­
­

સંબંધોમાં દીવાલ ન ચણો

એક જોક સોશિયલ મિડીયામાં ફરી રહી હતી કે સ્ત્રીઓ શું કામ વધુ પ્રમાણમાં છૂટાછેડા લઈ રહી છે? કારણ કે તેમને ખબર છે કે ખૂન કરવું ગેરકાનૂની છે અને સ્ત્રીઓ એ જાણે છે. ફેમિલિ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલ મિત્ર સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે મોટી ઉંમરે છૂટાછેડાનું પ્રમાણ છેલ્લા દશેક વરસથી વધી રહ્યું છે. તેનું કારણ છે કે સ્ત્રીઓ પોતાનાં વ્યક્તિત્વ અંગે જાગૃત...

Continue Reading

વેઈટરથી ઓલિમ્પિક્સ સુધીનો સંઘર્ષ (mumbai samachar)

બદરીનાથમાં સવારના ચાર વાગ્યાની એલાર્મ વાગે છે. નાનકડી ક્રિષ્ના હોટલમાં વેઈટરનું કામ કરતો ૨૫ વરસનો મનીષ રાવત તરત જ ઊભો થાય છે. હજી તેની ફરજ શરૂ થવાને વાર છે. તેની સાથે હોટલમાં કામ કરતાં બીજા લોકો સૂતાં છે. મોઢા પર પાણી છાંટી મનીષ તરત જ પગમાં બૂટ પહેરી પહાડોના રસ્તા પર રેસવોકિંગ કરવા નીકળી પડે છે. આ કંઇ એકાદ દિવસની વાત નથી, બલકે...

Continue Reading

પીડાને હંફાવી રંગ્યો જીવનનો કૅન્વાસ(mumbai samachar)

‘રોજ હું પાંચેક કલાક કામ કરવાનો પ્રયત્ન કરું છું. થોડા સમયથી પેઈન્ટિંગ કરવાનું શક્ય નથી બનતું એટલે ડેકોરેટેડ બોક્સ બનાવું છું. થોડું પણ કામ થાય અને મેડિટેશન થાય એટલે દિવસ મજાનો પસાર થાય, જીવનમાં આમ જોઈએ તો કોઈ જ તકલીફ નથી. અદ્ભુત છે જીવન’ આવું કહેનાર શેફાલીને માટે માન થઈ જ આવે. વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં બેઠા ઘાટના મકાનના દાદરા ચઢીને ઉપરના માળે...

Continue Reading

નયે દોર મૈં લિખેંગે મિલકર નઈ કહાની (mumbai samachar)

૨૦૧૬નું વરસ નારીશક્તિના નામે યાદ કરવામાં આવશે. ગયા અઠવાડિયે પહેલી વખત એવું થયું કે આખુંય ભારત ક્રિકેટને ભૂલીને કુસ્તી, જીમ્નેસ્ટિક્સ અને બેડમિન્ટનની વાતો કરતું હતું. સોશિયલ મીડિયામાં પણ ભારતીય મહિલાઓ અને ઓલિમ્પિક છવાયેલા હતા. ભારત એવો દેશ છે કે જ્યાં સ્ત્રીઓને ઘરની બહાર જવા માટે પણ પરવાનગી લેવી પડતી હોય છે. જાતીય સતામણી અને ઘરેલું હિંસાની હેડલાઈન્સ દરરોજ સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ કેટલી ખરાબ...

Continue Reading

આઈટી પ્રોફેશનલ બન્યો ખેડૂતોનો માર્ગદર્શક (mumbai samachar)

ખેડૂત માન્ડયાના ઓર્ગેનિક સ્ટોરમાં ટામેટાં અને મરચાંની થેલી લઈને આવે છે. ૪.૫ કિલો ટમેટાં અને ૧.૨૫ કિલો મરચાનું વજન થાય છે અને કડકડતી થોડી નોટો લઈને પાંચ મિનિટમાં તો તે બહાર નીકળી જાય છે. હજી વરસ પહેલાં આટલી સરળતાથી ખેડૂત પોતાનો માલ વેચી નહોતો શકતો. જુલાઈ ૨૦૧૫માં આ વિસ્તારના શેરડીની ખેતી કરતાં ૨૦ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. બેગલૂરુથી ફક્ત ૧૦૦ કિલોમીટર અને મૈસુરથી...

Continue Reading

માતૃત્વના મહિમાથી વ્યક્તિત્વના વિકાસ સુધી (mumbai samachar)

મુંબઈ નામના ટાપુ પર રહેતા લોકો સંયુક્ત કુટુંબ કરતાં ન્યુક્લિઅર એટલે કે વિભક્ત કુટુંબમાં વધુ રહે છે. તેવામાં મા બનતી આધુનિક નારીને કઈ કેટલાય પ્રશ્ર્નો સતાવતા હોય છે. જેમ કે બાળક ખૂબ રડે છે અને કશી જ ખબર નથી પડતી. અચાનક તેને પેટમાં દુખાવો થાય છે કે શરદી થાય છે પણ મટતી જ નથી, તે દૂધ નથી પીતું કે જમતું નથી. વરસ પૂરું...

