સફળ થવા માટે અંધત્વ આડે નથી આવતું

22:48




૨૫ વર્ષ પહેલાં આન્ધ્ર પ્રદેશના મચ્છલીપટ્ટનમ ગામમાં શ્રીકાંતનો જન્મ થયો ત્યારે પડોશીઓએ તેના માતાપિતાને કહ્યું હતું કે આ દીકરાને જીવતો રાખવામાં કોઈ ફાયદો નથી. તેને ઉછેરવામાં જેટલી તકલીફ થશે તે કરતાં તે ન જીવે તેવી દુવા કરવી સારી. પણ શ્રીકાંતના માતાપિતાએ ગામવાળાઓની વાત સાંભળી નહીં. ખૂબ પ્રેમ અને જતનથી શ્રીકાંતનો ઉછેર કર્યોં. શ્રીકાંત બોલ્લા જન્મથી જ અંધ છે. 
આજે શ્રીકાંત ૫૦ કરોડની બોલન્ટ ઈન્ડસ્ટ્રીઝનો સીઈઓ છે જેમાં કામ કરનારા ૫૦ ટકા કર્મચારીઓ ડિસએબલ (દિવ્યાંગ) છે. 
હૈદરાબાદથી મુંબઈ સમાચાર સાથે વાત કરતાં શ્રીકાંત કહે છે કે મને અંધ જન્મ્યાનો કોઈ અફસોસ નથી. અફસોસ છે તો એ કે આપણો સમાજ ડિસએબલ એટલે કે વિકલાંગ વ્યક્તિઓની કોઈ દરકાર નથી કરતો. તેમને કોઈ સુવિધા નથી આપતી. પછી ભલે તેમને દિવ્યાંગ કહો કે ભગવાન કહો તેનાથી કોઈ ફરક નથી પડતો. શું આપણે ત્યાં વ્હીલચેરમાં ફરતી વ્યક્તિ માટે બસમાં ચઢવા-ઉતરવાના રેમ્પ હોય છેઅમેરિકાઈંગ્લેન્ડમાં છે. બસમાં દરેક સ્ટોપ માઈકમાં બોલવામાં આવે છેવિકલાંગો માટે સુવિધા આપવાની વાત કરો બાકી તેમને વિકલાંગ કહો કે દિવ્યાંગ કશો જ ફેર નથી પડતો. 
શ્રીકાંતની સફળતાની વાત પણ અનોખી છે. તેણે સપનાં જોયાં તો તેને પૂરાં કરવાની હિંમત પણ તેનામાં છે. પહેલેથી જ તેની વાત કરીએ. તેના માતાપિતા ચોખાની ખેતી કરતાં હતાં તેમની સાથે તે મદદમાં જતો પણ કોઈ ઉપયોગી ન થતાં તેને ગામની શાળામાં મૂક્યો જે પાંચ કિલોમીટર દૂર હતી. ત્યાં એ ચાલીને જતો. ત્યાં તેના અંધ હોવાને લીધે અવગણવામાં આવતો. તેના તરફ ભેદભાવ પણ થતો. બે વરસ તે સ્કૂલમાં શ્રીકાંતે સખત એકલતાનો અનુભવ કર્યોં. તેને લાગતું કે સૌથી ગરીબ અને નકામો વિદ્યાર્થી છે. તેના માતાપિતાએ પછી દેવનારમાં આવેલ બ્લાઈન્ડ સ્કૂલમાં મોકલવાનું નક્કી કર્યું. ઘરથી માઈલો દૂર આવેલી શાળામાં અગવડો તો પડી પણ શ્રીકાંતે હાર માન્યા સિવાય અંગ્રેજી શીખીને ભણવામાં સારા માર્કસ લાવવાનું શરૂ કર્યું. એટલું જ નહીં આ સ્પેશ્યિલ સ્કૂલમાં તેને પ્રોત્સાહન મળતાં ચેસ અને ક્રિકેટમાં પણ મહારત હાંસલ કરી. તે ક્લાસમાં હંમેશા ટોપ કરતો. લીડ ઈન્ડિયા પ્રોજેક્ટમાં તેને ભૂતપૂર્વ રાષ્ટ્રપિતા અબ્દુલ કલામ સાથે કામ કરવાનો મોકો પણ મળ્યો હતો. તે છતાં બાોર્ડની પરીક્ષામાં ૯૦ ટકા આવ્યા છતાં કોલેજમાં સાયન્સ સ્ટ્રીમમાં એડમિશન આપવામાં નહોતું આવ્યું. કારણ તો કે તે અંધ છે એટલે આર્ટસ જ લેવું જોઈએ. શ્રીકાંતે સરકાર પર કેસ કર્યો. છ મહિના પછી સરકારે તેને સાયન્સમાં એડમિશન આપવું પડ્યું પણ તેના પોતાના જોખમે એમ કહીને. શ્રીકાંતે પોતાની ક્ષમતા પુરવાર કરી. બધાં જ પાઠ્ય પુસ્તકોની ઓડિયો બુક બનાવીને તેણે સખત મહેનત કરી તો બારમાં ધોરણમાં તેના ૯૮ ટકા આવ્યા.
