­
­

ચાલો જંગલ બનાવીએ (૭૨ વર્ષના ફોટોગ્રાફર સેબાસ્ટિયન સલ્ગાડોએ રણ થઈ ગયેલી જમીન પર રેઈન ફોરેસ્ટ ઊભું કરી દીધું)

                 હેન્રી ડેવિડ થોરોનું એક વાક્ય છે કે જંગલમાં જ દુનિયા સચવાઈ રહી છે. આ વાક્યને દુનિયામાં અનેકે વાંચ્યુ હશે પણ તેને ગંભીરતાથી લીધું બ્રાઝિલિયન ફોટોગ્રાફર સબાસ્ટિઅન સલ્ગાડોએ. તેણે પોતાની રણ જેવી થઈ ગયેલી જમીન પર રેઇન ફોરેસ્ટ ઊભું કરી દીધું છે. સબાસ્ટિઅન આજે ૭૨ વરસનો છે. તે પ્રખ્યાત ફોટોગ્રાફર છે અને તેનું જીવન એક રોમાંચક...

Continue Reading

કિ મૈં ઝૂઠ બોલિયા? કોઈ ના...

જુઠ્ઠું બોલવું પાપ છે કે ખરાબ છે તેવું કહેવાતું હોવા છતાં દરેક વ્યક્તિ દરરોજ ખોટું બોલતો જ હોય છે. સફેદ જૂઠ એટલે કે કોઈને તેનાથી નુકસાન થાય કે નહીં કે બોલનારને ફાયદો થાય કે નહીં પણ અનેક કારણોસર લોકો ખોટું બોલતા હોય છે જેમકે ઝઘડો ટાળવા માટે, કોઈ કામ કઢાવવા માટે કે આગળ વધવા માટે કે પછી બીજામાં લોકપ્રિય બનવા માટે ય લોકો...

Continue Reading

મહાશ્વેતાદેવી થી શ્વેતા (ફેસબુક ડાયરી 9)

                                                   ( 8 માર્ચ 2011ના આ લેખ લખ્યો હતો તે સમયે બ્લોગ  નહોતો બનાવ્યો. મુક્ત થયેલા મહાશ્વેતાદેવીને યાદ કરીને આદરાંજલિ ) મુંબઈના દરિયા કિનારે પૃથ્વી થિયેટર નામે એક સ્થળ છે. આ પૃથ્વી થિયેટર પોતાનામાં એક દુનિયા સમાવીને બેઠું છે. અહીં...

Continue Reading

સ્ત્રીની સમાનતા માટે મર્દાનીનો જંગ

સમાજે ભલે ગમે તેટલી પ્રગતિ કરી હોય, પણ જાતીય ભેદભાવ હજી પણ સમસ્યાઓ ઊભી કરી રહ્યો છે. હરિયાણાની મહિલા સંતોષ દહીયાએ એકલપંડે આ અંગે કામ કરવાનું શરૂ કર્યું હતું તે આજે એક આંદોલન બની ગયું છે. તેમને આ કામ માટે રાષ્ટ્રપતિ દ્વારા નારીશક્તિનો એવૉર્ડ તથા રાજ્ય સરકાર દ્વારા સન્માન મળ્યું છે. હરિયાણાનું મુજાદપુર સૌથી ઓછો સેક્સ રેશિયો ધરાવતું સૌથી પછાત ગામ છે. એટલે કે...

Continue Reading

સમસ્યા અને ઉકેલ ત્રાજવાનાં બે પલ્લાં

                 યા અઠવાડિયે અખબારમાં સમાચાર વાંચ્યા. તમે પણ કદાચ વાંચ્યાં જ હશે. એક સ્ત્રીએ પોતાની સાસુનું ગળું ઘોંટીને મારી નાખ્યા બાદ પોતે પણ ઝેર પીને આત્મહત્યા કરી. આ બધું બન્યું તે દરમિયાન તે સ્ત્રીનો ૧૪ વરસનો દીકરો બીજા રૂમમાં સૂતો હતો, એ જાગ્યો ત્યારે એણે મા અને દાદીને મૃત જોતાં પડોશીને જાણ કરી. તેના પિતા તે...

