મોસમ બદલે મનની મોસમ

05:46


શિયાળાની મધ્યે લગભગ પહોંચી ગયા છીએ. મુંબઈમાં ઠંડી ગુજરાત જેટલી નથી અનુભવાતી પરંતુ, ડિસેમ્બર-જાન્યુઆરીમાં કેટલાક દિવસ મરક્યુરીનો પારો નીચે ઊતરી ગયો હતો. હજી ફેબ્રુઆરી સુધી તો સવાર-સાંજ ઠંડકનો અનુભવ થતો રહેશે. ઋતુના બદલાવ સાથે આપણા પર અસર થતી જોવા મળે છે. શિયાળાના ઠંડકની અસર સાથે કેટલીક વાસ્તવિકતાઓ પણ લઈને આવે છે. મોસમની સાથે બદલાતા મૂડની અસર સ્ત્રીઓ પર જ થાય એવું નથી પુરુષોને પણ એની અસર અનુભવાતી હોય છે. દરેક શિયાળામાં જાણતા અજાણતા તમે થોડા ઈરિટેટિંગ એટલે કે ચીડચીડિયા થઈ જાઓ છો. ઘરમાં પત્ની પર થોડો જલ્દબાજીમાં ગુસ્સો થઈ જાય કે બહાર ઓફિસમાં ફ્રસ્ટ્રેશન અનુભવાય તે સ્વાભાવિક હોય છે. તમે પીવા ઈચ્છો છો તે કૉફી કે ચા યોગ્ય રીતે બની ન હોય કે ઠંડી આવે ત્યારે પણ ગુસ્સો આવે. મિત્રો સાથે ડ્રિન્ક્સનો કાર્યક્રમ બોસે સોંપેલા કામને કારણે પાછળ ધકેલવો પડે કે .... આવાં નાનાં મોટાં અનેક કારણો હોઈ શકે. આમ તો તમને આ દરેક બાબત નજીવી લાગે છે. આવા ફ્રસ્ટ્રેશન અવારનવાર આવી જતા હોય છે, પરંતુ શિયાળામાં તે હોર્મોનલ ચેન્જિસને કારણે પણ હોઈ શકે. યસ, તમે સાચું વાંચી રહ્યા છો ફક્ત સ્ત્રીઓને જ હોર્મોનલ ચેન્જિસને કારણે તકલીફો નથી થતી, પુરુષોને પણ હોર્મોનલ ચેન્જની સાયકલમાંથી પસાર થવું પડે છે. અને તે પણ લગભગ મધ્ય વયે પહોંચ્યા બાદ એટલે કે ૪૫થી ૫૫ની વરસમાં વધુ. વળી પુરુષોને હોર્મોનલ ચેન્જની અસર વધુ થાય તે પણ શક્ય છે. પુરુષનો મુખ્ય હોર્મોન છે ટેસ્ટોટરોન તે હોર્મોન પર શિયાળાની અસર જરાક વધુ પડતી પણ થઈ શકે છે. આ અસરોમાં સેક્સ ડ્રાઈવ, ચરબી બળવાની શક્યતા, મસલ્સ બિલ્ટઅપ વગેરે ઉપર પડતી હોય છે. 

કેમ આવું બને છે તે જાણવા માટે ટેસ્ટોટરોન હોર્મોન વિશે થોડું જાણીએ. ટેસ્ટોટરોન એ સેક્સ હોર્મોન પ્રાથમિક રીતે વૃષણમાં પેદા થાય છે. આ હોર્મોન જ પુરુષને પુરુષાતન આપે છે. ટેસ્ટોટરોન હોર્મોન આક્રમકતા, જાતિય ઈચ્છા અને મસલ્સ બનાવવાની ક્ષમતા ધરાવે છે. પુરુષને પુરુષ બનાવનાર ટેસ્ટોટરોન છે. એમ કહી શકાય કે પુરુષના શરીરમાં જરૂરી બીજા હોર્મોન કરતાં ટેસ્ટોટરોનનું મહત્ત્વ વધુ હોય છે. 

