કિ મૈં ઝૂઠ બોલિયા? કોઈ ના...
03:30
જુઠ્ઠું બોલવું પાપ છે કે ખરાબ છે તેવું કહેવાતું હોવા છતાં દરેક વ્યક્તિ દરરોજ ખોટું બોલતો જ હોય છે. સફેદ જૂઠ એટલે કે કોઈને તેનાથી નુકસાન થાય કે નહીં કે બોલનારને ફાયદો થાય કે નહીં પણ અનેક કારણોસર લોકો ખોટું બોલતા હોય છે જેમકે ઝઘડો ટાળવા માટે, કોઈ કામ કઢાવવા માટે કે આગળ વધવા માટે કે પછી બીજામાં લોકપ્રિય બનવા માટે ય લોકો ખોટું બોલે છે. એમ કહી શકાય કે થોડું ઘણું ખોટું બોલવું માનવનો સ્વભાવ બની ગયો છે. તે છતાં પોતે ખોટું બોલી રહ્યા છે તે સ્વીકારવાનું કોઈને ગમતું નથી. આપણે બીજાની સામે તો જુઠ્ઠું બોલીએ જ છીએ પણ પોતાની સાથે પણ ખોટું બોલતા અચકાતાં નથી. ગમે તેટલી દલીલ કરીએ તો પણ જૂઠ એ જૂઠ જ રહે છે તેને સાચું સાબિત કરી શકતા નથી. આપણે ભલે ગમે તેટલું માનીએ કે તત્પુરતું તો આપણું કામ થઈ રહ્યું છે ને પણ હકીકતે ખોટું બોલીને આપણે કશે જ પહોંચી શકતા નથી. આ બધું સમજવા છતાં સત્ય એ છે કે તે સમજની બહાર જ રહે છે.
ખોટું બોલવા સાથે સંકળાયેલા કેટલાક વૈજ્ઞાનિક કારણો છે જે તમને પ્રામાણિક સંબંધો, સંવાદ અને તમારા કામના પરિસરમાં ઉપયોગી બની શકે!
(smrc) સિમ્પલ મોડેલ ઓફ રેશનલ ક્રાઈમ - આ મોેડેલ કહે છે કે તમે ખોટું બોલવા પ્રેરાઓ છો કે ઈચ્છો છો તે ત્રણ કારણોને લીધે. એક કેટલો ફાયદો થવાનો છે, બે તમે પકડાઈ શકો છો કે નહીં? અને જો પકડાઓ તો કેવી સજા મળી શકે એમ છે.
સાયકોલોજિસ્ટ ડેન એરિયલે લેબમાં આ પ્રિન્સિપલને તપાસી જોતાં તેને જણાયું કે આપણે જે ખોટું બોલીએ છીએ કે બીજાને છેતરીએ છીએ તે કોઈ સમજદારી પર આધારિત નથી હોતું કે ન તો ફાયદાને કિંમતમાં આંકી શકાતું હોય છે. દરેક વખતે આપણે પ્રો એન્ડ કોન્સ એટલે કે ફાયદા કે ગેરફાયદાની ગણતરી કરીને જૂઠ નથી બોલતાં કે આચરતાં, પરંતુ આપણે આપણી જાતને કઈ રીતે જોઈએ છીએ તેના પર જ આધારિત હોય છે.
ૄ કિ મેં જૂઠ બોલિયા કોઈ ના... જ્યારે આપણને કોઈ એમ કહે કે તું ખોટું બોલે છે? તો આપણે અનકમ્ફર્ટેબલ થઈ જઈએ છીએ. કંઈક ખોટું કર્યાનો આરોપ લાગે તે આપણને અપમાનિત લાગે છે. ગુસ્સો આવી જાય છે. આપણી જીવંત રહેવાની જિજીવિષા અને મહત્ત્વકાંક્ષા આપણને ખોટું બોલવા કે કરવા પ્રેરે છે તો આપણા સામાજિક મૂલ્યો આપણને પ્રામાણિક, સાચાં બનવાની પ્રેરણા આપે છે. તે છતાં કેટલીક વખત સાચું બોલવા કરતાં કે સારા માણસ બનવા કરતાં ખોટું બોલવામાં કે ખોટું કરવામાં વધુ ફાયદો થતો હોય છે તેવું પણ જોવા મળે છે. તે સમયે આપણી ખરી કસોટી થાય છે.
ૄ કેટલીક વખત આપણે આપણને છેતરીએ છીએ જે ખોટું ન પણ હોય! જ્યારે આપણે ખોટું બોલીએ છીએ કે તરત જ તેને સાચું કે યોગ્ય સાબિત કરવાં જાતને સમજાવવા માટે કામે લાગી જઈએ છીએ. ખોટું બોલવું જરૂરી હતું તે યેનકેન પ્રકારેણ સાબિત કરવા પણ મથીએ છીએ. જ્યાં સુધી આપણે ગુનાહિત ભાવ ન અનુભવીએ ત્યાં સુધી જૂઠનો વાંધો આપણને આવતો નથી. એટલે કે અંતરાત્મા ડંખે નહીં ત્યાં સુધી આપણને જૂઠનો વાંધો હોતો નથી.
ૄ એવી કેટલીક બાબતો હોય છે કે જે જુઠ્ઠું બોલતા રોકે છે અને જુઠ્ઠું બોલવા પ્રેરે છે. આપણે સારા, પ્રામાણિક છીએ એ ભાવ તથા જો ડોક્યુમેન્ટમાં સહી કરતી વખતે તે પોતાની પ્રામાણિકતા જાળવવાના પ્રયત્નો કરે છે. જ્યારે કોઈ વ્યક્તિએ ભૂતકાળમાં ખોટું બોલીને કશુંક મેળવ્યું હોય છે. તો તેને છેતરામણી કરવામાં એક જાતનો આત્મવિશ્ર્વાસ આવી જતો હોય છે. તે પોતાની જાતને તે છતાં પ્રામાણિક માનતો હોય તો તેને ખોટું બોલવામાં સરળતા અનુભવાય છે.
ૄ ખોટું બોલનારા બુદ્ધિશાળી હોય તેવું માની લેવાની જરૂર નથી પણ તેઓ રચનાત્મક જરૂર હોય છે. બીજાને ગળે પોતાની વાત ઉતારી દેવામાં તેઓ માહેર હોય છે. ઉ
1 comments
ખોટું બોલવા સાથે સંકળાયેલા કેટલાક વૈજ્ઞાનિક કારણો છે જે તમને પ્રામાણિક સંબંધો, સંવાદ અને તમારા કામના પરિસરમાં ઉપયોગી બની શકે!............. આ ૩ મુદા માટે ખોટું બોલ્યું માફ?. અંતરાત્મા ડંખે નહીં ત્યાં સુધી આપણને જૂઠનો વાંધો હોતો નથી........અંતરાત્મા હોય તે ખોટું બોલે??
ReplyDelete