હવે કામણગારી આંખો પર પ્રતિબંધ 20/11/11

07:14


શાયરો ભલે કહે કે આંખોથી લઈશું કામ હવે બોલવું નથી. પણ ઇસ્લામિક  કાયદો જ્યાં રુલ કરે છે તે સાઉદી અરેબિયામાં  19 નવેમ્બર ના મહિલાઓ આંખો દેખાય તેવા પોષાક પહેરશે તો જેલમાં જવું પડે એવો કાયદો લાવવા માટે રિજોલ્યુશન મુકવામાં આવ્યું છે. . મુસ્લિમ દેશોમાં એક તરફ મુક્તિના વાયરા વાઈ રહ્યા છે,  અનેક મહિલાઓ ટ્યુનિશિયાથી લઈને  ઇજિપ્તમાં શેરીઓમાં આવીને પુરુષોની સાથે ખભે ખભા મિલાવીને લડાઈઓ લડી રહી છે. મુસ્લિમ મહિલાઓ સંપુર્ણપણે મુક્તતો ન જ થઈ શકી.  કેટલીક મહિલાઓ બુરખો ન પહેરતી તો માથે સ્કાર્ફ બાંધતી અને આંખુય અંગ ઢંકાય તેવા વસ્ત્રો પહેરતી. ફક્ત તેમનો ચહેરો કે આંખો જ જોઈ શકાતી. પણ હવે તો સાઉદી અરેબિયામાં આંખો દેખાય તે રીતે જાહેરમાં મહિલાઓ ફરી નહીં શકે. આંખો ય કામણગારી હોય છે એટલે તેના પર પરદો લગાવવો જ પડશે.  અત્ સાઉદી અરેબિયામાં મહિલાઓ જાહેરમાં ફક્ત આંખો દેખાઈ શકે અને આંખુય અંગ ઢંકાય તેવું  બુરખા જેવું વસ્ત્ર પહેરતી. જેને તેઓ અબાયા કહે છે. હવે પુરુષો  કામણગારી આંખોથીય ડરે  છે તે આનાથી સાબિત થાય છે.  સાઉદી અરેબિયામાં મહિલાઓને ડ્રાઈવિંગ કરવાની પણ મનાઈ છે.  અને મહિલાઓને વોટિંગ કરવાનો અધિકાર પણ નથી. જો કે સપ્ટેમ્બર મહિનામાં  જ  જાહેર કરવામાં આવ્યું હતું કે મહિલાઓને  2015માં આવનારી ચુંટણી દરમિયાન મતાધિકાર મળશે. પણ મહિલાઓને આવા ઠાલા વચનો પહેલાં પણ આપવામાં આવ્યા હતા.
ભારત જેવા લોકતંત્રમાં પણ  રુઢિવાદી ઇસ્લામ સમાજ તરફથી મહિલાઓ માટે કેટલાક ફતવાઓ બહાર પાડવામાં આવ્યા છે. જેમકે છોકરા- છોકરીઓને સાથે ભણાવવા ન જોઈએ એમ કરવાથી નાપાક તત્વોમાં વધારો થાય છે. વોટર ફિલ્મમાં શબાના આઝમીએ માથે મુંડન કરાવ્યું હતું તેની સામે પણ ઇસ્લામના કાયદાનું ઉલ્લંઘન કરવા માટે ફતવો બહાર પાડવામાં આવ્યો હતો. તો સાનિયા મિર્ઝાએ ટેનિસ રમતી વખતે ટુંકા સ્કર્ટ ન પહેરવા જોઈએ એવો પણ ફતવો ય બહાર પાડવામાં આવ્યો હતો. મહિલાઓએ ચુંટણીમાં ઊભા રહેવા સામે પણ ફતવો જાહેર કરાયો હતો તો મહિલાઓની કમાણી હરામની છે તેવું જાહેર કરતો ફતવો પણ બહાર પાડવામાં આવ્યો છે.
આ બધા સામે  હવે જ્યારે પાકિસ્તાની અભિનેત્રિઓ ભારતમાં આવીને ફિલ્મોમાં કામ કરે છે ત્યારે કોઈ વિરોધ નથી નોંધાયો તે જોઈએને એક આશા બંધાય છે કે મહિલાઓની સામે બંધનોની હારમાળાઓ જ નથી. ક્યાંક તમને મુક્તિનો શ્વાસ લેતી મહિલાઓ પણ દેખાય છે. પછી તે મહિલા મુસ્લિમ હોય કે હિન્દુ હોય તેનાથી શું ફરક પડે છે. 

You Might Also Like

0 comments