--------------------------------

હોર્મોનલ બેલેન્સ ખોરવાય તેનાં લક્ષણો 

ક ટેસ્ટોટરોનની ઓછપનાં લક્ષણો અને એસ્ટ્રોજન વધુ હોય તેનાં લક્ષણો લગભગ સરખા જ હોય છે. 

ક એસ્ટ્રોજનમાં વધારો થાય એટલે વજન વધે ખાસ કરીને છાતી, કુલા અને પેટની આસપાસ.

ક એસ્ટ્રોજન વધવાને કારણે જાતિય ઈચ્છા ઓછી થવી, ફળદ્રુપતામાં ઘટાડો થવો, ઈન્દ્રીયમાં શિથિલતા અનુભવાવી.

ક ક્લોટિંગનું પ્રમાણ વધવાથી હૃદયરોગનું જોખમ વધે છે. 

ક પ્રોસ્ટેટ કેન્સરના જોખમમાં વધારો થવો.

ક ટેસ્ટોટરોન ઘટે તો મસલ્સમાં નબળાઈ લાગવી. કસરત કર્યા બાદ રિકવરી ઓછી થવી.

ક મૂડમાં બદલાવ, ફટિંગ, એકાગ્રતા ન કેળવાય - હતાશા અનુભવાય. 

મોટેભાગે એવું માનીએ છીએ કે ઉંમર વધવાની સાથે ટેસ્ટોટરોનમાં ધીમે ધીમે ઘટાડો અનુભવાય છે. પ્રમાણમાં આ વાત સાચી છે પણ અચાનક તેમાં મોટો બદલાવ ન જોવા મળી શકે. ઋતુ પ્રમાણે તેના પ્રમાણમાં વધઘટ થતી હોય છે. તેમાં પણ શિયાળામાં ખાસ ઘટાડો અનુભવાય. તમને લાગે કે શિયાળામાં આળસ આવે અને કરવી ય જોઈએ. શિયાળામાં ભૂખ વધુ લાગે એટલે વધુ ખાવામાં વાંધો નહીં. તેમાં પણ ઘીમાં તરબતર અડદિયાના રોજ એકાદ-બે ચાર કટકા ખાઈ લેવાના અને જરા વધુ પ્રમાણમાં ખાઈ લેવાથી કશું જ આભ તૂટી નથી પડવાનું. હોર્મોનલ બેલેન્સ જાળવવા માટે જરૂરી છે ચરબીવાળો ખોરાક ખાવો પણ પ્રમાણમાં તેની સામે શક્ય તેટલી વધુ કસરત કરવી પણ એટલી જ જરૂરી છે. 

સ્ત્રીઓ કરતાં મસલ્સ બિસ્ટઅપ પુરુષોમાં વધુ જ હોય. આપણાં શિયાળુ વસાણાં ખાવા સ્વાસ્થ્ય માટે સારા છે. સાથે જ જરૂરી છે વિટામિન ડી. રોજ સૂર્ય પ્રકાશમાં ઓછામાં ઓછું અડધો કલાક ચાલવું જરૂરી છે. જો એમ ન કરી શકતા હો તો વિટામિન ડીની ગોળી તમારા ડૉકટરને પૂછીને લેવી જોઈએ. આ ત્રણ બાબતથી ટેસ્ટોટરોનને જાળવી શકાય છે. અને તેની સાઈડ ઈફેક્ટથી બચી શકાય છે. શારીરિક સ્વસ્થતા હોર્મોનલ બેલેન્સને કારણે જ આવતી હોય છે. શિયાળા પછી આવતો ઉનાળામાં પણ આ ત્રણ બાબતોને ધ્યાનમાં રાખી શકાય કારણ કે ઉનાળામાં ટેસ્ટોટરોન પ્રમાણ ખૂબ ઓછું થવાની શક્યતા હોય છે.

You Might Also Like

0 comments