­
­

એસી ખાઉગલીમાં ગરમાગરમ નાસ્તા!ખાણીપીણી - દિવ્યાશા દોશી

મુંબઈમાં સ્ટ્રીટ ફૂડ એટલે કે ખાઉગલીઓની કમી નથી. રસ્તા પર મળતું ખાવાનું ખાઈને મુંબઈગરાઓ ઈમ્યુન થઈ ગયા છે, રાજકારણીઓની જેમ. આવી કોમેન્ટ તમને મુંબઈની જીવાદોરી સમી લોકલમાં સાંભળવા મળશે જ. છેલ્લા બે દિવસથી મુંબઈની ગરમી પોતાના અસ્સલ મિજાજમાં આવી ગઈ હોય તો સ્ટ્રીટ પર ફૂડ ખાવાનું અને પરસેવો લૂછવાનો ઘણાને અઘરું પડે. તો કેટલાકને ટિપિકલ રેસ્ટોરન્ટમાં જવાનો પણ કંટાળો આવી શકે. અમે પણ...

Continue Reading

સિકંદર અને યોગી ડંડામીસ

સિકંદરની નિષ્ફળ ભારત સવારીનું સૌથી વિશેષ પ્રશંસાપાત્ર લક્ષણ એ હતું કે એણે હિન્દુ તત્વજ્ઞાનમાં ઊંડો રસ બતાવ્યો. એના માર્ગમાં જે જે યોગીઓ અને સંતો આવ્યા તેમનો એણે જીજ્ઞાસાપૂર્વક સંપર્ક શોધ્યો. ઉત્તર ભારતની તક્ષશિલા વિદ્યાપીઠ પાસે તે પહોંચ્યો ત્યારે એણે ડાયોજીનીસની ગ્રીક શાળાના એક વિદ્યાર્થી સિક્રીટોસને પોતાના દૂત તરીકે તક્ષશિલાના  મહાન સંન્યાસી અને આચાર્ય ડંડામીસને પોતાની પાસે બોલાવી લાવવા મોકલ્યો હતો. ડંડામીસને તેના જંગલ...

Continue Reading

પ્રવાસ પેલે પારનો

મનનો સ્વભાવ અનાવશ્યક વસ્તુને અનિવાર્ય માની લેવાનો છે. મન કૃત્રિમ જરુરિયાતો ઊભી કરે છે અને એના વિના જીવી નહીં શકીએ એમ ધારી લે છે. આ રીતે આપણે આખું જીવન વળગણોનો એક તોતિંગ બોજો ઊઠાવતાં રહીએ છીએ. .. બોજો હટે નહીં ત્યાં સુધી એ કેટલું વજનદાર હોય છે એ આપણે સમજી શકતા નથી. જો કે આપણે અંતરનો આનંદ અનુભવતા થઈ જઈએ તો આપણે અનંત...

Continue Reading

નામમાં શું છે ? 13/3/12

પ્રખ્યાત નાટ્યકાર અને લેખ્ સેક્સપિઅરે ભલે કહ્યું હોય કે નામમાં શું . ફિલોસોફિ તરીકે આ વાત સારી લાગે પરંતુ, લગ્ન બાદ પોતાની દરેક ઓળખને બદલીને નવેસરથી જીંદગી શરુ કરતી યુવતીને માટે અસ્તિત્વના પ્રશ્નો પણ પજવી શકે. લગ્ન બાદ પિતાના નામની જગ્યાએ પતિનું નામ અને અટક પણ બદલાય ત્યારે આખી આઈડેન્ટિટી બદલાઈ જાય છે. તો વળી કેટલાક લોકો પત્નિનું નામ પણ બદલી નાખતા હોય...

Continue Reading

સીતા રામાયણ લખાઈ ગયું છે.10/1/2012

આપણી પુરાણકથાઓ મોટેભાગે પુરુષને કેન્દ્રમાં રાખીને લખાઈ છે. તેમાં  મોટાભાગની સ્ત્રી પાત્રોને ત્યાગ,સમર્પણ અને સહનશીલ દર્શાવાયા છે. આ બાબતે અનેક  લેખકોનું ધ્યાન જતાં તેઓ આ પુરાણકથાઓ સ્ત્રી પાત્રોને કેન્દ્રમાં રાખીને ફરીથી લખી રહ્યા છે. આ લેખકોમાં મહિલા લેખિકાઓ પણ છે. જો કે લેખકો આ રચનાત્મક લેખનનું કામ કોઈ વિરોધ વગર કરી શકે છે તે માનવું અશક્ય જ લાગે. હજી ઓક્ટોબર મહિનામાં જ દિલ્હી...

