­
­

અન્યાયનો વિરોધ શાહબાનુથી શાયરાબાનુ 28-4-16 મુંબઈ સમાચાર

બરાબર ૩૦ વરસ પહેલાં ૨૩ એપ્રિલના રોજ સુપ્રિમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો શાહબાનુ કેસમાં. શાહબાનુને દર મહિને તેના પતિ તરફથી રૂપિયા૧૭૯.૨૦પૈસા ભરણપોષણ તરીકે મળવા જોઈએ. ૧૯૮૫ની સાલમાં શાહબાનુએ પોતાના પતિએ આપેલા તલાક બાદ ભરણપોષણની માગણી કરી હતી, કારણ કે મુસ્લિમ પર્સનલ લો પ્રમાણે તલાક બાદ ફક્ત ૯૦ દિવસ સુધી જ તેનો પતિ ભરણપોષણ આપે. ખાસ્સો ઊહાપોહ થયો હતો તે સમયે. કૉંગ્રેસ ત્યારે...

Continue Reading

‘મુંબઈ સમાચાર’ વાંચીને ગુજરાતી શીખી નેપાળી કન્યા

પાતળો બાંધો, ઓછી ઊંચાઈ , સલવાર કમીઝ , સાદગી આખાય વ્યક્તિત્વમાં. કપાળ પરનો પીળો ચાંદલો જોઈ જય જિનેન્દ્ર કહી અમે વાતે વળગ્યા. મુંબઈ સમાચારનું નામ સાંભળીને તરત જ ઉત્સાહથી કહે અરે હું તો મુંબઈ સમાચાર જ વાંચું છું. મારા ઘરમાં બીજાં ઘણાં છાપાં આવે છે પણ મુંબઈ સમાચાર આખે આખું ન વાંચુ ત્યાં સુધી મને ચેન ન પડે. આપણે જ્યાં કામ કરતાં હોઈએ...

Continue Reading

લોકપ્રિયતા તારે પણ મારે પણ

‘મોર પોપ્યુલર ધેન જીસસ ઓર બીગર ધેન જીસસ’ - ૧૯૬૬ની સાલમાં બીટલ ગ્રુપના જ્હોન લીનને ઉપરોક્ત શબ્દો પહેલીવાર ઈંગ્લેડમાં કહ્યા અને છપાયા પણ ત્યારે તો કોઈએ નોટિસ ન કર્યું પછી એ જ ટિપ્પણી ફરીથી અમેરિકામાં છપાઈ એટલે પછી ક્રિશ્ર્ચિયન કોમ્યુનિટિએ વિરોધ કર્યો. વિરોધ એટલો વધ્યો કે જાહેરમાં શો કરવાને બદલે પછી બીટલ સ્ટુડિયો ઓન્લી બેન્ડ બનીને રહી ગયું. આજે આ વાત યાદ કરવાનું કારણ...

Continue Reading

કુદરતની કરામત, માણસની મરમ્મત (મુંબઈ સમાચાર)

એપ્રિલ-મે મહિનો આવતાં બાળકોને વેકેશન પડે એટલે મોટાભાગના ગુજરાતીઓ કાશ્મીર, મનાલી કે દાર્જિલીંગ ઉપડી જાય ફરવા. ફેમિલી વેકેશનનો કોન્સેપ્ટ સારો છે, પરંતુ મોટાભાગે આપણે સારી હોટલોમાં રહેવું, કેટલાક સ્થળો જોવા જવું કારમાં બેસીને. કુદરતી દૃશ્યો જોવા અને કુદરતમાં કુદરતી રીતે ચાલવું કે રહેવું તેમાં ફરક છે. કુદરતી વાતાવરણમાં હાઈકિંગ માટે કે પર્વતારોહણ માટે જવું માનસિક સ્વાસ્થય માટે ખૂબ લાભદાયક હોવાનું વૈજ્ઞાનિકોને અભ્યાસ દરમિયાન...

Continue Reading

ચીલો ચાતરવાની હિંમત હતી વિનુ પાલીવાલમાં (published in mumbai samachar)

જયપુરમાં મોટી થયેલી વિનુ પાલીવાલ જ્યારે પણ તેના પિતાની બાઈક પાછળ બેસતી તેને રોમાંચ થતો. બાઈક તેના માટે પેશન બની જશે ત્યારે તો ખબર નહોતી, પરંતુ બાઈક માટે એક અજબ પ્રકારનું ખેંચાણ તેને હતું. કોલેજમાં તેના એક મિત્રએ બાઈક ચલાવતા શીખવાડ્યું ને બસ તે બાઈક રાઈડિંગના પ્રેમમાં પડી ગઈ. પણ તેની પાસે હજી બાઈક નહોતું એટલે ચલાવી શકતી નહોતી. મારવાડી સમાજમાં છોકરીના લગ્ન...

Continue Reading

વાળમાં નહિ, સ્ત્રીનું સૌંદર્ય હિમ્મતમાં

મારું જીવન લોકોના મનોરંજન માટે નથી. લોકોને શું લાગશે તે વિચારવાનું મેં ક્યારનું છોડી દીધું છે. સ્ત્રીનું સૌંદર્ય તેના દેખાવમાં છે એ માન્યતા તોડવાની જરૂર છે. ૪૫ વર્ષીય કેતકી જાની એકી શ્ર્વાસે બોલી રહી હતી. પાતળી લાંબી અને માથા પર ટેટૂ ચિતરાવેલી કેતકી જાનીને જોઈએ તો વિચાર આવે કે કોઈ ફેશન મોડેલ હોઈ શકે. પણ ના પિસ્તાલીસ વરસની કેતકી જાનીને છ વરસ પહેલાં એલોપેસિયા...