તેનો સંઘર્ષ એમ ખતમ ન થયો. તેણે આઈઆઈટીની કોમ્પિટિટીવ પરીક્ષા માટે એપ્લાય કર્યું તો ફરી તેને અંધ હોવાને કારણે ના પાડવામાં આવી. શ્રીકાંત કહે છે કે ક્યારેક કોઈ બારણા બંધ થાય છે તે સારા માટે જ હોય છે એવું મારા માટે હંમેશ બન્યું છે. મને પત્ર મળ્યો કે તમે અંધ છો એટલે તેમને પરીક્ષા આપવા નહીં મળે. ફાઈન તો પછી મારે પણ આઈઆઈટીની જરૂર નથી. મેં વિદેશની એન્જિનિયરિંગ કોલેજોમાં એપ્લિકેશન મોકલ્યા. પરીક્ષા આપી. તો મને ચાર ટોપ ઈન્સ્ટીટ્યુટમાં પ્રવેશ આપવાની તૈયારી બતાવી. એમઆઈટીસ્ટેનફોર્ડબર્કલી અને કાર્નેઝી મેલન. મેં એમઆઈટીમાં જવાનું પસંદ કર્યું. મને સ્કોલરશીપ પણ મળી. 
આમ શ્રીકાંત વિશ્ર્વપ્રસિદ્ધ એમઆઈટી(મેસેચ્યુએટ્સ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી)નો પહેલો અંધ વિદ્યાર્થી બન્યો. ત્યાંથી ગ્રેજ્યુએટ થયા બાદ અમેરિકન કોર્પોરેટ વર્લ્ડમાં જવાનો ચાન્સ હોવા છતાં ભારત પાછો ફર્યોં. તેણે નક્કી કર્યું કે તે પોતાનો વ્યવસાય શરૂ કરી ખૂબ પૈસા કમાશે અને બીજા વિકલાંગોને પણ પોતાના પગભર ઊભા રહેવામાં મદદરૂપ બનશે. બસ તેણે ઈકોફ્રેન્ડલી પેકેજિંગ અને ઘરગથ્થુ જરૂરિયાતોની વસ્તુઓ બનાવવાનું કારખાનું શરૂ કર્યું. આજે ત્રણ રાજ્યો કર્ણાટકઆન્ધ્ર પ્રદેશ અને તેલગાણામાં નવ પ્લાન્ટ્સ છે. ૬૦૦ કર્મચારી તેના હાથ નીચે કામ કરે છે. અને દર મહિને તે ૨૦ ટકાના દરે પ્રોફિટ કરીને સતત વિકાસ કરી રહ્યો છે. તેનું સપનું છે કે આવતા ત્રણ વરસમાં તેની કંપની લિમિટેડ કંપની બને અને બનશે જ તેની એને ખાતરી છે. બીજું વિશ્ર્વભરમાં તેની કંપનીની નોંધ લેવાય કે માનસિક કે શારીરિક વિકલાંગ વ્યક્તિઓને કોર્પોરેટ કંપનીમાં કામ કરવાની તક આપવામાં આવે તો તેઓ કંપનીને સફળ કરી શકે છે. 
શ્રીકાંત કહે છે કે સારું છે કે વ્યાપારી જગતમાં અંધ હોવાને લીધે કોઈ ખાસ સગવડ નથી આપવામાં આવતી. એટલે જ મારી સફળતા માટે કોઈ કહી શકે નહીં કે મને સફળતા માટે અંધ હોવાને લીધે ફાયદો થયો છે. અંધત્વ મારા માટે કોઈ અગવડ નથી. ન તો પૈસા મારા માટે અગવડ બન્યા છે. ફક્ત સમાજનું વલણ વિકલાંગો માટે તકલીફરૂપ હોય છે તે બદલવા માટે જ મેં વિકલાંગો માટે શિક્ષણ આપતી સામાજિક સંસ્થા સમન્વયમાં સક્રિય કામ કરવાનું શરૂ કર્યું. અને પછી કંપની પણ એટલે જ શરૂ કરી કે હું તેમને કામ આપી શકું. 
અત્યાર સુધીમાં લગભગ ૩૦૦૦થી વધુ વિકલાંગોને શ્રીકાંતે શિક્ષણ અને વ્યવસાય આપવામાં સહાય કરી છે. શ્રીકાંતની કંપનીમાં મંદબુદ્ધિબધિરઅંધ અને અન્ય રીતે વિકલાંગ વ્યક્તિઓ પણ કામ કરે છે. તે ક્યારેય કોઈ ભેદભાવમાં માનતો નથી. તે ફક્ત ઈચ્છે છે કે સમાજ વિકલાંગોને અવગણે નહીં અને તેમને સમાન અધિકાર આપે.

You Might Also Like

0 comments