાગ -3

નાના હતા ત્યારે શાળા ગલીના નાકે જ. મારી અગાસીમાંથી એ શાળા દેખાય. બે મકાન દૂર. એકલા જવાનું ને એકલા આવવાનું. પહેલાં બીજા ધોરણમાં. ગલીમાં તે સમયે વન વે નહતો કદાચ કારણ કે શાળામાંથી પાછા ફરતી વખતે સાંજે રાહ જોઇએ ઘોડાગાડીની.  કાળી વાન જોડેલી જેમાં સામસામે ચાર વ્યક્તિ બેસી શકે એવી બગી હોય. તે સમયે એટલે કે 1970-71માં ટેક્સીની જેમ ઘોડાગાડી ચાલતી હતી મુંબઈમાં....

Continue Reading

દુનિયાનો અંત આ નથી. 9-9-14

સ્મિતાએ અગાસી પરથી છલાંગ લગાવવા દોટ મૂકી અને તેની પાછળ એની મમ્મી અવનિબહેને બચાવવા માટે. તેમના સારા નસીબે હાઈરાઈઝ મકાનની અગાસી પર જવાનો દરવાજો બંધ હતો. અને ચાવી ગુરખા પાસે હતી. સ્મિતાને સમજાવીને અવનિબહેન ઘરે લાવ્યા. પણ પછી તેણે પોતાની જાતને બેડરૂમમાં બંધ કરી દીધી. બે દિવસ સુધી તેણે કશું જ ખાધું નહીં. એ વાતને ય આજે છ મહિના થઈ ગયા હોવા છતાં...

Continue Reading

અંદર કી બાત હૈ 10-9-14

ઘણી યે વાર ગૃહિણીઓ પૂછે કે હવે છોકરા મોટા થઈ ગયા. સમય પસાર નથી થતો તો શું કરવું ? તેમને કહીએ કે તમારી આસપાસ નજર કરશો તો કરવા જેવા કામ અનેક મળી આવશે. કંઇ નહીં ને ઘરમાં કે મકાનમાં તમારા માટે કામ કરતાં માણસોને શક્ય તે રીતે મદદરૂપ થવાનું વિચારી શકાય. પણ બીજા માટે કામ કરવાની કે મદદરૂપ થવાની સહજ ઇચ્છા હોવી આવશ્ય...

Continue Reading

ગાયવાડી અને ગણપતિ .....ફેસબુક ડાયરી 9-9-14

કાલબાદેવીની ચાલમાં સૌથી સરસ વાત એ હતી કે પહેલા માળે નાનકડી કોમન અગાસી હતી. ત્યાંથી લગભગ અડધી ગલી દેખાય. મુંબઈમાં મુખ્ય રોડને કાપતી આડી નાનકડી લેનને ગલી કહેવાય. ગલી કેમ કહેવાતું હશે ? ના મારે કોઇ એ બાબતે હમણાં સંશોધન નથી કરવું. અગાસીમાંથી દેખાતી ગલીની  દુનિયા અદભૂત હતી તે આજે સમજાય છે. તેની કેટલીક સ્મૃતિઓ જાગૃત થઈ ગણપતિ બાપ્પાને લીધે. સૌ પ્રથમ અમારી...

Continue Reading

ફેસબુક ડાયરી આયનામાં જોતો પ્રૌઢ 4-9-14

ફેસબુક ડાયરી -આયનામાં જોતો પ્રૌઢ                દિવ્યાશા દોશી મારા ટેબલ પાસેની બારી બહાર રોજની જેમ પડોશીની કાર નીકળે... આજે જરા થંભી બારી પાસે જાણે મને દ્રશ્ય આપવા ..ગાડીનો પ્રૌઢ ડ્રાયવર ધ્યાનથી ગાડીના મિરરમાં જોઇ રહ્યો હતો. અને હું તેને જોઇ રહી. એ પ્રૌઢના ભાવ બદલાતા હતા. પહેલાં તો કોઇ જ ભાવ વિના તેણે પોતાના ચહેરાને જોયો. પછી દેખાયું કે તેની આંખો તેના ચહેરાની દરેક...

Continue Reading

મુન્નાભાઈ રિક્ષાવાળા 3-9-14

મુંબઈના રીક્ષાવાળા વિશે મોટેભાગે બધાને ફરિયાદ હશે કે તેમનો એટિટ્યુડ ખરાબ હોય છે. એક તો જલ્દી તમને ખાલી રીક્ષા મળે નહીં અને મળે તો તમારે જ્યાં જવું હશે ત્યાં આવશે કે નહીં તે ખબર નહીં. અને છુટ્ટા પૈસાની તો મારામારી ખરી જ. પણ જો  બાન્દરા સ્ટેશન પર ઊતરોને કાર્ટર રોડ જવા રીક્ષા ઊભી રાખો તો શક્ય છે. એ રીક્ષા મુન્નાભાઈની હોય તો તમને...

Continue Reading

એકલતા, હતાશા અને આત્મહત્યા 2-9-14

33 વર્ષિય ચિંતને ગાડીમાં કાંદિવલીથી બાન્દરા વરલી સી લિન્ક સુધી જતાં પોતાની જાત સાથે કેટલી મથામણ કરી હશે અને છતાંય ખુદને ખતમ કરી નાખવા સિવાય કોઇ જ રસ્તો નહીં સુઝતાં દરિયામાં છલાંગ લગાવી દેવાનો વિચાર મોળો ન પડ્યો ને તે આજે આપઘાત કરનાર યુવકના સમાચાર રૂપે જ તેનું અસ્તિત્વ રહી ગયું. આપઘાત કરનાર વ્યક્તિના સમાચાર વાંચતી વખતે ભલે તે આપણો ઓળખીતી કે જાણીતી...

Continue Reading