પુરુષાતનનું પ્રદર્શન (mumbai samachar)

02:40

એક પાર્ટીમાં અમે થોડી સ્ત્રીઓ વાત કરી રહી હતી. તેવામાં પાર્ટીમાં મોસ્ટ હેન્ડસમ, ચાર્મિંગ મેનની એન્ટ્રી થઈ. દરેક સ્ત્રીની નજર એકવાર તો એ પુરુષ તરફ ફરી જતી. ત્યાં જ ગ્રુપમાંથી કોઈ બોલ્યું હી ઈઝ એ વુમનાઈઝર.... અને પછી તો તેના રંગીન કિસ્સાઓની વાત શરૂ થઈ. પુરુષો સ્ત્રી તરફ જુએ કે તેની સાથે ફ્લર્ટ કરે તે અલગ વાત છે. પણ કેટલાક પુરુષોની માનસિકતા સતત નવી સ્ત્રી સાથે મૈત્રી સંબંધ બાંધવાની કે પછી તેનાથી આગળ વધીને સેક્સુઅલ સંબંધ બાંધવાની હોય છે. આ પહેલાં અનેક જાણીતા વુમનાઈઝર થઈ ગયા. 

સમાજમાં જે રીતે આવા પુરુષોને ખરાબ માનવામાં આવે છે હકીકતે તેવું હોતું નથી. દરેક વુમનાઈઝર સ્ત્રીઓને હર્ટ (પીડા) કરવા માટે જ ફ્લર્ટ નથી કરતો. આ એક જાતની બીમારી છે એવું પણ કહી શકાય. હા જો તેમાં વિકૃતિ ભળે તો ક્રાઈમ કેસ બને છે. આ માનસિકતા વિશે અમેરિકન સાયકોલોજિસ્ટ ઓફ્રા ગેસ્ટીન કહે છે કે વુમનાઈઝર વ્યક્તિમાં આત્મવિશ્ર્વાસ મોટેભાગે ઓછો હોય છે. તેને વારંવાર પોતાના કોન્ફિડન્સને બુસ્ટ કરવાની જરૂર પડે છે. તેમાં ય સ્ત્રીઓ તેના તરફ આકર્ષાય છે તેવો અહેસાસ સતત વારંવાર જરૂરી બની જાય છે. દર વખતે નવી સ્ત્રી સાથે સંબંધ બાંધી તેનો પૌરુષીય અહમ્ સંતોષાય છે. વારંવાર આવા અહેસાસની જરૂરિયાત પુરુષને વુમનાઈઝર બનાવે છે. 

વુમનાઈઝર પુરુષો દેખાવડા, સત્તાશાળી, ચાર્મિંગ અને કાળજી રાખનારા હોય છે. સ્ત્રીઓને સ્ત્રી હોવાનો અહેસાસ કરાવી શકનાર પુરુષ જ વુમનાઈઝર હોઈ શકે. વુમનાઈઝર સ્ત્રીને શું જોઈએ છે તે જાણતો હોય છે. સ્ત્રીનો આદર કરી શકનારો વ્યક્તિ પણ વુમનાઈઝર હોઈ શકે છે. સ્ત્રીને ખુશ કરી શકનાર વ્યક્તિ જ વુમનાઈઝર બની શકે. એકાદ બે લગ્નબાહ્ય સંબંધો રાખનાર વ્યક્તિ વુમનાઈઝર છે એવું કહી ન શકાય. વુમનાઈઝર વ્યક્તિ સંવેદનશીલ હોઈ શકે, પરંતુ તેને એક જ સ્ત્રી સાથે સંબંધ બાંધીને સંતોષ ન થાય. એ પણ જરૂરી નથી કે દરેક સ્ત્રી સાથે તેને સેક્સુઅલ સંબંધો જ હોય. એ વ્યક્તિને સતત અહેસાસ જોઈતો હોય છે પોતાના અહમ્ને પોષવા. વુમનાઈઝર વ્યક્તિ ખરાબ નથી હોતી તો સારી પણ નથી હોતી. તેનો ઈલાજ કરાવવાની જરૂર હોય છે. જો કે વુમનાઈઝર સમાજમાં પ્રસિદ્ધ, સફળ હોય છે તેને કારણે એનો વિરોધ જોઈએ એવો થતો નથી. વળી મોટેભાગે આવી વ્યક્તિઓ સાથે સ્ત્રી તેમના વ્યક્તિત્વથી અંજાઈને પોતાની મરજીથી જ તેની સાથે જોડાતી હોય છે એટલે બળાત્કારનો આરોપ પણ કરતા ડરતી હોય છે. હા મોટેભાગે આવી વ્યક્તિઓ સ્ત્રીને છેતરીને જ તેની સાથે સંબંધ બાંધતી હોય છે. એટલે કેટલાય કિસ્સાઓમાં સ્ત્રીની મરજી ન હોવા છતાં તેનું એક્સપ્લોઈટેશન પણ થતું હોય છે. 

