ગુગલિંગ મેન ૨૦૧૫ 29-12-15

09:36૨૦૧૫ની સાલના બાર મહિના પૂરા થઈ ગયા તેની ખબર પણ ન પડી કારણ કે ખરેખર ઘટનાઓથી પ્રચુર રહી. ઈન્ટરનેટ પર પુરુષોનું જ રાજ રહ્યું છે તે ભારતમાં મોસ્ટ ગુગલ પર્સન ઓફ ધ યરની યાદી જોઈને સમજાય છે. ભારતમાં સૌ પ્રથમ નામ સન્ની લિયોનનું છે. તે સિવાય અબ્દુલ કલામ ત્રીજા નંબરે અને સૌથી છેલ્લું અને દસમું નામ નરેન્દ્ર મોદીનું છે. સન્ની લિયોનને ગુગલ કરનાર મોટાભાગે પુરુષો જ હોય તેમાં શંકાને સ્થાન નથી. પોર્ન સ્ટાર રહી ચૂકેલી સન્ની લિયોનનું હોટ ફિગર આ વરસે હોટ ફેવરિટ રહ્યું. પુરુષોને સ્ત્રીનું હોટ ફિગર જોવું ગમે છે તે ફરીવાર સાબિત કરે છે. અહીં એવી પણ દલીલ થઈ શકે કે પુરુષો જ શું કામ સ્ત્રીઓ પણ ગુગલ કરી સન્ની લિયોનને જોતી હોઈ શકે? તો ચલો શંકાને સ્થાન આપી શકાય. કારણ કે સન્ની લિયોનમાં એવું શું છે કે તે આટલી પોપ્યુલર થઈ તેવી ક્યુરીઓસિટી -જીજ્ઞાસા સાથે પત્નીઓએ કે ગર્લફ્રેન્ડોએ ગુગલ કર્યું હોય. પરંતુ પહેલાં તેમણે પતિને કે પ્રેમીને સન્ની લિયોનને વારંવાર જોતા પકડ્યા હોય પછી જ એટલું તો માનવું જ પડે. વળી સન્ની લિયોનનું હોટ ફિગર છે જ એવું કે કોઈપણ પુરુષને તેની કલ્પના કરવી ગમે. આદમ અને ઈવની કેમેસ્ટ્રીને ક્યારેય રોકી શકાતી નથી. ગુગલનું અસ્તિત્વ નહોતું ત્યારે ગુગલિંગ કર્યું એમ કહેવાતું એનો અર્થ થતો કે ક્લીન બોલ્ડ કર્યો. અહીં પણ સન્ની લિયોને માર ડાલા.... એવું કહી જ શકાય. 