Continue Reading

હમણાં તો જુનુ છપાયેલ જ મુકુ છું પણ ધીમે ધીમે કંઇક નવું લખવાનો વિચાર છે. પણ લખવાની મને ખૂબ આળસ છે. શાળામાં ક્યારેય મારી નોટ્સ પૂરી નહોતી કરતી. પરિક્ષામાં પણ લખવાનો કંટાળો આવતો. પણ આખરે એવા પ્રોફેશનમાં પ્રવેશ થયો (પત્રકાર) કે પાનાઓ ભરી ભરીને દરરોજ લખવું પડતું. હાથ દુખી જતાં. આજે થોડી સરળતા છે પણ ક્યારેક રાઈટરસ ક્રેમ્પ હાથમાં તકલીફ આપે છે. મેગેઝીન...

Continue Reading

હું બકાને અનુભવી શકુ છું --- અતુલ ડોડિયા oct 2011

મુંબઈની કેમોલ્ડ આર્ટ ગેલેરીમાં જાણે નિશાળની યાદો તાજી થઈ ગઈ હોય તેવો માહોલ છે.  કારણ કે બ્લેકબોર્ડ પર ચોક વડે લખાયેલું હોય તેમ આપણા જાણીતા કવિ લાભશંકર ઠાકરના  ગદ્યખંડો  “બકો છે કલ્પો “ આલેખાયેલા  છે. શાળામાં હોય તેવા કબાટો છે અને તેમાં જીતેલા શિલ્પો ,  અનેક અનન્ય વસ્તુઓની સાથે  ફોટોગ્રાફરુપે કેટલાક વ્યક્તિત્વો પણ  છે . હકિકતે આ  કબાટના પાત્રોનો સંદર્ભ અતુલ ડોડિયાનો પોતાનો...

Continue Reading

કોણ વધુ રોમેન્ટિક મહિલાઓ કે પુરુષો !?14/2/12

પહેલાં ઇંડુ કે મરઘી એ પ્રશ્નની જેમ કોણ વધુ રોમેન્ટિક સ્ત્રીઓ કે પુરુષો એ ચર્ચા ઘરમાં પણ શરુ થાય તો ય અંત તુ તુ મેં મેં પર પહોંચી જાય. પ્રેમ લગ્ન કરનાર યુગલોને  આ સવાલ પુછ્યો તો પુરુષોએ એક ઝાટકે કહી દીધુ કે “ઓફકોર્સ પુરુષો જ વધુ રોમેન્ટિક હોય છે. પણ એ અલગ વાત છે કે સ્ત્રીઓને ક્યારેય સંતોષ જ નથી હોતો  અને...

Continue Reading

પાર્લામેન્ટમાં મહિલાઓની સંખ્યા ભારત કરતાં રુવાન્ડા અને અફઘાનિસ્તાનમાં વધુ 7/2/12

આપણે ત્યાં કેટલાક રાજ્યોમાં ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે. અને લોકશાહી દેશ તરીકે નામના હોવા છતાં પાર્લામેન્ટમાં મહિલાઓની સંખ્યામાં આપણે રુવાન્ડા, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન કરતાં ઘણાં પાછળ  છીએ.  રાજકિય પાર્ટિઓમાં મહિલાઓનું નેતૃત્વ હોવા છતાં આપણે ત્યાં લોકસભામાં 10.8 ટકા અને રાજ્યસભામાં 9 ટકા મહિલાઓનું પ્રતિનિધિત્વ છે. આજે  લોકસભામાં 545 સભ્યોમાં ફક્ત 59 મહિલાઓ છે. જ્યારે રાજ્ય સભાના 233 સભ્યોમાં 21 મહિલાઓ છે.   આમ,...

Continue Reading

ઐશ્વર્યા પાસે સાડી પહેરતાં શીખનાર ઓપરા વિન્ફ્રેને ઓળખો 31/1/12

જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં ભાગ લેવા આવેલી 58 વરસીય ઓપરા વિન્ફ્રી આજે દુનિયાની જાણીતી વગદાર અને ધનિક  વ્યક્તિઓમાં સ્થાન ધરાવે  છે.મુંબઈમાં તે ઐશ્વર્યા બચ્ચનની બાળકીને રમાડવા પણ ગઈ હતી. આ બહુચર્ચિત ઓપરાનો  ઓપરા વિન્ફ્રી શો પચ્ચીસ વરસ સુધી દર્શકોનો માનીતો રહ્યો હતો. આજે તેની કંપનીની પોતાની ચેનલ છે અને ઓ નામે મેગેઝીન પણ પ્રસિધ્ધ થઈ રહ્યું છે. આજે સેલિબ્રિટી ગણાતી ઓપરા વિન્ફ્રીનું જીવન એક...

