­
­

અવરોધોની સીમા પાર કરતી દોડ 28-1-16 (mumbai samachar)

શ્યામવર્ણી દૂબળી પાતળી, માંડ પાંચ ફૂટ ઊંચાઈ ધરાવતી સીમાનો સામાન્ય દેખાવ બીજીવાર જોવા માટે પ્રેરિત ન કરે પણ તેની આત્મવિશ્ર્વાસથી ચમકતી આંખો અને વાણીની દ્રઢતા તેના માટે આદર જરૂર ઊભો કરે. મુંબઈમાં કામ કરતા હજારો ઘરનોકર જેવું સામાન્ય જીવન જીવતી સીમાએ પોતાના જીવનની સીમાને સંઘર્ષ અને મહેનતથી વિકાસાવી છે. સીમિત જીવન સીમાને ક્યારેય સ્વીકાર્ય નહોતું. તેણે ક્યારેય સંજોગો સામે હાર ન માની કે...

Continue Reading

આદમ, ઈવ અને સફરજન

વરણાગી રાજા - દિવ્યાશા દોશી (mumbai samachar) લગ્નબાહ્ય સંબંધો યોગ્ય કે અયોગ્ય ? એ વિચાર કરતાં આદમ અને ઈવની વાર્તા યાદ આવી. પૃથ્વી પર માનવ વસ્તીની શરૂઆત કઈ રીતે થઈ તે વિશે અબ્રાહમ દ્વારા ઊભો કરવામાં આવેલા ધર્મમાં માનવઉત્પત્તિની વાત છે કે આદમ અને ઈવને ભગવાને બનાવ્યા સ્વર્ગ જેવી ધરતી પર રહેવા માટે. પણ તેમણે સફરજન જે નહોતું ખાવાનું તે ખાઈને પોતાના માટે...

Continue Reading

દૃષ્ટિકોણ બદલવાથી જગત બદલાય 21-01-16

મંદિરમાં સ્ત્રીઓને પ્રવેશ આપવો જોઈએ. પૂજાનો અધિકાર મળવો જ જોઈએ તેની ચર્ચાઓ નવા વરસની શરૂઆતથી જોર પકડી રહી છે, પરંતુ સમજ્યા વિચાર્યા વિના વાદે ચઢીને અન્યાયની સામે લડવાની વાત કરવાના દિવસો ગયા. પિતૃસત્તાક માનસિકતા સામે આપણી આગળની પેઢીએ લડત ચલાવી સાથે વિષમ પરિસ્થિતિઓમાંથી માર્ગ કાઢી આપણા માટે એક રસ્તો તૈયાર કરી આપ્યો. શિક્ષણ માટે કે બહાર જઈને કામ કરવું આજની નારી માટે એટલું...

Continue Reading

લેડી સિંઘમ 21-1-16 (article published in mumbai samachar

દૃશ્ય - છત્રપતિ શિવાજી ટર્મિનસની બહાર સવારના દશ વાગ્યાનો સમય. એક ટેક્સીમાંથી મોઢે ઓઢણીની બુકાની બાંધેલ એકવડા બાંધાની આધુનિક સ્ત્રી ઊતરે છે. જીન્સ ટી-શર્ટ અને કલર્ડ કરેલાં ખુલ્લા વાળ ઊતરતાની સાથે તે કેટલાંક ફેરિયાઓના સ્ટોલના ફોટા પાડે છે. એટલામાં મ્યુનિસિપાલિટીની ગાડીઓ પણ આવી પહોંચે છે. માહોલમાં અફરાતફરી મચી જાય છે. પેલી સ્ત્રીએ બુકાની છોડી વડાપાંઉ તળતા સ્ટોલની બહાર પડેલા પાણીની ડોલ ઢોળીને તોડી...

Continue Reading

જાતીય સમાનતા શક્ય છે ખરી? 14-1-16

દિલ્હીમાં ઓડ-ઈવન કાર ચલાવવાનો નિયમ આવ્યા બાદ કેટલીય સ્ત્રીઓ કાર પુલિંગ અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી રહી છે, કારણ કે તેમને ખબર જ નથી કે સ્ત્રીઓને આ નિયમમાંથી છૂટ આપવામાં આવી છે. મોટાભાગની સ્ત્રીઓ માને છે કે બાર વરસની નીચેનાં બાળકોની સાથે જ તેમને છૂટ આપવામાં આવી છે. કેમકે હજી સત્તાવાળાઓ સ્ત્રીઓને પારંપરિક રોલ મોડલ તરીકે જ જોવા માગે છે. એજ્યુકેશન ક્ધસલ્ટન્ટ સાક્ષી...