ભારતમાં પેલી બહુ ગાજેલી વિદેશી ડેટિંગ વેબસાઈટે ભારતમાં વગર જાહેરાતે ૨૦૧૪માં લોન્ચ કર્યું એવું જ ૨.૭૫ લાખ ભારતીયો તેના ગ્રાહક બની ગયા હતા. આ વેબસાઈટ પરિણીત કે કમિટેડ સંબંધો ધરાવનાર માટે છે. જેઓ લગ્નબાહ્ય સંબંધો બાંધવા માગતા હોય તેમના માટે જ ખાસ સરળતા કરી આપવા માટે છે. વળી વેબસાઈટે કરેલા સર્વેમાં ૮૭ ટકા પુરુષોએ કબૂલ્યું કે તેમને લગ્નબાહ્ય સંબંધો બાંધવામાં કશું જ ખોટું કે ખરાબ નથી લાગતું. બે વરસમાં તો એ સિવાય બીજી અનેક મોબાઈલ ડેટિંગ એપ્લિકેશન પણ શરૂ થઈ છે. અને વળી સોશિયલ સાઈટ્સ પણ ખરી જ. તો પછી સન્ની લિયોનને બસ મફતમાં જોવા મળે તો કોણ કમભાગી ન જુએ ? ભારતમાં જે દસ વ્યક્તિઓ મોસ્ટલી ગુગલ થઈ છે તેમાં નવ વ્યક્તિઓ ગ્લેમર વર્લ્ડ સાથે સંકળાયેલી છે ફક્ત સ્વ. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ અને વડા પ્રધાન મોદી જ પ્રથમ દસમાં પ્રવેશ મેળવી શક્યા. પ્રખ્યાત રમતવીરો પણ નહીં. વડા પ્રધાન મોદી હેપ્પનીંગ વ્યક્તિ તો રહ્યા જ છે તેની ના નહીં. સન્ની લિયોન સાથે તેમની સરખામણી ન થઈ શકે. તેમાંય જ્યારે વરસના અંતિમ દિવસોમાં પાકિસ્તાનની અનપ્લાન્ડ વિઝિટ દ્વારા આખાય વિશ્ર્વના સમાચારોમાં સ્થાન પામ્યા હતા. ક્રિસમસની ઉજવણીના સમાચારો સાથે મોદી અને નવાઝ શરીફની મુલાકાતની વિશ્ર્વના નેતાઓએ આશ્ર્ચર્ય અને આદર સાથે નોંધ લીધી હતી. એ પહેલાં પેરિસની ક્લાઈમેટ ચેન્જ સમિટમાં પણ મોદીની હાજરીની અસર જણાઈ હતી. વિદેશમાં ફરતા વડા પ્રધાન તરીકે ભલે તેમના પર જોક થતા હોય પરંતુ, જે રીતે ભારતનું નામ ૨૦૧૫માં દેશવિદેશમાં ગુંજતું થયું તેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ફાળો છે જ તે નકારી ન શકાય. એટલે પણ તેઓ ગુગલ્ડ થયા હોય. સન્ની લિયોન બાદ બીજા નંબરે આવે છે ભાઈજાન સલમાન ખાન. એક સર્વેમાં જાણવા મળ્યું હતું કે સલમાન ખાનના પુરુષ ચાહકો વધુ છે. ભાઈજાન અનેક ભારતીય પુરુષોના પ્રેરણામૂર્તિ છે. આ બાબતે કોઈ પર્સનલ કોમેન્ટ નથી કરવી. પણ જાણવા મળ્યા મુજબ શાહરુખ પણ મોસ્ટ ગુગલ લિસ્ટમાં છે. સૌથી વધુ સ્ત્રીઓ તેની ચાહક છે એટલે પણ તેઓએ લિસ્ટમાં હોઈ શકે. નવાઈ લાગે એવી વાત એ છે કે દુનિયાભરમાં ૩૮ મોસ્ટ ગુગલિંગ લિસ્ટમાં સલમાન ખાનનો નંબર દસમો છે. ભારત સિવાય અન્ય બે દેશોમાં તેના માટે ગુગલિંગ થયું છે. જોકે કેટરિના કૈફ પણ આ લિસ્ટમાં છે, પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી નથી. 

વિશ્ર્વભરમાં સૌથી વધુ ગુગલ થયો હોય તો ફૂટબોલ પ્લેયર મેસ્સી અને અમેરિકાની રિયાલિટી ટીવી સ્ટાર કીમ કર્દાશિયન. પેરિસ હિલ્ટનની મિત્ર કીમની તેના બોયફ્રેન્ડ સાથેની સેક્સ ટેપ લીક થઈ ત્યારબાદથી તે સેલિબ્રિટી સ્ટાર બની ગઈ અને અમેરિકાના રિયાલિટી શોઝમાં તેની હાજરી અનિવાર્યપણે હોય છે. ફૂટબોલ પ્લેયર મેસ્સી તો દુનિયાભરમાં તેની રમતની ક્ષમતાને કારણે મશહૂર છે જ. તેને બેસ્ટ પ્લેયર ઓફ ધ યર પણ જાહેર કરાયો છે. મેસ્સીએ આ વરસે ફૂટબોલના મેદાનમાં ૫૧ ગોલ કર્યા છે. મેસ્સીને ૨૬ દેશોએ ગુગલ કર્યો છે તે એની પોપ્યુલર હોવાનું સાબિત કરે છે. પ્રખ્યાત ૨૮ વરસીય મેસ્સી વિશે કેટલીક વાત જાણવી જોઈએ. તેણે આ સફળતા મેળવવા સખત મહેનત કરી છે. નાનો હતો ત્યારથી જ તેને ફૂટબોલ પ્રત્યેનો પ્રેમ વારસામાં મળ્યો હતો. ફૂટબોલ સરસ રમતો પણ દુબળો પાતળો મેસ્સી એક રોગથી પીડાતો હતો. તેને ૧૦ વરસની ઉંમરે ગ્રોથ હોર્મોન ડેફિસિઅન્સી નામનો રોગ થયો હતો. તેમાં શારીરિક અને માનસિક તકલીફો થાય. હાડકાંની અને શરીરની ડેન્સિટી ઓછી હોય. માનસિક રીતે ડિપ્રેશન, યાદશક્તિ ઓછી થાય. તેની ટ્રિટમેન્ટનો ખર્ચ મહિને એક હજાર ડોલર આવતો જે તેના માતાપિતાની ક્ષમતાની બહાર હતો. પિટ્યુટરી ગ્લેન્ડમાં તકલીફ હોવાને કારણે આ રોગ થાય છે. તેણે હોર્મોનના ઈન્જેકશન લેવા પડે કે રેડિએશન કે સર્જરી કરાવવી પડે. આર્જેન્ટિનામાં જન્મેલા મેસ્સીએ ટ્રિટમેન્ટના ખર્ચને પહોંચી વળવા માટે બાર્સેલોના આવવું પડ્યું. અને ત્યારથી એ બાર્સેલોના ટીમ માટે રમે છે. દસ વરસ સુધીમાં એટલે કે ૧૯૯૪ થી ૨૦૦૪ સુધીમાં નેવેલ્સ ઓલ્ડ બોયઝ ક્લબ તરફથી રમતાં તેણે ૫૦૦ ગોલ કર્યા હતા. તેની રમતને લીધે તેની ડિમાન્ડ હતી, પરંતુ તેની બીમારીને લીધે બાર્સેલોના તેને ટીમમાં લેવા ન લેવા બાબતે અવઢવમાં હતા. પરંતુ, બાર્સેલોનાને પણ પોતાની જીત માટે સારા પ્લેયરની જરૂર હતી એટલે છેલ્લી ઘડીએ ટિસ્યુ પેપર પર કોન્ટ્રેકટ કરીને મેસ્સીને ટીમમાં લીધો. તે આજ દિન સુધી રમી રહ્યો છે. ફૂટબોલ માટે સખત શારીરિક માળખું અને ઊર્જાની જરૂર હોય છે. મેસ્સીએ તેના નસીબને પોતાના આત્મવિશ્ર્વાસથી બદલી નાખ્યું. તેને મેદાનમાં રમતા જોઈને કોઈને ખ્યાલ પણ ન આવે કે તેને હોર્મોનલ ગ્રોથ ડેફિસીયન્સીની તકલીફ છે. મેસ્સી આજે સ્ત્રીઓ અને પુરુષોનો હોટ ફેવરિટ સ્ટાર છે. દુનિયાભરમાં તેની સફળતા પ્રેરણા લેવા જેવી છે. સલમાન ખાનની સફળતા પણ કોન્ટ્રોવર્સિયલ લાગે. 