Continue Reading

અભણ દલિત મહિલાની. આંતરરાષ્ટ્રિય સિધ્ધિ 24/1/12

એક દલિત મહિલા નાત, જાત, ઉંમર અને અભણતાના દરેક સીમાડા ઓળંગીને અન્ય મહિલાઓ માટે ઉદાહરણ રુપ જીવન જીવી રહી છે. ગામડામાં રહીને ય નવી કેડી કંડારી રહી છે. હજી અઠવાડિયા પહેલાં મહારાષ્ટ્રના સાતારા જીલ્લામાં એક દલિત મહિલાને નગ્ન કરીને ગામમાં ફેરવીને માર મારવામાં આવ્યો. તેનો ગુનો એટલો જ હતો કે તેનો દિકરો ઉચ્ચ વર્ણની કોઈ છોકરી સાથે ભાગી ગયો હતો. 1992માં ભંવરી દેવી...

Continue Reading

લોખંડી મહિલા આઈરોમ છેનુ શર્મિલાને સલામ 12/12/11

અન્ના હજારેનું નામ દરેક લોકો જાણતા હશે પરંતુ, આસામના મણિપુરમાં છેલ્લા 12 વરસથી અન્યાય સામે ઉપવાસ કરી રહેલી શર્મિલા આઈરોમને બહુ ઓછા લોકો ઓળખે છે. આસામમાં 2 નવેમ્બર 2000ની સાલમાં લશ્કરના જુવાનોએ બસ સ્ટોપ પર રાહ જોઈ રહેલી દશ નિર્દોષ વ્યક્તિઓને વીંધી નાખ્યાના બે દિવસ બાદ આઈરોમ શર્મિલાએ આસામમાં અમલી લશ્કરી કાયદાની સામે એકલે હાથે જંગ છેડી. આસામમાં આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર એક્ટ...

Continue Reading

ઘરેલું હિંસામાં મહિલાઓ પણ પુરુષો જેટલી જ આક્રમક હોય છે.4/12/11

ફક્ત પુરુષો અને છોકરાઓ જ આક્રમક હોય છે એ માન્યતા ભૂલભરેલી છે, આક્રમકતામાં મહિલાઓ અને છોકરીઓની તેમના કરતા આગળ નીકળી શકે છે...  આવું તાજેતરમાં જ  પ્રગટ થયેલ પુસ્તક – ધ ટ્રુથ અબાઉટ ગર્લ્સ એન્ડ બોયઝમાં  કેરિલ રિવર અને રોઝલીન્ડ બર્નેટે  લખ્યુ છે. માનવામાં આવે છે કે મહિલાઓ નાજુક નમણી અને નબળી હોવાને કારણે આક્રમક નથી હોતી. પણ આ માન્યતાને ખોટી હોવાનું વૈજ્ઞાનિક બર્નેટ...

Continue Reading

હવે કામણગારી આંખો પર પ્રતિબંધ 20/11/11

શાયરો ભલે કહે કે આંખોથી લઈશું કામ હવે બોલવું નથી. પણ ઇસ્લામિક  કાયદો જ્યાં રુલ કરે છે તે સાઉદી અરેબિયામાં  19 નવેમ્બર ના મહિલાઓ આંખો દેખાય તેવા પોષાક પહેરશે તો જેલમાં જવું પડે એવો કાયદો લાવવા માટે રિજોલ્યુશન મુકવામાં આવ્યું છે. . મુસ્લિમ દેશોમાં એક તરફ મુક્તિના વાયરા વાઈ રહ્યા છે,  અનેક મહિલાઓ ટ્યુનિશિયાથી લઈને  ઇજિપ્તમાં શેરીઓમાં આવીને પુરુષોની સાથે ખભે ખભા મિલાવીને...

Continue Reading

પાતળી કમરના કવર પેજનો ઊહાપોહ 14/11/11

ઇટલીના વોગ ફેશન મેગેઝિનના સપ્ટેમ્બર અંતમાં પ્રસિધ્ધ થયેલા અંકના કવરપેજ પર ચાલીસ વરસની મોડલ સ્ટેલા ટેનન્ટનો ફોટોગ્રાફ છે. સ્ટેલાએ મોંઘો ડિઝાઈનર ડ્રેસ પહેર્યો છે અને નાકમાં નથણી પણ પહેરી છે. પણ તેનો ડ્રેસ કે નથણીઓને કારણે વોગના અંકની ચર્ચાઓ નથી થઈ પણ ચાલીસ વરસીય મોડલ સ્ટેલાની પાતળી કમરને કારણે ઊહાપોહ થયો હતો. કમર પાતળી હોય તેતો સમજ્યા પણ સ્ટેલાની કમરનો ઘેરાવો ફક્ત 13...