Continue Reading

મોસમ બદલે મનની મોસમ

શિયાળાની મધ્યે લગભગ પહોંચી ગયા છીએ. મુંબઈમાં ઠંડી ગુજરાત જેટલી નથી અનુભવાતી પરંતુ, ડિસેમ્બર-જાન્યુઆરીમાં કેટલાક દિવસ મરક્યુરીનો પારો નીચે ઊતરી ગયો હતો. હજી ફેબ્રુઆરી સુધી તો સવાર-સાંજ ઠંડકનો અનુભવ થતો રહેશે. ઋતુના બદલાવ સાથે આપણા પર અસર થતી જોવા મળે છે. શિયાળાના ઠંડકની અસર સાથે કેટલીક વાસ્તવિકતાઓ પણ લઈને આવે છે. મોસમની સાથે બદલાતા મૂડની અસર સ્ત્રીઓ પર જ થાય એવું નથી પુરુષોને...

Continue Reading

ભારતીય વૈજ્ઞાનિક મહિલાઓની મંગલયાત્રા 7-1-16

મૈસુરમાં ચાલી રહેલી ઈન્ડિયન સાયન્સ કૉંગ્રેસમાં હ્યુમન રિસોર્સ ડેવ્હલપમેન્ટ ખાતાના પ્રધાન સ્મૃતિ ઈરાનીએ પોતાના વક્તવ્યમાં કોમેન્ટ કરી કે સ્ત્રી વૈજ્ઞાનિકો પ્રતિ ગ્રંથિઓ આજે પણ અસ્તિત્વમાં છે. ૨૦૧૬ના વરસમાં પ્રવેશ કરતાં પરિસ્થિતિ બદલાઈ નથી તે સ્વીકારવું જોઈએ. તે છતાં અહીં વાત કરવી છે સ્મૃતિ ઈરાનીએ અને ભારતની દરેક સ્ત્રીએ લીલાવતીસ ડોટર જેવા પુસ્તક વિશે.  સ્ત્રીઓને સાણસી મૂકીને સાયન્સ સુધી જવામાં આજે પણ સમાજની માન્યતાઓના...

Continue Reading

આકર્ષક અપ્સરાઓનું કાલ્પનિક સુખ 5-1-16

નવા વરસની દરેક વાચક મિત્રોને શુભેચ્છા..... નવા વરસની શરૂઆતમાં મોટાભાગની વ્યક્તિઓ સંકલ્પ કરતી હોય છે. અને મોટેભાગે તે સંકલ્પ પૂરો થઈ શકતો નથી. સંકલ્પ કરવાનું મન થાય એનો અર્થ જ એ કે સહજતાથી એ બાબત આપણે પામી શકતા નથી. છતાં એવું જરૂર બને છે કે વારંવાર આપણે બોલતા હોઈએ છીએ કે નક્કી કરીએ તે કરીને જ રહું. આ વાત કરવાનું મન એટલે થાય...

Continue Reading

ગુગલિંગ મેન ૨૦૧૫ 29-12-15

૨૦૧૫ની સાલના બાર મહિના પૂરા થઈ ગયા તેની ખબર પણ ન પડી કારણ કે ખરેખર ઘટનાઓથી પ્રચુર રહી. ઈન્ટરનેટ પર પુરુષોનું જ રાજ રહ્યું છે તે ભારતમાં મોસ્ટ ગુગલ પર્સન ઓફ ધ યરની યાદી જોઈને સમજાય છે. ભારતમાં સૌ પ્રથમ નામ સન્ની લિયોનનું છે. તે સિવાય અબ્દુલ કલામ ત્રીજા નંબરે અને સૌથી છેલ્લું અને દસમું નામ નરેન્દ્ર મોદીનું છે. સન્ની લિયોનને ગુગલ કરનાર...

Continue Reading