­
­

પાવરવોક 22-11-15

શિયાળાની સવાર સુસ્તી માણવાની મોસમ છે તો કેટલાક માટે સ્વસ્થ રહેવા માટે ચાલવાની મોસમ હોય છે. શિયાળાની સવારે ચાલવું કે ન ચાલવું તેની અવઢવ દરેકને રહેતી હોય છે. વળી તેમાં પ્રદૂષિત ધુમ્મસ આરોગ્યને નુકશાન કરે એવી બાતમી શરૂ થાય કે સુસ્તીને એક નવું બહાનું મળે. ચાલવાના ફાયદા ગમે તેટલા વર્ણવો તો ય ન ચાલનારાને ક્યારેય સ્પર્શવાના નથી. ગુજરાતીઓમાં લાઈફસ્ટાઈલ ડિસીઝ એટલે કે ડાયાબિટીશ,...

Continue Reading

તરતાં નહોતું આવડતું, પણ હજારને બચાવ્યા (mumbai samachar)

આઠ નવેમ્બરથી ડિસેમ્બર સુધી દક્ષિણ ભારતમાં ત્રાટકેલી કુદરતી આફતરૂપ વરસાદને તામિલનાડુ, આન્ધ્ર પ્રદેશ અને પોંડિચેરીમાં પૂરની સ્થિતિ હતી. તેમાં પણ મેટ્રો શહેર ચેન્નઈને સૌથી વધુ માર પડ્યો હતો. ફક્ત ચેન્નઈ શહેરમાં અઢીસો જેટલી વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો અને હજારો લોકો બેઘર બન્યા હતા. છ ડિસેમ્બર સુધી રેલવે ટર્મિનસ તથા એરપોર્ટ પણ બંધ હતાં. આવી અણધારી આવી પડેલી કુદરતી આફતમાં માણસોએ એકબીજાને મદદ કરવાના પ્રયત્નો...

Continue Reading

બંધિયારપણાની દીવાલોને તોડવાની પહેલ 17-12-15

૨૦૦૫ની સાલથી જર્મનીના ચાન્સેલર અને ૨૦૦૦ની સાલથી ક્રિશ્ર્ચિયન ડેમોક્રેટિક યુનિયનનાં નેતા એન્જલા આ વરસની મોસ્ટ પાવરફુલ વિમેન અને પર્સન ઓફ ધ યર જાહેર થયાં છે. ટાઈમ મેગેઝિને તેને પર્સન ઓફ ધ યર જાહેર કરી તો ફોર્બ્સ મેગેઝિને પણ ૨૦૧૨માં અને ૨૦૧૫ની દુનિયાની બીજી મોસ્ટ પાવરફુલ પર્સન ઓફ ધ યર જાહેર કરી છે. જ્યારે નવમી વાર મોસ્ટ પાવરફુલ વિમેનનું સન્માન પણ ફોર્બ્સે એન્જલાને આપ્યું...

Continue Reading

નાયક કે ખલનાયક 15-12-15

ફ્લેશ બેક-દૃશ્ય - ૨૦૦૯ ઈરાકમાં અમેરિકન જેલ કેમ્પમાંથી બહાર નીકળતાં અબુ બકર ગાર્ડને કહી રહ્યો છે કે, તમને હું ન્યુ યોર્કમાં જોઈ લઈશ. એ લુખ્ખી ધમકી નહોતી તે છેલ્લા વરસ દરમિયાન સાબિત થઈ જ રહ્યું છે. આ ખલનાયકને નાયકોની હરોળમાં બેસાડવામાં આવે ત્યારે રસ પડે આ પુરુષને જાણવામાં.આખાય વરસનું સરવૈયું કાઢીને જે નેતા સૌથી અસરકારક રહ્યા હોય તેને ટાઈમ મેગેઝિન પર્સન ઓફ ધ યર...

Continue Reading

પક્ષીપ્રેમી: કચ્છના અતુલ દવેએ સુરખાબ બાદ હવે ઘોરડ જેવા દુર્લભ પંખીઓને બચાવવાનો યજ્ઞ આદર્યો છે

કચ્છના રણમાં ભૂજથી ૧૫૦ કિમી. દૂર છેવાડે આવેલ કાળા ડુંગરથી આગળ પાંત્રીસેક કિલોમીટર દૂર ફ્લેમિંગો સિટી છે. શિયાળામાં ત્યાં લાખોની સંખ્યામાં ફ્લેમિંગો આવે છે. ત્યાં પાણી ભરાયા હોવાને કારણે હલેસાંવાળી બોટમાં અતુલકુમાર દવે જાય છે અને જોઈ આવે છે કે ફ્લેમિંગો હેમખેમ તો છે ને? તેમને કોઈ તકલીફ તો નથી ને? એ વિસ્તારમાં મોબાઈલના સિગ્નલ પકડાઈ શકતાં નથી. મોડી રાતે શરૂ થયેલી અતુલભાઈની...