ગુગલિંગ થવું એટલે કે લોકોએ ગુગલ પર

તે નામમાં ક્લિક કર્યું કે સર્ચ કર્યું તેનો મતલબ ખ્યાતિ છે એટલે જ નહીં પરંતુ, એ વ્યક્તિ વિશે વધુ જાણવાની જરૂર લોકોને લાગી. તે માટે તેમની સફળતા જ જોકે આધારભૂત હોય છે. આ લિસ્ટ દ્વારા દેખાય છે કે અસફળ વ્યક્તિ માટે કોઈ ગુગલ બહુ નથી કરતું તમે કંઈક જુદું કર્યું હોય, તમારી ક્ષમતાથી વધીને કશુંક અચીવ કર્યું હોય તો લોકો તમારા વિશે જાણવા માગે છે. આમાં પૈસાદાર બિઝનેસમેન નથી. રમતવીરો, ગાયક, ગાયિકાઓ, હીરો(ફક્ત આપણે ત્યાં) અને નેતાઓ જ આ લિસ્ટમાં જોવા મળે છે. નરેન્દ્ર મોદીનો લોકો સાથે લવ એન્ડ હેટનો સંબંધ છે. તેની સફળતા માટે ગુગલિંગ કરનારા જેટલો જ તેને ધિક્કારનારો પણ મોટો વર્ગ છે તે માનવું પડે. લવ એન્ડ હેટ દ્વારા ભારતીય ગુગલિંગના લિસ્ટમાં આવનાર વડા પ્રધાન વિશ્ર્વના મોસ્ટ ગુગલિંગ લીસ્ટમાં નથી. હાલમાં જ જેને મળી આવ્યા તે રશિયાના વડા પ્રધાન પુતિન અને તેના પત્ની પણ વિશ્ર્વના ગુગલિંગ લિસ્ટમાં છે. બરાક ઓબામા, નાઈઝિરીયા, ચીન, ઝિમ્બાબ્વે, સાઉદીના નેતાઓ આ લિસ્ટમાં છે. 

આ લિસ્ટની યાદી જોઈને વિચાર જરૂર આવે કે એન્જિનયર, એમબીએ કે ડોકટર આ લિસ્ટમાં નથી. ખેલકૂદ, કલા અને રાજકીય-સામાજિક નેતાઓમાં જ લોકોને રસ હોય છે. એ લોકો જ સૌથી લોકપ્રિય હોય છે. વીશ કે ૨૦૧૬માં વિશ્ર્વના લિસ્ટમાં ભારતીય નામો વધે. આપ સૌ વાચકોને હેપ્પી ૨૦૧૬.

You Might Also Like

0 comments