Continue Reading

પિતૃસત્તાક પુરુષથી આલ્ફા મેલ અને અલ્ટા મેલની સફર

યુપીના બીજેપીના નેતા દયાશંકરે માયાવતી વિશે ટિપ્પણી કરતાં તેને માટે વેશ્યા જેવા શબ્દનો ઉપયોગ કર્યો એ પુરુષની પિતૃસત્તાક માનસિકતાનું પરિણામ છે. તો સલમાન ખાને પણ થોડો સમય પહેલાં જે વાક્યો કહ્યાં તે પણ પુરુષપ્રધાન માનસિકતાનું પ્રતિબિંબ છે. આપણી આસપાસ જ્યારે પણ ઝઘડો થતો હોય છે ત્યારે જે છૂટથી ગાળો બોલાય છે તેમાં પણ સ્ત્રીનું અપમાન અને પિતૃસત્તાક માનસિકતાના જ મૂળ હોય છે. તે...

Continue Reading

ઈતિહાસ અહીં સૂરમાં ગાય છે (published in mumbai samachar)

નળબજારમાં આવેલ સૈફી જ્યુબિલિ સ્ટ્રીટ, ચોર બજાર તરીકે પણ જાણીતી છે. તેમાં કોઈને પણ પૂછો કે રેકોર્ડવાલા કહા હૈ તો હાંડી મસ્જિદની સામે તમને મોકલી આપે. ઈતિહાસના એક ખૂણા સમી એ દુકાન પોતે પણ ઐતિહાસિક લાગે. આમ પણ નળબજાર બાદ ચોરબજારની ગલીઓમાં જાઓ તો એ જ જૂનું પુરાણું મુંબઈ નજરે ચઢે. તેમાંય દરેક દુકાનો નહીં નહીં તો ય ૫૦ થી ૧૦૦ વરસ જૂની...

Continue Reading

ગોરક્ષા અને ગાંધીજી આજે પણ મનનીય

હરિભાઉ ઉપાધ્યાય દ્વારા લિખિત બાપૂકથામાંથી ભાષાંતર ) આજના સંદર્ભે પણ ગાંધીજીના વિચારો કેટલા સચોટ છે. આપણે વિકાસ કર્યો છે ખરો ? ગાંધીજીના વિચારો જેમના તેમ રજૂ કરું છું. share more and more if you like it હિન્દુઓ અન્યથા ગો-રક્ષાની વાતો બહુ કરતા હોય છે. પરંતુ, ગોસેવાની એટલી જ ઉપેક્ષા કરે છે.એક પ્રશ્નકર્તાના જવાબમાં ગો-રક્ષા વિશેના પોતાના વિચાર પ્રગટ કરતાં ગાંધીજીએ કહ્યું –“ ગોરક્ષાની...

Continue Reading

ફોસ્ટરિંગ: હે રે કન્હૈયા કિસકો કહેગા તૂ મૈયા (mumbai samachar)

આમ જુઓ તો ફોસ્ટર પેરેન્ટિંગ એટલે કે પાલક માતાપિતાનો કોન્સેપ્ટ આપણે ત્યાં નવો નથી, પરંતુ તે વિસરાઈ રહ્યો છે. સૌ પહેલાં પાલક માતાપિતા જશોદા અને નંદ હતા. વસુદેવ અને દેવકી પોતાનું બાળક કંસ મારી ન નાખે એટલે ગોકુળમાં રહેતા નંદને આપી દે છે. આ વાત આપણે બધા જ જાણીએ છીએ એટલે તેમાં આગળ નથી કહેવું. તેને દત્તક લીધો ન કહેવાય કારણ કે કૃષ્ણ...

