ફેસબુક ડાયરી આયનામાં જોતો પ્રૌઢ 4-9-14

01:27ફેસબુક ડાયરી -આયનામાં જોતો પ્રૌઢ                દિવ્યાશા દોશી
મારા ટેબલ પાસેની બારી બહાર રોજની જેમ પડોશીની કાર નીકળે... આજે જરા થંભી બારી પાસે
જાણે મને દ્રશ્ય આપવા ..ગાડીનો પ્રૌઢ ડ્રાયવર ધ્યાનથી ગાડીના મિરરમાં જોઇ રહ્યો હતો. અને હું તેને જોઇ રહી. એ પ્રૌઢના ભાવ બદલાતા હતા. પહેલાં તો કોઇ જ ભાવ વિના તેણે પોતાના ચહેરાને જોયો. પછી દેખાયું કે તેની આંખો તેના ચહેરાની દરેક રેખાઓમાં ફરી રહી હતી. સાથે જ હાથ પણ ચહેરા પર ફરી ગયો અનાયાસે. વાળ બહુ કાળા નથી રહ્યા કે ધોળા વાળ વધી રહ્યા છે ? કરચલીઓ વધી રહી છે ...કપાળે, ગરદને...? વીતેલા વરસોનો ઓછાયો ક્ષણમાત્રમાં આંખોમાં ઓજપાયેલો જોવા મળ્યો.  આટલા વરસો બાદ પણ કેટલા ઓછા પૈસા માટે હજી ડ્રાયવર તરીકે છૂટક નોકરી કરવાની.. ? કે પછી શું વિચારતો હશે ? વીતેલા વરસોમાં કોઇએ વખાણેલું તેનું સ્મિત .... જે અચાનક ચહેરો જોતાં ફરકી ગયું આંખમાં... કે પછી પોતાના ભાગ્ય પર હસી રહ્યો હશે..? સતત મિરરમાં જોતાં તે રાહ જોઇ રહ્યો હતો માલિકની.....?! 

You Might Also Like

0 comments