Continue Reading

શિક્ષિત યુવતી અને અભણ મહિલા બન્ને કરે છે ગામ માટે કામ..6/11/11

રાજસ્થાનના સોડા ગામમાં 28 વર્ષિય એમબીએ થયેલી યુવતી  છાવી રાજાવત સરપંચ તરીકે ગયા વરસે ચુંટાયા બાદ ગામને સ્વતંત્ર રીતે કારભાર કરતું કરવાના પ્રયત્નો કરે છે. છાવીના દાદા આ ગામના પહેલાં સરપંચ હતા. તેઓ નિવૃત્ત આર્મિ ઓફિસર છે અને પોતાની પૌત્રીને માટે ગર્વ અનુભવે છે. એમબીએ થઈને છાવી જયપુરમાં તેની માતાનું હોટલ બુટિક સંભાળતી હતી. સોડા ગામમાં  ભ્રષ્ટાચારથી લોકો ત્રાસી ગયા હતા એટલે તેમણે...

Continue Reading

ઈજિપ્તમાં સ્ત્રિઓની સ્વતંત્રતા જોખમમાં 4/10/11

દીના વહાબાએ જ્યારે પ્રથમવાર જાન્યુઆરીની 25મી તારીખે તાહિરી સ્કેવર પર ગઈ હતી ત્યારે તેના ગળામાંથી મુક્તિનો  અવાજ નીકળી નહોતો શકતો. તેણે જોયું કે  આખી જીંદગી જેણે ઈજીપ્ત પર શાસન કર્યુ તે હોશની મુબારકની વિરુધ્ધમાં સુત્રોચ્ચાર કરતી  તેના જેવી અનેક મહિલાઓ પુરુષોની સાથે સ્વતંત્રતા માટે લડી રહી છે.  સ્વતંત્રતા માટેની આ ક્રાંતિમાં પ્રથમવાર મહિલાઓ અને પુરુષોએ ખભેખભા મિલાવીને કામ કર્યુ. ધરપકડ વહોરી અને આખરે...

Continue Reading

ચપ્પલ મારુંગી

મુંબઈના વિલ્સન કોલેજના પાંચ વિદ્યાર્થીઓએ મહિલાઓની છેડતી કરતાં રોમિયો પુરુષો વિરુધ્ધ ચપ્પલ મારુંગી નામે એક અભિયાન છેડ્યું છે. આ અભિયાન ફેસબુક સોશ્યલ નેટવર્કિગ ધ્વારા બીજા રાજ્યોમાં પણ પહોચે તેવી એમની ભાવના છે. આ અભિયાનના પ્રણેતા અલીશા શર્માનુ કહેવું છે કે મુંબઈમાં રહેતી દરેક મહિલા ઘર બહાર નીકળતા જ  એક યા બીજા પ્રકારે છેડતીનો અનુભવ કરતી જ હોય છે.મહિલાઓને જોઇને  ગીતો ગાવા, કોમેન્ટ કરવી...

Continue Reading

નકુશા નામનો અર્થ ખબર છે ?3/1/12

મહારાષ્ટ્રના એક ગામડામાં નારાયણ વાગલે પોતાની નાની સાત વરસની દીકરીને નકુ કહીને બૂમ મારતા  વંકાયેલા હોઠે હસે છે. કારણ કે તેને યાદ આવે છે કે તેની દીકરીનું નવું નામ ઐશ્વર્યા પાડવામાં આવ્યું છે.  મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં સપ્ટેમ્બર મહિનામાં એક સર્વે થયો હતો  તેમાં જાણવા મળ્યું કે આખા જીલ્લામાં 222 છોકરીઓના નામ નકુશા રાખવામાં આવ્યા હતા. નકુશા નામનો અર્થ થાય અનવોન્ટેડ અર્થાત જેની જરુર...

Continue Reading

આજની નારી - અફઘાનિસ્તાનમાં ઓનલાઈન લેખિકા સંગઠન છે.

તબોસ્સુમે અફઘાન વિમેન્સ રાઈટર્સને મળવું હોય કે ઇન્ટરનેટનો ઉપયોગ કરવો હોય તો તેણે કાબુલ જવા માટે  સાડાચાર કલાક ચાલવા ઉપરાંત પણ અનેક સંકટોને પાર કરવા પડે છે. વીસ વરસની તબોસ્સુમ લખે છે કે , ‘મારે જો કાબુલ આવવું હોય તો કોઈ પુરુષનો  સાથ જોઈએ જ . એકલી ન આવી શકું, હું લોગર ગામમાં રહું છું. જે  રાજધાની કાબુલની દક્ષિણપૂર્વમાં આવેલ છે. મારા ગામમાં...

Continue Reading

આખરે બ્લોગની દુનિયામાં મારો પ્રવેશ પાપા પગલી સાથે થઈ રહ્યો છે. આશા રાખું કે બ્લોગના મેરેથોનમાં દોડી શકું. આખરે બ્લોગની દુનિયામાં મારો પ્રવેશ પાપા પગલી સાથે થઈ રહ્યો છે. આશા રાખું કે બ્લોગના મેરેથોનમાં દોડી શકું. ...

Continue Reading