Continue Reading

બળાત્કાર માટે બેટી બચાઓ? ઊઠી રહ્યા છે સવાલો (mumbai samachar)

અહમદનગર જિલ્લાના કોપર્ડી ગામમાં ગયા અઠવાડિયે ૧૫ વરસની છોકરી પર હિંસાત્મક બળાત્કાર કરવામાં આવે છે અને તેને બર્બર હિંસકતાથી મારી પણ નાખવામાં આવે છે. ૧૩ જુલાઈની સાંજે તેની માતાએ હસતી કૂદતી છોકરીને પોતાની સાઈકલ લઈને દાદા-દાદીને મળવા જતાં છેલ્લે જોઈ. ત્યારબાદ કલાકો સુધી તે પાછી ન ફરતાં માતાપિતા શોધવા નીકળ્યા તો કિચડવાળા રસ્તામાં પહેલાં તો તેની સાયકલ મળી અને પછી ક્રૂરતાથી પીંખી નંખાયેલું...

Continue Reading

સફળ થવા માટે અંધત્વ આડે નથી આવતું

૨૫ વર્ષ પહેલાં આન્ધ્ર પ્રદેશના મચ્છલીપટ્ટનમ ગામમાં શ્રીકાંતનો જન્મ થયો ત્યારે પડોશીઓએ તેના માતાપિતાને કહ્યું હતું કે આ દીકરાને જીવતો રાખવામાં કોઈ ફાયદો નથી. તેને ઉછેરવામાં જેટલી તકલીફ થશે તે કરતાં તે ન જીવે તેવી દુવા કરવી સારી. પણ શ્રીકાંતના માતાપિતાએ ગામવાળાઓની વાત સાંભળી નહીં. ખૂબ પ્રેમ અને જતનથી શ્રીકાંતનો ઉછેર કર્યોં. શ્રીકાંત બોલ્લા જન્મથી જ અંધ છે. આજે શ્રીકાંત ૫૦ કરોડની બોલન્ટ ઈન્ડસ્ટ્રીઝનો...

Continue Reading

ડરના મના હૈ .....ભૂતને ભગાડનારા કહે છે. (published in mumbai samachar)

૭ જુલાઈના રોજ દિલ્હીમાં રહેતા ઘોસ્ટ બસ્ટર તરીકે કામ કરતાં ઈન્ડિયન પેરાનોર્મલ સોસાયટીના સંસ્થાપક ૩૨ વર્ષિય ગૌરવ તિવારીએ પોતાના બાથરૂમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી. તેણે આત્મહત્યા શું કામ કરી તેનું કારણ જાણી શકાયું નથી, તેનું મોત એક રહસ્ય જ છે. કોઈ અગોચર બાબત તેની સાથે બની હોઈ શકે તેવું પણ કેટલાક લોકો માની રહ્યા છે. ભૂત હોય કે નહીં? તે વિશે અટકળો...

Continue Reading

સંવેદનશીલ સમાજ કે સંવેદનાહીન સમાજ? કરો પસંદગી

સ્વતંત્રતાની વાત કરવા માટે બદ્ધ વિચારધારા ધરાવતાં માનસની નહીં પણ ખુલ્લા મનની જરૂર પડે છે. આજે તો દરેક બાબતે લોકો બીજાની વાતમાંથી કે કામમાંથી નકારાત્મકતા શોધવા માટે ખણખોદિયાનું કામ કરતા હોય છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા (ફ્રીડમ ઓફ એક્સપ્રેશન) હોવી જોઈએ કે નહીં તે વિશે સતત ચર્ચાઓ ચાલતી રહી છે. દરેકને સામી વ્યક્તિનું સ્વાતંત્ર્ય સ્વીકારવાની તકલીફ પડે છે. આપણે પોતાની સમજ પ્રમાણે બીજી વ્યક્તિની અભિવ્યક્તિનો...

Continue Reading