હાલમાં જ જેણે પોતાની દીકરી પૂજાથી ચાર વરસ નાની ઉંમરની સ્ત્રી સાથે ચોથા લગ્ન કર્યા તે કબીર બેદી એક જમાનામાં વ્યભિચાર માટે જાણીતો હતો. પોતાની પત્ની પ્રોતિમા બેદીની હયાતિમાં પરવીન બાબી સહિત અનેક સ્ત્રીઓ સાથે તેના સંબંધો હતા. પ્રસિદ્ધ ગાયક કિશોર કુમારે પણ ચાર વખત લગ્ન કર્યા હતા. નવાઈ લાગે કે શા માટે તો આવા પુરુષો લગ્ન કરે છે? કારણ કે તેઓ સરળતાથી ખોટું બોલી શકતા હોય છે. જાતને અને સ્ત્રીઓને પણ છેતરી શકતા હોય છે. જે સ્ત્રી પુરુષના પ્રભાવશાળી વ્યક્તિત્વથી અને કાળજી ભર્યા વર્તનથી અંજાઈ ગઈ હોય તે પુરુષને પ્રેમથી બદલવાની આશા સેવવા લાગે છે. અને પુરુષ પણ એ સ્ત્રીને ખોવા ન ઈચ્છતો હોવાથી લગ્ન કરવા તૈયાર થાય છે. જો કે આવા પુરુષ પોતાની માતા જેવા એકાદ બે ગુણો ધરાવતી સ્ત્રી મળે તો જ તેની સાથે લગ્ન કરે છે. એ પુરુષને પોતાને પણ ઈચ્છા હોય છે કે તે બદલાઈ 

જાય. વન વિમેન મેન બને પણ બિચારા દિલથી મજબૂર હોય છે. માનસિકતા એમ સરળતાથી બદલી નથી શકાતી. 

શો મેન રાજ કપૂર વુમનાઈઝર હોવાનું કહેવાય છે. કૃષ્ણા કપૂર સાથે તેમના લગ્ન થઈ ગયા હોવા છતાં નરગીસ સાથે તેમના પ્રેમ સંબંધો હતા અને નરગીસે રાજ કપૂર સાથે તેમના વ્યભિચારી સ્વભાવને કારણે જ સંબંધ તોડી નાખ્યો હતો. 

પતિયાલાના મહારાજા ભૂપિન્દર સિંહ મશહૂર છે તેમની મર્દાનગીના પ્રદર્શન માટે. તેમણે પાંચ લગ્ન કર્યા હતા પણ એ સિવાય તેમને દુનિયાભરમાં અનેક સ્ત્રીઓ સાથે સંબંધો હતા. તેમના સંબંધોથી ૮૮ બાળકો થયા હતા. કહેવાય છે કે એકવાર તેઓ શહેરમાં નગ્ન થઈને ફર્યા હતા પુરુષાતનનું પ્રદર્શન કરવા માટે. તેઓ ૧૯૩૮ના માર્ચ મહિનામાં ૩૮ વરસની વયે મૃત્યુ પામ્યા હતા. 

એક જમાનાના સુપર સ્ટાર રાજેશ ખન્નાએ ૩૧ વરસની ઉંમરે ૧૭ વરસની ડિમ્પલ સાથે લગ્ન કર્યા હતા. એ પહેલાં અંજુ મહેન્દ્રુ સાથે તેમના સંબંધો હતા. ડિમ્પલ સાથેના લગ્ન પણ તેમના વ્યભિચારી એટલે કે વુમનાઈઝર હોવાના કારણે તૂટ્યા હતા. 

રોક એન્ડ રોલનો કિંગ ગણાતો એલ્વીસ પ્રેસ્લી વુમનાઈઝર તરીકે પ્રસિદ્ધ હતો. તેને કિશોરવયની છોકરીઓ સાથે સંબંધ બાંધવો ગમતો. રોક ગાયક હોવાને કારણે અને પ્લીઝિંગ પર્સનાલિટી છોકરીઓને ગાંડી બનાવવા પૂરતી હતી. ૨૪ વરસની વયે તેણે ૧૪ વરસની પ્રિસિલ્લા સાથે સંબંધ બાંધ્યો હતો. એ જ છોકરી પછી તેની પત્ની બની હતી. લગ્ન બાદ પણ તેણે વ્યભિચાર છોડ્યો નહોતો. તે સેક્સ પાર્ટીઓનું આયોજન કરવા માટે મશહૂર હતો. એ પાર્ટીમાંં લોકો કોઈપણ બંધન વિના છડેચોક સેક્સ માણતા. 

પ્લેબોય મેગેઝિનનો સ્થાપક હ્યુ હેફનર પ્રસિદ્ધ વુમનાઈઝર હતો તે સૌ કોઈ જાણે જ છે. એ જયારે ૬૦ વરસનો હતો ત્યારે ૧૧ પ્લેમેટ સાથે સંબંધો ધરાવતો હતો. કેટલી સ્ત્રીઓ સાથે સેક્સુઅલ સંબંધ બાંધ્યા હશે તેની નોંધ તો તેણે જાતે પણ નહીં રાખી હોય. 

ક્યુબાનો પ્રેસિડેન્ટ ફીડેલ કેસ્ટ્રો તોફાની વ્યભિચારી તરીકે પ્રસિદ્ધ હતો. માનો કે ન માનો તેણે લગભગ ૩૫ હજાર ... જી હા બરાબર વાંચ્યું ૩૫૦૦૦ સ્ત્રીઓ સાથે સંબંધો બાંધ્યા હતા એવું કહેવાય છે. રોજની બે કે ત્રણ છોકરીઓ સાથે તે સંબંધો બાંધતો હતો. આ આંકડા સાથે તે દુનિયાનો નંબર વન વુમનાઈઝર હતો એવું કહી શકાય. (વધુ આવતા અઠવાડિયે...)

You Might Also Like

2 comments

  1. Good one. The reference of Casanova could have been given. But Fiedel Castro, as you say might have beaten him in numbers :-)

    ReplyDelete