ઘરેલું હિંસામાં મહિલાઓ પણ પુરુષો જેટલી જ આક્રમક હોય છે.4/12/11

07:18


ફક્ત પુરુષો અને છોકરાઓ જ આક્રમક હોય છે એ માન્યતા ભૂલભરેલી છે, આક્રમકતામાં મહિલાઓ અને છોકરીઓની તેમના કરતા આગળ નીકળી શકે છે...  આવું તાજેતરમાં જ  પ્રગટ થયેલ પુસ્તક – ધ ટ્રુથ અબાઉટ ગર્લ્સ એન્ડ બોયઝમાં  કેરિલ રિવર અને રોઝલીન્ડ બર્નેટે  લખ્યુ છે.
માનવામાં આવે છે કે મહિલાઓ નાજુક નમણી અને નબળી હોવાને કારણે આક્રમક નથી હોતી. પણ આ માન્યતાને ખોટી હોવાનું વૈજ્ઞાનિક બર્નેટ અને પત્રકાર રિવરે સંયુક્ત રીતે સંશોધન કરીને પુરવાર કર્યુ છે.  જો કે તે છતાંય સ્ત્રીઓ વધુ પ્રમાણમાં જખ્મી થાય છે કે મૃત્યુ પામે છે તે પણ એટલું જ સાચું છે. સમયના બદલાવ સાથે મહિલાઓ વધુ ઘરની બહાર નીકળતી થઈ છે. પુરુષો જ રમતાં એવી ક્રિકેટ, ફુટબોલ, બોડી બિલ્ડીંગ અને કુસ્તી જેવી રમતોમાં ભાગ લેતી થઈ છે. જો કે એ કહેવું કોઈને પણ માટે મુશ્કલે છે કે મહિલાઓમાં આક્રમકતાની શરુઆત ક્યારથી થઈ હશે. આક્રમકતા અને ક્રોધ, ગુસ્સા વચ્ચે ફરક છે. આક્રમકતા ધ્વારા   શારિરીક , માનસિક કે શાબ્દિક રીતે સામી વ્યક્તિને ઘાયલ કરી શકાય છે. ન્યુ હેમિસફિયર યુનિવર્સિટીએ કરેલા એક સંશોધનના રિપોર્ટમાં જણાવાયું છે કે ઘરેલું હિંસાના કિસ્સામાં મહિલાઓ ધ્વારા થતી  હિંસાનું પ્રમાણ વધી રહ્યું છે. દુખદ વાત એ છે કે  દુનિયામાં ઘરેલું  હિંસા પર થેયલા છ મોટા સંશોધનમાં પણ આ સાબિત થયું છે કે મોટાભાગના કિસ્સામાં  મહિલાઓએ જ હિંસા ભડકવામાં પહેલ કરી હોય છે.
અમેરિકામાં ઘરેલુ હિંસાના દર સો કિસ્સામાંથી 40 કિસ્સામાં મહિલાઓ ધ્વારા પુરુષો પર આચરાયેલી આક્રમકતાના કિસ્સા હોય છે. ભારતમાં પણ આવા કિસ્સા નોંધાય છે. સેવ ફેમિલિ ફાઉન્ડેશન અને માય નેશન ફાઉન્ડેશન સંસ્થા એ  એપ્રિલ 2005 અને મે 2006માં કરેલા  ઓનલાઈન સંશોધનના આંકડા જોઈએ તો નવાઈ જરુર લાગે.. આ વરસ દરમિયાન એક લાખ પુરુષોનું સર્વે કરાયા ત્યારે 98 ટકા પુરુષોએ કબૂલ્યુ હતું કે તેઓ એક યા બીજા પ્રકારે મહિલા ધ્વારા ઘરેલું હિંસાના શિકાર બન્યા હતા. તેમાંથી 25 ટકા પુરુષો શારિરીક હિંસાનો પણ ભોગ બન્યા હોય છે. આર્થિક, શારિરીક, માનસિક અને સેક્સુઅલ હિંસાનો ભોગ બનતા પુરુષો પોતાની બદનામીથી બચવા માટે ચુપ રહે છે. આમ મનમાંને મનમાં મુંઝાતા અનેક પુરુષો આત્મહત્યા પણ કરે છે. છેલ્લે 2007માં થયેલા સર્વે અનુસાર પરણેલી 57593 મહિલાઓએ આપઘાત કર્યો હતો તો 30064 પરણેલા પુરુષોએ આપઘાત કર્યો હતો.  રોઝલિન્ડ અને રિવરના પુસ્તકમાં લખ્યુ છે કે અમેરિકામાં ઘરેલુ હિંસાના આંકડાઓ જોતા જણાય છે કે પતિપત્નિના ઝઘડામાં મહિલાઓ મોટાભાગના કિસ્સામાં લાફો મારીને પહેલ કરે છે. જો કે તેની સામે પુરુષો મહિલાઓનું માથું દિવાલ સાથે અફળાવે કે ખરાબ રીતે મારીને તેમને વધુ ઘાયલ કરે છે. આનું કારણ  એ હોય છે કે તેઓ વધુ તાકતવર હોય છે.  મહિલાઓમાં પણ વધુ તાકાત હોત તો તેઓ પણ વધુ આક્રમક પ્રહાર કરી શકે તે શક્યતા નકારી ન શકાય. જે સંશોધનો આ વિષય પર થયા છે તે હજી લેટેસ્ટ આંકડા નથી દર્શાવતા...
આ બધ પરથી એવું કહી શકાકે  બળાત્કાર, ખૂન , હિંસા વધુ કરનારા પુરુષોતો છે જ પણ દરેક પુરુષ એવો નથી. હિંસક રીતે પ્રહાર કરતા પુરુષોની ઓછી સંખ્યાને બાજુ પર મુકીને જોઈએ તો મોટાભાગના પુરુષો મહિલાઓ જેટલા જ આક્રમક હોય છે નહિ!

You Might Also Like

0 comments