­
­

શું નારી મુક્ત થઈ શકે?

બે દિવસ પછી ૨૦૧૭ની સાલ શરૂ થશે. આ વરસનો આ છેલ્લો આર્ટિકલ નકારાત્મક નથી લખવો એવું વિચાર્યું હતું. જો કે આ લેખ નકારાત્મક છે કે હકારાત્મક છે તે વાંચનારની માનસિકતા પર નિર્ભર છે. ગયા અઠવાડિયાથી સોશિયલ મીડિયામાં નોટબંધી સિવાય જે ચર્ચા થઈ રહી હતી તે સૈફઅલી અને કરીના કપૂરના દીકરાના નામની હતી. માતાપિતાને પોતાના બાળકનું નામ જે પાડવું હોય તેમાં આપણે કશું ન...

Continue Reading

અમેરિકા છોડીને સેવા માટે ગામને કર્યું વ્હાલું (mumbai samachar)

તેમણે ઈચ્છ્યું હોત તો અમેરિકામાં રહેતા સ્વજનો અને મિત્રો સાથે સ્થાયી થઈ શકત પણ આદિવાસી વિસ્તારમાં આજીવન કાર્ય કરનાર ડૉક્ટર દક્ષા પટેલે સેવાનો ભેખ ધર્યો હતો ‘મેં ક્યારેય વિચાર્યું જ નહોતું કે સમાજસેવા જેવા ક્ષેત્રમાં હું કામ કરીશ. પરંતુ, બાળપણથી મારો સ્વભાવ જરા ઊફરા જ ચાલવાનો હતો. મારી વિચારધારા થોડી રિબેલિયશ ખરી જ. ’ આ શબ્દો હતા ડૉ. દક્ષા પટેલના. સદાય ઉત્સાહિત રહેતા...

Continue Reading

મોડર્ન મૅસ્ક્યુલિનિટી -2

ગયા લેખમાં આપણે મોટી ઉંમરે પુરુષોને નડતા પુરુષાતનના પ્રશ્ર્નોે વિશે વાત કરી. અહીં એક બીજી વાત કહેવા માગું છું કે એકવાત સામાન્ય સમાજે એટલે કે પિતૃસત્તાક સમાજે નજર અંદાજ કરી છે તે નારીવાદ એટલે કે ફેમિનિઝમ અભિગમે પુરુષોના પ્રશ્ર્નોે પ્રત્યે પણ ધ્યાન આપ્યું છે. સ્વતંત્ર વિચાર ધરાવતી સ્ત્રી પોતાની સમસ્યાઓનો વિચાર કરે છે ત્યારે સામી વ્યક્તિની સમસ્યાઓને પણ જોઈ શકતી હોય છે. પુરુષ...

Continue Reading

મેવામાં નહીં, સેવામાં માનતો ડૉક્ટર (mumbai samachar)

ચોમાસામાં કેવડિયા કોલોનીમાં સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થાય ત્યારે કુદરત સોળે કળાએ ખીલેલી હોય છે. આખુંય ગુજરાત તે સમયે કેવડિયા તરફ જતું દેખાય. પણ એ સિવાય કેવડિયામાં શાંતિ હોય. ઉનાળામાં તો ત્યાં જવાની કોઈ હિંમત કરે નહીં. એ કેવડિયામાં સરદાર સરોવર બંધ સિવાય મળવા જેવી વ્યક્તિ છે ડૉ. અશોક અને જોવા જેવું છે તેમનું દવાખાનું. આ ડૉકટરની વાત સાંભળીને ઉત્તમકુમાર અને શર્મિલા ટાગોર...

Continue Reading

એચઆઈવી અંત નથી જીવનનો(mumbai samachar)

મુંબઈ પવઈ સ્થિત આવેલા એક મકાનના ફ્લેટમાં બેલ મારીએ તો ટ્રીંગ ન વાગે પણ અંદર લાઈટ ખૂલે બંધ થાય. બધિર વ્યક્તિ ઘરમાં હોય ત્યારે દરવાજાની બેલમાં રીંગ ન હોય પણ બલ્બ ચાલુ બંધ થાય. દરવાજો ખૂલતા શ્યામવર્ણી જ્યોતિ સુંદર હાસ્ય સાથે સ્વાગત કરે છે. નાનકડા ઘરમાં જ્યોતિ તેના પતિ વિવેક અને બિલાડી કૉફી સાથે રહે છે. ગરમાગરમ ચાની સાથે જ્યોતિ સાથે વાત શરૂ...