Continue Reading

સાગરની લહેરો પર થઈને સવાર ઈશાએ લીધી હાથમાં પતવાર (mumbai samachar)

ટૂંકા વાળ, ટીશર્ટ અને શોર્ટ્સમાં ૧૮ વરસની યુવાન લાગતી ઈશા જુલાઈના અંતમાં જ બોટ રેસ જીતીને આવી અને આવતા મહિને માસ્ટર્સ કરવા માટે લંડન જતાં પહેલાં મુંબઈ પોતાની નાનીને મળવા આવી છે. ઈશા ગુજરાતી સાહિત્યમાં દરિયાઈ સાહસકથાઓની ઘણી નવલકથા લખનાર સાહિત્યકાર ગુણવંતરાય આચાર્યની પુત્રી અને આપણાં જાણીતાં વાર્તાકાર ઈલા આરબ મહેતાની પૌત્રી છે. ગુણવંતરાય આચાર્યએ તો કાલ્પનિક કથા દ્વારા દરિયો ખેડવાનું સાહસ કર્યું...

Continue Reading

ઝખ્મી દિલોં કા બદલા ચુકાને આયે હૈં દિવાને..

                                                          સદ્દામ હુસેનને માનવતાનું મર્ડર કરવા માટે ઈરાકી - અમેરિકન બેઝ કેમ્પમાં ૨૦૦૬માં ફાંસી આપવામાં આવી હતી. સદ્દામે ૧૯૮૨ની સાલમાં દુજૈલ ગામમાં ૧૪૮ શિયાઓની કત્લેઆમ કરાવી હતી. ઓસામા બિન લાદેને તાલિબાનનીસાથે કત્લેઆમ કરી આતંક મચાવ્યો...

Continue Reading

પોલી લાગણીઓ નહિ પોલાદી વ્યક્તિત્વનો સ્વીકાર (mumbai samachar)

                                આજકાલ સોશિયલ મીડિયા પર દીકરી વિશેની કવિતાઓ લાગણીઓની ચાસણીમાં બોળીને મૂકવામાં આવે છે. સ્ત્રી એટલે ફક્ત દીકરી નથી તે વ્યક્તિ પણ છે તેવું કેટલા માતાપિતા માનીને તેને ઉછેરે છે? બીજી સ્ત્રી પણ કોઈની દીકરી છે તે કેમ ભૂલી જવાય છે?  સોશિયલ મિડિયા પર હમણાં એક ખૂબ સરસ...

Continue Reading

ગુજરાતી ગૃહિણીએ સાઈકલથી સર કર્યાં ઊંચાં શિખર (mumbai samachar)

હિમાલયના દુર્ગમ પહાડી રસ્તાઓ અને એકસ્ટ્રિમ વાતાવરણ ઠંડી, ગરમી અને વરસાદ તે વચ્ચે ગુજરાતના ત્રેવીસ જણાએ મનાલીથી ટોબાના રૂટ પર સાઈકલ ટ્રેકનું આયોજન કર્યું. જ્યાં આ પહેલાં ક્યારેય સાઈકલ ટ્રેક થયો જ નહોતો. આવા અઘરા સાહસમાં સુરતની ગુજરાતી ગૃહિણી અજિતા ઈટાલિયા પહેલી જ વાર સાઈકલ લઈને નીકળી પડે છે.૧૨ જુલાઈ ૨૦૧૬ના રોજ ઊંચા પહાડોમાં એક બાજુ ઊંડી ખીણ અને બીજી બાજુ પહાડ જેવા...

Continue Reading

આતંકવાદી સાથે સંવાદ

‘હું શું કામ અહીં મારી બધી સુખસગવડો છોડીને રણ જેવા પ્રદેશમાં રફટફ જીવન જીવું છું ? એકલો હું જ નહીં પશ્ર્ચિમમાં એવા હજારો યુવાનો છે જે અમારી સાથે જોડાવા તૈયાર છે. તમે અમને ફ્રિડમ આપો અમે તમને ફ્રિડમ આપીશું. મોતનો મને ડર નથી. મારે માથે અમેરિકન વિમાન જોઉં છું તો મને શહાદત દેખાય છે અને તે વખતે મને આનંદ થાય છે. હું શહાદત...

Continue Reading

ખોવાયેલી આત્મકથા મળશે ખરી? (published in Mumbai samachar)

                                   એક અંગ્રેજી ફિલ્મ 'ધ વર્ડસ' જોયાનું યાદ આવે છે. જેમાં એક લેખકને બીજા કોઈની ખૂબ સારી રીતે લખેલી સ્ક્રિપ્ટ મળે છે. એ લેખક સ્ક્રિપ્ટને પોતાના નામે છપાવી દે છે. ત્યારબાદ એ સ્ક્રિપ્ટનો ખરો લેખક પુસ્તક જોઈને પુસ્તક પર જેનું નામ છે તેને પત્ર લખી મળવા બોલાવે...

Continue Reading

બકા, દિલ તો પોકેમોન હૈ જી (mumbai samachar)

‘યે પોકેમોન ... પોકેમોન ક્યા હૈ?...’ દરરોજ અખબાર ખોલોને પોકેમોનના નિતનવા ન્યૂઝ આઈ મીન સમાચાર જાણવા મળે. પોકેમોન વળી કઈ બલા છે ? અને એમાં એવું તો શું છે કે આખી દુનિયા દીવાની થઈ રહી છે ? તેને કોણે બનાવ્યું ને શું કામ બનાવ્યું તે પણ અનેક સમાચારોમાંથી જાણી શકાય પણ મારા જેવા અનેક હૈયા ફુટ્યા હશે જેમને સમજાયું નહીં હોય કે ‘પોકેમોન...

Continue Reading