Continue Reading

બોલે એનાં બોર વેચાય?

ઠંડીના દિવસો શરૂ થયા છતાં વાતાવરણ ગરમ છે. ખાસ કરીને સમાજનું અને રાજકારણનું. સમાજ અને રાજકારણ જુદા છે ખરાં ? એ પ્રશ્ર્ન જરૂર થાય. સમાજમાં અને રાજકારણ બન્નેમાં પુરુષોના અવાજ વધુ સંભળાય છે. સોશ્યલ મીડિયાનો ચોતરા પર જે રીતે ગપશપ, વિવાદો અને ચર્ચાઓ ચાલે છે તે જોતાં ગલીએ ગલીએ ને ગામે ગામની પાનની દુકાનના ગલ્લા યાદ આવી જાય. આ પાનના ગલ્લાઓ ફક્ત ને...

Continue Reading

દ્રોણ ૨૦૧૫

એકલવ્યે ભલે ગુરુ દ્રોણની જાણ બહાર એમનું નિરીક્ષણ કરીને ચૂપચાપ ધનુર્વિદ્યા શીખી લીધી. પરંતુ આધુનિક સમયમાં રાજસ્થાનના એક મોર્ડન ગુરુ દ્રોણ હજારો-લાખો વિદ્યાર્થીઓને ભણાવે છે, પણ એમના નામ ચહેરા સુધ્ધાં જાણતા નથી. આ ૨૦૧૫ના દ્રોણ એટલે ઈમરાન ખાન.નવેમ્બર મહિનામાં વડા પ્રધાન મોદીએ લંડનના વેમ્બલી ખાતે કરેલા વક્તવ્યમાં અલવરની સંસ્કૃતિ શાળાના શિક્ષક ઈમરાન ખાનનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે મારું ભારત અલવરના ઈમરાન ખાનમાં...

Continue Reading

અસહિષ્ણુતાનો દંભ ખુલ્લો પડી રહ્યો છે 26-11-15

છેલ્લા મહિના દરિમિયાન વિશ્વમાં અને દેશમાં અનેક પ્રશ્ર્નો ઊભા થયા. તે અંગે લોકોમાં સતત ચર્ચાઓ પણ ચાલતી રહી. તેમાંય ખાસ કરીને અસહિષ્ણુતાને મુદ્દે લોકો પોતાના એવોર્ડ પાછા આપી રહ્યા છે. ધર્મ અને જાતિના મુદ્દાઓ, સાહિત્ય અને ખાનપાનના મુદ્દાઓ એટલા મહત્ત્વના બની ગયા કે પ્રસિદ્ધિ ઈચ્છતા લોકો પણ પોતાનો વિરોધ કે ટેકો આપવાને બહાને બયાનબાજી કરવા લાગ્યા. પણ નવાઈ ત્યારે લાગે કે જ્યારે કેટલાક...

Continue Reading

હરિયાળી અને રસ્તો લાવે જીવનમાં બહાર

હવાના પ્રદૂષણ બાબતે આપણે સતત ફરિયાદો કરીએ છીએ. અખબારમાં અહેવાલો આવે કે પ્રદૂષણનું સ્તર સીમારેખાને પાર કરી ગયું. શહેરમાં અસ્થમા અને એલર્જીના દરદીઓ વધી જાય. પણ ક્યારેય તે અંગે આગોતરો વિચાર નથી કરતા. શહેરી સુખસુવિધા મેળવવામાં કુદરતથી દૂર થતો માનવી પોતાના જ પગ પર કુહાડો મારી રહ્યો છે તેની જાણ થશે ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે. રોડ પહોળા કરવા માટે, મકાનો બાંધવાં...

Continue Reading

સફાઈ ઘરની જ નહીં, મનની પણ જરૂરી...

દર દિવાળીએ એક ટુચકો વારંવાર વરસોથી કહેવાતો આવ્યો છે. જેને આપણે યાદોના એક ખૂણામાં સંઘરી રાખ્યો છે. તે ટુચકો દર દિવાળીએ બહાર આવે ને વારંવાર વંચાય, કહેવાય અને ગુજરાતીમાં, હિન્દીમાં અને મરાઠીમાં આજકાલ સોશિયલ મિડિયામાં ફરી રહ્યો છે. તમે પણ વાંચ્યો જ હશે પણ ફરીથી મરકી લઈએ.દિવાળીના દિવસો પહેલાં અમદાવાદની એક સોસાયટીમાં ભંગારવાળાએ બૂમ પાડી કે , ઓ બહેન જૂનું - પુરાણું -...