Continue Reading

પુરુષાતનના સનાતન પ્રશ્નો

વિનેશભાઈ ૬૦ના થયા એટલે તેમની દીકરી-જમાઈએ ભેટમાં તેમને સ્માર્ટ ફોન આપ્યો. એટલે તરત જ તેમણે ખુશ થવાના પ્રયત્નો કરતા કહ્યું કે આભાર પછી જરા અટકીને કહે આટલો ખર્ચો કરવાની શું જરૂર હતી. મારી પાસે એક સ્માર્ટ ફોન તો છે જ. દીકરીએ પ્રેમથી હસીને કહ્યું કે પપ્પા મને ખબર છે તમારી પાસે ફોન છે પણ તે આઉટડેટેડ થઈ ગયો છે એટલે હેન્ગ થાય છે....

Continue Reading

સુંદરતા નગ્નતાની મોહતાજ નથી (mumbai samachar)

ગાઉન રાઉન્ડમાં હલીમાએ હેડ ટુ ટો શરીર ઢંકાય તેવો બ્લેક એન્ડ રેડ રંગનો આકર્ષક ગાઉન પહેર્યો હતો. તો બિકિની રાઉન્ડ માટે બ્લુ રંગની બુર્કિની અને પીળા રંગના હેડ કવર સાથે મેચિંગ સેન્ડલ પહેરીને તે સ્ટેજ પર આવી ત્યારે લોકોએ તાળીઓથી વધાવી હતી બ્યુટી કોન્ટેસ્ટ વિશે વારંવાર ચર્ચાઓ થતી રહી છે. કોઈ માને છે કે તે સ્ત્રીત્વને વિકસવાનો મોકો આપે છે. સ્ત્રીઓને વૈશ્ર્વિક પ્લેટફોર્મ...

Continue Reading

નામ અઘરું, કામ એથીય અઘરું (mumbai samachar)

ચીનની યુવતી ચાન યુંગ ટીંગે ગ્લાસ સિલિંગ તોડીને પુરુષોની ફૂટબોલ ટીમની સૌપ્રથમ મહિલા કોચ બની રચ્યો ઈતિહાસ ચીની નામ ઉચ્ચારવું આપણને અઘરું લાગે પણ ચીનની ૨૭ વરસની યુવતી ચાન યુંગ ટીંગે એનાથી પણ અઘરું કામ કરીને ગિનેસ બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં આગેકૂચ કરી રહી હોવા છતાં હજી કેટલાંક એવાં ક્ષેત્રો છે જેમાં હજી સુધી પુરુષોનું જ આધિપત્ય રહ્યું...

Continue Reading

ઘડપણમાં જવાનીનું જોમ (mumbai samachar)

કાંદિવલી દહાણુકરવાડીમાં એક મકાનના ત્રીજા માળે ફ્લેટની બહાર નેમપ્લેટ લાગેલી છે ડૉ. પ્રકાશ બંન્દ્રે ખ.અ.ઇ.યમ., ઙવ.ઉ. દરવાજા પર બેલ મારતા જ એક દૂબળા પાતળા વૃદ્ધ દરવાજો ખોલે છે. ૮૫ વરસના પ્રકાશ બંદ્રેને ઓગસ્ટ મહિનામાં જ પીએચ.ડીની ડિગ્રી મળી છે. એ માટે જ અમે તેમની મુલાકાત લેવા ગયા હતા. આટલી મોટી ઉંમરે પીએચ.ડી કરનાર કદાચ તેઓ પહેલી જ વ્યક્તિ હોવાને કારણે તેમનું નામ લિમ્કા...

Continue Reading

સ્વભાવ સારો હોય તો સ્ત્રીને સમજવી મુશ્કેલ નથી

એક ફેક ન્યૂઝ સોશિયલ મીડિયા પર ફરી રહ્યા હતા જે ન્યૂઝ નહીં પણ જોક જ હતો એવું કહી શકાય. એક પુરુષે મિત્ર બનાવી આપતી ઓનલાઈન કંપની પર કેસ કર્યો કે તેને હજી સુધી એક પણ સ્ત્રી મિત્ર મળી નથી એટલે તેને થયેલી આર્થિક અને ભાવનાત્મક નુકસાનીની ભરપાઈ થવી જોઈએ. નર અને માદા વચ્ચે આકર્ષણ હોય તે કુદરતી બાબત છે. દરેક પ્રાણીઓમાં નર માદાને...