Continue Reading

પુરુષ સ્ત્રીસમોવડો થઈ રહ્યો છે!

કી એન્ડ કા ફિલ્મમાં હીરોને ઘરમાં રહીને કામ કરવું ગમે છે તો હીરોઈનને બહાર જઈને કામ કરીને પૈસા કમાવવામાં વધુ રસ છે. બન્ને પોતાની મરજીનું જીવન જીવવા માટે કટિબદ્ધ છે. યોગાનુયોગ બન્ને મળી જાય છે અને એકબીજાને ગમવા લાગે છે. જીવન જીવવાની પસંદગી ગમે તે હોઈ શકે, પરંતુ વિરુદ્ધ જાતિનું આકર્ષણ તો યથાવત્ જ રહેવાનું છે. સિવાય કે તેઓ હોમોસેક્સુઅલ હોય. આપણી એવી...

Continue Reading

અમેરિકામાં ગુજરાતી યુવાનની હરણફાળ (mumbai samachar)

ગેટ્સ વિશે એક પ્રચલિત ટુચકો છે. એક દિવસ કોઇએ એમને પૂછ્યું કે ‘મિસ્ટર બિલ, તમે તમારી કંપનીમાં ઊંચા હોદ્દાઓ પર અમેરિકાના વિદ્યાર્થીઓને તક આપવાને બદલે ભારતીય મૂળ ધરાવતા વિદ્યાર્થીઓને જ કેમ બેસાડો છો?’ બિલ ગેટ્સે પહેલાં તો સ્મિત કર્યું અને પછી દિલની વાત જબાન પર લાવીને કહ્યું કે ‘લુક મિસ્ટર, વાત એમ છે કે જો હું એમને લોભામણી ઑફરો આપીને મારી કંપની માઇક્રોસૉફ્ટમાં...

Continue Reading

મહિલા પહેલ કરે એ પુરુષને ગમે (mumbai samachar- sunday )

રમપમમમ પમ ....પારા ...ચલતી હૈ કયા નૌ સે બારા....આ આપણી ભારતીય ટપોરી સ્ટાઈલ છે છોકરીઓને પટાવવાની. પણ સોફિસ્ટિકેટેડ ડેટિંગ કોન્સેપ્ટ પશ્ર્ચિમનો છે. સ્ત્રીઓને પ્રપોઝ કરવું એ પુરુષો માટે હંમેશા ટેન્શનનો વિષય રહ્યો છે. એમાં ય ટપોરીઓ તો એય.... આતી ક્યા ખંડાલા પૂછી ય બેસે બિન્દાસ્ત, પરંતુ ભારતીય ભદ્ર પુરુષોને માટે સ્ત્રીઓને પ્રપોઝ કરવું ક્યારેય સહેલું નથી રહ્યું. ડેટિંગનો કોન્સેપ્ટ હવે ધીમે ધીમે ભારતમાં...

Continue Reading

નારી આત્મકથાની ગાથા

હિમાંશી શેલતની આત્મકથાત્મક મુક્તિ-વૃત્તાંતની વાત કરતાં નારીવિશ્ર્વના અંધારિયા ખૂણા તરફ જોવાની જીજ્ઞાસા બળવત્તર બની. ગુજરાતીમાં સ્ત્રીઓ દ્વારા આત્મકથા ખૂબ જ ઓછી કે કહો કે નહીવત્ લખાઈ છે, પરંતુ નારીની વાત કરીએ તો ભાષાના વાડાને ટપીને જોઈએ. નારીવિશ્ર્વ તો દરેક ભાષામાં સરખું જ હોય છે. હાલમાં લખાયેલી આત્મકથાઓ જોતા વાચકોને રસ પડે તેવી વાત જાણવા મળી. ઘરકામ કરતી સ્ત્રીએ લખેલી આત્મકથા જે મૂળ બંગાળીમાં...

Continue Reading

અપેક્ષાઓથી બાંધેલી દીવાલો જર્જરિત હોય છે(published in mumbai samachar)

હાલમાં જ ટેલિવિઝનની પ્રસિદ્ધ અભિનેત્રી પ્રત્યુશાએ ૨૪ વરસની નાની ઉંમરે આપઘાત કર્યો તે સમાચાર લોકોને આઘાત આપી રહ્યા હતા ત્યારે ર૪ વરસની નાની ઉંમરે (૧૯૯૫માં)ગામના સરપંચ બનેલાં પ્રજ્ઞાચક્ષુ સુધા પટેલની યાદ આવી. જન્મથી જ અંધ સુધાને હતાશ થવા માટે જીવનમાં અનેક કારણો મળી શકતાં હતાં. તેમાંય ૧૯૯૭ની સાલમાં તો તેમને સાયકોલોજીસ્ટની સારવાર લેવાનીય જરૂર પડી હતી. સાયકોલોજીસ્ટે તેમને રાત્રે ઊંઘ આવે તેની ગોળીઓ...

Continue Reading

બૉસ, તમે સાયકોપેથ છો

ગયા લેખમાં આપણે પોતાના જ કુટુંબની વ્યક્તિઓની હત્યા કરી આત્મહત્યા કરતા લોકો વિશે વાત કરી. આ લોકો સાયકોપેથ હોવાની શક્યતા હોય છે. સાયકોપેથ એટલે મનોવિકૃતિ ધરાવતી કે માનસિક રીતે રુગ્ણ વ્યક્તિ. જેને બીજા કોઈ પ્રત્યે સહાનુભૂતિ ન થાય કે ન તો પોતાના વર્તન માટે કોઈ જાતનો અફસોસ કે ગુનાહિતતાનો ભાવ અનુભવાય. તે છતાંય સાયકોપેથ એટલે સિરિયલ કિલર હોય એવું નહીં. આપણી આસપાસ અનેક...

Continue Reading