Continue Reading

ગોલી માર ભેજે મેં...3-11-15

બહાર ટેમ્પરેચરનો પારો જેમ ઉપર ચઢતો જાય તેમ વિનોદરાયનો પારો ય ચઢે. સૌ પ્રથમ તો મોઢામાંથી ગાળ નીકળે કે સા...આ ગરમી એક તો ભેજું ફાડી નાખે અને આ ટ્રાફિક.... પછી માણસો.... પછી ટ્રેન અને પછી પૃથ્વી પરની દરેક વ્યક્તિઓ તેમને નકામી લાગે. તેમના પત્ની સાથે ય ઝઘડા જ થયા હોય ઘરે ઓફિસથી નીકળતા પહેલાં. તો બીજી તરફ કિરિટકુમારની વાત કરીએ. તેમના મોઢામાંથી વિનોદરાય...

Continue Reading

દબાયેલી ચીસ

થોડો સમય પહેલાં અખબારમાં નાનકડા સમાચાર છપાયા હતા. એ સમાચારનું મહત્ત્વ ગાયમાતા જેટલું નહોતું. કારણ કે તે સ્ત્રીની વાત હતી. 74 વરસીય  જગપ્રસિદ્ધ પર્યાવરણ વૈજ્ઞાનિક  પચૌરી સામે જે 27 વરસીય રિસર્ચ આસિસન્ટન્ટે  જાતીય સતામણીની ફરિયાદ કરી હતી તેણે ટેરી સંસ્થામાંથી રાજીનામું આપી દીધું. કારણ કે તેની સાથે ઓરમાયું વર્તન થતું હતું. હજી આજે પણ જાતીય સતામણીની ફરિયાદ કરનાર સ્ત્રીની પડખે સમાજ સહજતાથી ઊભો...

Continue Reading

તમારે કેવા પુરુષ બનવું છે કે અથવા કેવા પુરુષ છો ? 20-10-15

તમારે કેવા પુરુષ બનવું છે કે અથવા કેવા પુરુષ છો ?કેવો વાહિયાત સવાલ છે નહીં ? તમને થશે આવો તે કોઈ સવાલ હોતો હશે ?બીજું કંઈ પણ વિચારો તે પહેલાં એક સવાલ.. તમે આલ્ફા છો કે બીટા ? નોનસેન્સ ગુજરાતી પુરુષ કહેશે આ બધા તમારા ચોંચલા છે, અમને કોઈ જ લેવા દેવા નથી. શું સાચે જ એવું છે ? ટિપિકલ પૌરુષી અહમને વચ્ચે લાવ્યા...

Continue Reading

સેક્સી મેન કોણ? આલ્ફા કે બીટા? 27-3-15

સેક્સી શબ્દ આપણે રોજબરોજની બોલચાલની ભાષામાં વાપરીએ છીએ એ જ અર્થમાં અહીં વાપર્યો છે. શર્ટ પણ સેક્સી હોય અને જૂતાં ય સેક્સી હોય અને સનસેટ પણ સેક્સી હોય શકે. પણ પુરુષ કે સ્ત્રીને સેક્સી કહેવામાં આવે છે ત્યારે અર્થ મનના ભાવ પ્રમાણે બદલાતા હોય છે. પાછલા લેખમાં આલ્ફા પુરુષ વિશે વાત કરી. આ આલ્ફા અને બીટા મેનનું વૈજ્ઞાનિક સંશોધન થયું છે. એ સંશોધન...

Continue Reading

નર થઈ નારીથી હાર્યો!? 13-10-15

‘છોડ યાર એ નહીં આવે ઘરે તેણે બૈરીને હિસાબ આપવો પડે ?’ ‘ એ તો પત્નીનો ગુલામ છે ?’ ‘ કેટલીવાર ઘરેથી ફોન આવે તારો હિસાબ રાખે છે કે ક્યાં છો? શું કરો છો?’ આ અર્થનાં અનેક વાક્યો તમે કોઈને કહ્યા હશે અથવા કોઈને મોઢે સાંભળ્યા હશે. પૌરુષ હોવાની માન્યતાઓ પુરુષને બૂમરેંગ થઈને ઘણીવાર વાગે છે તેમાંની એક માન્યતા છે કે પુરુષ જ...

Continue Reading

ફેસબુક ડાયરી – રેણુકા

                               મુંબઈની લોકલ ટ્રેનમાં અનેક વાર્તાઓ જીવાય છે. ક્યારેક તેનો ભેટો અનાયાસે થઈ જાય ત્યારે લખવાનું મન થાય છે. એકવાર ઓફિસથી ઘરે જતાં ફાસ્ટ ટ્રેનના સેકન્ડ ક્લાસ મહિલાઓના ડબ્બામાં જવાનું થયું. ચર્ચગેટથી ટ્રેન ઉપડી અને થોડીવારે પાછળથી અવાજ આવ્યો. “ નમસ્કાર, મેરા નામ રેણુકા હૈ. ” અવાજ સ્ત્રૈણ પણ નહીં અને પૌરુષીય નહીં. પણ બહુ સલુકાઈથી બોલાઈ રહ્યું...

Continue Reading