Continue Reading

અમ્માનું એકલવાયું જીવન (mumbai samachar)

‘ ધમકી આપીને કે ખરાબ વર્તન કરીને કોઈ મારી પાસેથી કશું જ કરાવી ન શકે કે મેળવી ન શકે. ખરાબ પરિસ્થિતિ મને તોડી શકે નહીં પણ મને વધુ મક્કમ અને હઠીલી બનાવે છે. ’ તામિલનાડુના મુખ્યમંત્રીના પદ ઉપર રહેતાં જ મૃત્યુ પામનાર જયલલિતા માટે માથા પછાડીને રોનારી પ્રજા અને રોતાં સહકાર્યકરોને મૂકી જનાર અભિનેત્રીનું જીવન એકલવાયું હતું. અમ્માના હુલામણા નામે લોકોના હૃદય પર...

Continue Reading

પોલિયો છતાં બની ટેબલ ટેનિસ સ્ટાર (mumbai samachar)

‘મને દિવ્યાંગ કે ડિસએબલ કે વિકલાંગ તરીકે ઓળખાવું નથી ગમતું. અમને સામાન્ય ઓળખ જોઈએ છે. ફક્ત સુવર્ણા રાજ તરીકે જ ઓળખાવું ગમે. કોઈ અલગ ઓળખ નથી જોઈતી. ફક્ત અમને જરૂર છે તો સંવેદનશીલ સમાજની. સમાજમાં જેમ દરેકને ઈન્ફ્રાસ્ટ્રકચર મળે છે એ રીતે અમને પણ સહજતાથી, સરળતાથી સમાજમાં કામ કરી શકીએ તેવી સગવડ જોઈએ છે.’ ૩૫ વર્ષીય સુવર્ણા રાજના અવાજમાં રોષ અને દુખ ફોન...

Continue Reading

પુરુષ, પૈસા અને પરણેતર

                                        આખોય મહિનો બસ રૂપિયાની જ વાતો ચાલી. ચેનલ હોય કે સોશિયલ મીડિયા કે પછી પાનનો ગલ્લો. હાથમાં આવતા રૂપિયા આટલા વ્હાલા કોઈ દી નહોતા લાગતા એવું એટીએમથી બે હજાર રૂપિયા લઈને બહાર નીકળતા લોકોના ચહેરા જોઈને જણાઈ આવતું હતું. એક વ્યક્તિએ તો બે...

Continue Reading

સિક્સપેક, સેક્સી એન્ડ હેન્ડસમ તુમ કહાં...

44 વર્ષનો ડ્વેન જોન્સન ૨૦૧૬નો સેક્સીએસ્ટ મેન અલાઈવ જાહેર થયો ત્યારે એને એક સવાલ પૂછવામાં આવ્યો કે તમારા લાખો પ્રશંસકોને તમે કેમ સેક્સી લાગો છો? બાલ્ડ (યસ ડ્વેનના માથા પર વાળ નથી) હોવા છતાં ડ્વેન સેક્સીએસ્ટ મેન છે. તેણે માથા પર હાથ ફેરવતાં જરા આછા હાસ્ય સાથે નમ્રતાપૂર્વક કહ્યું કે મારો રમૂજી સ્વભાવ અને સેક્સી દેખાવાના પ્રયત્નો ન કરવો કદાચ લોકોને વધુ સેક્સી...

Continue Reading

કલ ખેલ મેં હમ હો ન હો (mumbai samachar)

એ ભાઈ ...જરા દેખ કે ચલો.... યે દુનિયા એક સરકસ હૈ... મેરા નામ જોકરનું આ ગીત યાદ આવે છે. જેમાં એવું કહેવાયું છે કે જે આવે છે તે દરેકે જવાનું છે. જીવન-મરણની ફિલોસોફી સરકસ દ્વારા સમજાવી ગયા રાજકપૂર. સરકસ શબ્દ બોલતાં જ હાથી, ઘોડા, વાઘ અને સિંહ સાથે જોકર યાદ આવી જાય. નાના હતા ત્યારે વેકેશનમાં સર્કસ જોવા જવાનો રોમાંચ હતો. તેમાં પણ...

Continue Reading

થોડા હૈ થોડે કી ઝરૂરત હૈ...

‘તમારી પાસે કેટલા છે?’ ‘બહુ નથી પણ લાઈનમાં કોણ ઊભું રહે? ઓળખાણ હોય બૅંકમાં તો કહેજો...’ તો વળી કોઈ કહી રહ્યું હતું, ‘સાવ ગાંડપણ છે આમ તે કાંઈ હોય કે લ્યો થોડા કલાકમાં દુનિયા બદલાઈ જાય એવી જાહેરાત કરાય? લોકોનો વિચાર તો કરવો જોઈની...દુનિયા ગાંડી ન થાય તો શું થાય?’ તો વળી એસીમાં બેસી હાથમાં આઈફોન રમાડતા એક શેઠ કહે, ‘આમ આદમીના હાલ...

Continue Reading