07:41

હમણાં તો જુનુ છપાયેલ જ મુકુ છું પણ ધીમે ધીમે કંઇક નવું લખવાનો વિચાર છે. પણ લખવાની મને ખૂબ આળસ છે. શાળામાં ક્યારેય મારી નોટ્સ પૂરી નહોતી કરતી. પરિક્ષામાં પણ લખવાનો કંટાળો આવતો. પણ આખરે એવા પ્રોફેશનમાં પ્રવેશ થયો (પત્રકાર) કે પાનાઓ ભરી ભરીને દરરોજ લખવું પડતું. હાથ દુખી જતાં. આજે થોડી સરળતા છે પણ ક્યારેક રાઈટરસ ક્રેમ્પ હાથમાં તકલીફ આપે છે. મેગેઝીન માટે પણ ડેડલાઈન માથા પર હોય ત્યારે જ લખવા બેસતી. લખવાનું જેટલું ટાળ્યું તેટલું વધારે લખવું પડ્યું. પત્રકારત્વમાં પ્રવેશ કર્યાને આ  વરસ 2012માં વીસ વરસ થયા. શાળા કે કોલેજમાં જેટલું નહોતું લખ્યું તેટલું વીસ વરસમાં લખ્યું. પણ હવે સક્રિય પત્રકારત્વ છોડીને ક્રિયેટીવ રાઈટિંગ કરવાનો વિચાર આવ્યા કરે છે. પણ વળી તેમાં તો અનેક ઘણું લખવાનું. 10-3-12

You Might Also Like

0 comments